TV9 EXCLUSIVE: રાજસ્થાન રોયલ્સના આ બોલરે ક્રિકેટની રમતને કેમ ગણાવી ફની, વાંચો આ અહેવાલ

|

Oct 01, 2020 | 7:27 PM

રાજસ્થાન રોયલ્સની ટી-20 લીગમાં 13મી સિઝનની શરુઆત ખુબ જ જોરદાર રહી છે. ટીમે સફળ શરુઆત કરતા જ પ્રથમ બંને મેચમાં યાદગાર જીત મેળવી હતી. સૌ કોઈને ચોંકાવતા રાજસ્થાન હાલમાં ટી-20 લીગના પોઈન્ટ ટેબલ પર 4 પોઈન્ટ સાથે સૌથી ઉપરના ક્રમે છે, રાજસ્થાને તેની પાછલી મેચ દરમ્યાન કિંગ્સ ઈલેવન પંજાબ સામે ઐતિહાસિક જીત મેળવી હતી, તે […]

TV9 EXCLUSIVE: રાજસ્થાન રોયલ્સના આ બોલરે ક્રિકેટની રમતને કેમ ગણાવી ફની, વાંચો આ અહેવાલ

Follow us on

રાજસ્થાન રોયલ્સની ટી-20 લીગમાં 13મી સિઝનની શરુઆત ખુબ જ જોરદાર રહી છે. ટીમે સફળ શરુઆત કરતા જ પ્રથમ બંને મેચમાં યાદગાર જીત મેળવી હતી. સૌ કોઈને ચોંકાવતા રાજસ્થાન હાલમાં ટી-20 લીગના પોઈન્ટ ટેબલ પર 4 પોઈન્ટ સાથે સૌથી ઉપરના ક્રમે છે, રાજસ્થાને તેની પાછલી મેચ દરમ્યાન કિંગ્સ ઈલેવન પંજાબ સામે ઐતિહાસિક જીત મેળવી હતી, તે મેચમાં ટીમને જીતાડનારા કેટલાક હિરો હતા, જેમાં એક ખેલાડીની ચર્ચા થોડી ઓછી રહી હતી. તે છે અંકિત રાજપૂત. શારજાહની એ મેચમાં એવુ તો થયુ કે રાજસ્થાન રોયલ્સના બધા જ બોલરોમાં બરાબરના રન વરસ્યા હતા, પરંતુ તેમાં અંકિત એક માત્ર એવો બોલર હતો કે તેનો ઈકોનોમી રેટ ઓછો હતો. એ પણ માત્ર 10થી પણ ઓછો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે 10ની ઈકોનોમીમાં તેને પણ રન તો ગુમાવવા જ પડ્યા હતા, તેને 04 ઓવરમાં 39 રન આપીને કેએલ રાહુલની મહત્વની વિકેટ ઝડપી હતી. જે મેચમાં બંને ટીમોએ મળીને 20 ઓવરમાં લગભગ 450 જેટલા રન કર્યા હતા. એ વાત પણ એટલી જ સ્વાભાવિક છે કે, શારજાહમાં પીચ અને મેદાન બંને બોલરોને માટે એટલા મદદરુપ નહોતા. અંકિતનું માનવુ છે કે ક્રિકેટ એક એવી રમત છે કે, જ્યાં ક્યારેય પણ સ્થિતી બદલાઈ શકે છે. જો કે તે માટે ખેલાડીએ તૈયાર રહેવુ પડે છે. TV9 સાથે Exclusive વાતચીતમાં અંકિત રાજપૂતે પોતાના પ્રદર્શનથી એકદમ સંતોષ હોવાનો જણાતો હતો. તેણે કહ્યુ કે, જેવી ફ્લેટ વિકેટ હતી અને બાઉન્ડરી ઘણી જ નજીક હતી, તેના હિસાબે તો ઘણી જ સારી બોલીંગ થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ક્રિકેટ ખુબ જ મજેદાર ગેમ છે, જ્યાં ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે. કોટરેલની શરુઆતની બંને ઓવરો સારી રહી હતી, પરંતુ એક જ ઓવરમાં 30 રન ગુમાવ્યા. ક્રિકેટ ખુબ જ ફની ગેમ છે પણ એના માટે દરેક સ્થિતી માટે અનુકુળ રહેવુ પડે છે. અંકિતે રાજસ્થાનની રનચેઝની રણનીતીને લઈને પણ વાત કરી હતી, ટીમનું પ્રથમ લક્ષ્ય પાવર પ્લેમાં વધુમાં વધુ રન નિકાળવાનું હતુ, જેથી 224 રન જેવા માટા ટાર્ગેટને પહોંચી વળવામાં એક મજબુત સહારો મળી શકે. અંકિતે એ પણ વાત પણ સ્વીકારી હતી કે રાજસ્થાનની ઈનીંગ્સમાં 18મી ઓવર મેચ માટે ટર્નીંગ પોઇન્ટ રહી. જ્યારે રાહુલ તેવટીયાએ શેલ્ડન કોટરેલની ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article