Tokyo Olympic ની ઓપનિંગ સેરેમનીમાં ભારત સહિત અન્ય દેશના અમુક ખેલાડીઓ જ લેશે ભાગ,જાણો કેમ ?

|

Jul 22, 2021 | 10:42 AM

Tokyo Olympics 2020 : રમતમાં ભારતના 120 થી વધારે ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જ્યારે ભારતીય દળમાં અધિકારીઓ, કોચ અને અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ 228 સભ્યો સામેલ છે.

Tokyo Olympic ની ઓપનિંગ સેરેમનીમાં ભારત સહિત અન્ય દેશના અમુક ખેલાડીઓ જ લેશે ભાગ,જાણો કેમ ?
સાંકેતિક તસ્વીર

Follow us on

કોવિડ-19 ના સંક્રમણને જોતા શુક્રવારે ટોક્યો ઓલિમ્પિક રમતના ઉદ્ધાટન સમારોહમાં ભારતીય ખેલાડીઓની ભાગીદારી ઓછી રાખવામાં આવશે અને દળના માત્ર 6 અધિકારીઓને જ આમાં ભાગ લેવાની સ્વીકૃતિ મળી છે. ભારતના મિશન ઉપપ્રમુખ પ્રેમ કુમાર વર્માએ પીટીઆઈને જણાવ્યુ કે, જે ખેલાડીઓને પછીના દિવસે પ્રતિયોગિતામાં ભાગ લેવાનો છે તેમને ઉદ્ધાટન સમારોહમાં ભાગ ન લેવાની સલાહ આપવામાં આવે છે.

સંક્રમણના જોખમને જોતા લેવાયો નિર્ણય 

ભારતીય ઓલિમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ કહ્યુ કે, સંક્રમણના જોખમને જોતા વધારે ખેલાડીઓને ઉદ્ઘાટન સમારોહમાં રાખવામાં નહી આવે. મેહતાએ કહ્યુ આપણે ઓછા ખેલાડીઓને ઉતારવાની કોશિશ કરીશુ. દળના પ્રમુખ અને ઉપ પ્રમુખ ખેલાડીઓની સંખ્યા પર નિર્ણય લેશે.અમારો અભિપ્રાય છે કે, મહત્વપૂર્ણ સમયમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા ખેલાડીઓએ ભાગ લેવો જોઇએ.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

છ અધિકારીઓને ભાગ લેવાની મળશે સ્વીકૃતિ

રમતમાં ભારતના 120 થી વધારે ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જ્યારે ભારતીય દળમાં અધિકારીઓ, કોચ અને અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ 228 સભ્યો સામેલ છે. વર્માએ મિશન પ્રમુખની બેઠક બાદ અધિકારીઓના નામ પર ખુલાસો નથી કર્યો જે આમાં સામેલ થશે. સમારોહમાં છ (પ્રત્યેક દેશમાંથી) અધિકારીઓને ભાગ લેવાની સ્વીકૃતિ આપવામાં આવશે. જો કે ખેલાડીઓ પર કોઇ સીમા નહીં હોય.

જે ખેલાડીઓને પછીના દિવસે પ્રતિયોગિતા છે તેમને સલાહ આપી છે કે, તેઓ સમારોહમાં ભાગ ન લે અને પોતાની રમત પર ધ્યાન આપે. સમારોહ અડધી રાત સુધી ચાલવાનો છે માટે સારુ રહેશે કે તેઓ પછીના દિવસે થનારી પ્રતિયોગિતા માટે આરામ કરે.

મનપ્રીત સિંહ અને મેરીકૉમ ધ્વજાવાહક 

ભારતે ઉદ્ધાટન સમારોહ માટે પુરુષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને છ વારની વિશ્વ ચેમ્પિયન મહિલા મુક્કેબાજ મેરીકોમને ધ્વજાવાહક બનાવાયા છે. મેરીકોમને પછીના દિવસે રમતમાં ભાગ લેવાનો નથી. પરંતુ મનપ્રીત પછીના દિવસે ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ પૂલ એ મેચમાં ભારતીય ટીમની આગેવાની કરશે.

Published On - 7:10 am, Thu, 22 July 21

Next Article