Tokyo Olympics : ‘Made In India’ ચમકશે, ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના 36 સાધનો જશે

|

Jul 17, 2021 | 1:37 PM

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતના 18 ખેલાડીઓ ભાગ લેશે.એથલેટિક્સમાં ભલે ભારત મહાશક્તિ બનવાની શક્યતા ઓછી છે પરંતુ ભારતના સાધનો નિર્માણ કરતી કંપની ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)સ્ટેડિયમમાં ટ્રૈક અને ફીલ્ડ ઈવેન્ટ્સ દરમિયાન તેમની હાજરી નોંધાવશે.

Tokyo Olympics :  Made In India ચમકશે, ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના 36 સાધનો જશે
Tokyo Olympics

Follow us on

Tokyo Olympics : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ના એથલેટિક્સ (Athletics)ઈવેન્ટમાં જે સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના માટે વર્લ્ડ એથલેટિક્સે (World Athletics)6 કંપનીઓની પસંદગી કરી છે. જેમાં ભારતની કંપની પણ સામેલ છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતના 18 ખેલાડીઓ ભાગ લેશે. એથલેટિક્સ ઓલિમ્પિક રમત સૌથી મોટી ઈવેન્ટ છે. એથલેટિક્સમાં ભલે ભારત મહાશક્તિ બનવાની  શક્યતા ઓછી છે, પરંતુ ભારતના સાધનો નિર્માણ કરતી કંપની ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)સ્ટેડિયમમાં ટ્રૈક અને ફીલ્ડ ઈવેન્ટ્સ દરમિયાન તેમની હાજરી નોંધાવશે.

વર્લ્ડ એથલેટિક્સે (World Athletics) જે 6 કંપનીઓને શૉટપુટ, ડિસ્ક અને તારગોલા ફેંક ઈવેન્ટ દરમિયાન તેમના સાધનો પુરા પાડવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં ભારતની આનંદ ટ્રૈક એન્ડ ફીલ્ડ એક્વિપમેન્ટ (એટીઈ), ભલ્લા ઈન્ટરનેશનલ અને નેલ્કો સામલે છે. ઓલિમ્પિક (Olympics) 23 જુલાઈથી શરુ થઈ રહી છે.

ટોક્યો ઓલિમ્પિકમાં જશે ભારતના 36 સાધનો

એટીઈના આદર્શ આનંદે પીટીઆઈને કહ્યું કે, અમે શૉટપુટ(Shotput), ડિસ્ક થ્રો(Discus Throw) અને તારગોલા ફેંકમાં 6-6 સાધનો આપી રહ્યા છે. મહિલા અને પુરુષની ઈવેન્ટસ સહિત અમે ટોક્યો ઓલિમ્પિકમાં 36 સાધનો મોકલશું તેમણે કહ્યું અમારા સાધનો 1992 બાર્સિલોના ઓલિમ્પિક(Olympics)થી અત્યાર સુધી ઓલિમ્પકમાં ઉપયોગ થઈ રહ્યો છે. અમારા સફરની શરુઆત ટોક્યોમાં 1991 વર્લ્ડ ચેમ્પિયનશીપથી બની હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કંપનીની નોંધણી કચેરી મેરઠ અને દિલ્હીમાં છે. ભલ્લા ઈન્ટરનેશલ પણ 36 સાધનો પુરા પાડે છે. કંપનીના પ્રતિનિધિ આશીષ ભલ્લાએ કહ્યું કે, અમે રિયો ઓલિમ્પિક 2016 (Rio Olympics 2016)માં ઉચ્ચ સ્તરીય સાધનો માટે પુરસ્કાર જીત્યો છે. અમારી કંપની અને દેશ માટે ગર્વની વાત છે કે, અમે ઓલિમ્પિક (Olympics)નો ભાગ છીએ.

ત્રણ ભારતીય સ્વદેશી બ્રાન્ડનો ઉપયોગ કરશે

કેટલાક ખેલાડી ઓલિમ્પિક (Olympics)માં તેમના સાધનોનો ઉપયોગ કરશે, પરંતુ કેટલાક ખેલાડી (Player)ઓ સ્પર્ધામાં સ્થળ પર રાખેલા સાધનોનો જ ઉપયોગ કરે છે. નીરજ ચોપડા જૈવલિનમાં નેમેથ અથવા નોર્ડિક બ્રાન્ડના જૈવલિનનો ઉપયોગ કરે છે. ત્રણ ભારતીય સ્વદેશી બ્રાન્ડનો ઉપયોગ કરે છે. જેમાં તેજિન્દર સિંહ તૂર, સીમા પૂનિયા અને કમલપ્રીત કૌર પણ સામેલ છે. એક સારો શૉટપુટ, ચક્કા અથવા તારગોલા 6,000 થી 10,000 રુપિયાની વચ્ચે આવે છે.

26 સભ્યો એથલેટિક્સ ટીમ ટોક્યો જશે

ભારતીય એથલેટિક્સ મહાસંધ (AFI)એ આગામી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)રમતો માટે 26 સભ્યોના ટીમની જાહેરાત કરી હતી. જેમાં દોડવીર દુતી ચંદ પણ સામેલ છે. ભારતની 26 સભ્યોની ટીમમાં સામેલ 16 એથલેટિક્સ વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે 4×400 મીટર દોડની સ્પર્ધામાં 5 પુરુષ દોડવીર અને 2 પુરુષો અને 3 મહિલા દોડવીર મિક્સ 4×400 મીટર દોડ માટે 2 પુરુષ અને ત્રણ મહિલા દોડવીરને સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : યુગાન્ડાનો ખેલાડી હોટલમાંથી ગાયબ થતા, આયોજકો મુંઝવણમાં મુકાયા

Published On - 1:37 pm, Sat, 17 July 21

Next Article