Tokyo Paralympics : ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. આજે ભારતના સિંહરાજ અદાનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અધનાએ પુરુષોની 10 મીટર એર પિસ્ટોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Tokyo Paralympics: India’s Singhraj Adhana wins bronze in men’s 10m air pistol SH1 final pic.twitter.com/KoZdaDWqgy
— ANI (@ANI) August 31, 2021
મંગળવારે શૂટર સિંહરાજે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ આઠમો મેડલ છે. મનીષ નરવાલ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટોપ કર્યા બાદ મેડલ ગુમાવ્યો હતો. ઇવેન્ટનું ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ ચીનના ખાતામાં ગયા છે
🇮🇳 Para shooter @AdhanaSinghraj will compete in P1 Men’s 10m Air Pistol SH1 Qualification in some time at #Tokyo2020 #Paralympics
Get ready to cheer him on with your #Cheer4India messages#ShootingParaSport#Praise4Para pic.twitter.com/h6Bjx4Ga4y
— SAI Media (@Media_SAI) August 31, 2021
ભારતના બે ખેલાડીઓ અને ચીનના ત્રણ ખેલાડીઓ ઈવેન્ટની ફાઇનલમાં સામેલ હતા. યુવા ભારતીય ખેલાડી મનીષ નરવાલે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટોપ કર્યું હતું. તેના અને ચીન લો જિયાલોંગ બંનેના 575 પોઇન્ટ હતા. તે જ સમયે, સિંહરાજ આ રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને રહ્યો. તેનો સ્કોર 569 હતો. મનીષ નરવાલ અંતિમ રાઉન્ડમાં સાતમા સ્થાને રહ્યો.
ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગની સ્પર્ધામાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલાં ગઈકાલે 19 વર્ષિય અવની લેખારાંએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતે ટોક્યો પેરાલંપિક્સમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ જમા છે. આ વખતે પેરાલંપિક્સમાં ભારતે અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે કુલ 56 ખેલાડીઓ મોકલ્યાં હતાં
આ પણ વાંચો : Avani lekhara life: એક અકસ્માતે બાળપણ છીનવી લીધું, આજે બની દેશનું ગૌરવ
આ પણ વાંચો : Tokyo Paralympics Schedule: મરિયપ્પન થંગાવેલુની નજર સતત બીજા ગોલ્ડ પર, આજે ભારતનું શેડ્યૂલ જાણો
Published On - 11:40 am, Tue, 31 August 21