Tokyo Olympics 2020: પહેલાની બે ઓલિમ્પિકમાં બહુ પાછળ રહી ગઇ હતી હવે મહેનત કરીને આવી છુ :દીપિકા કુમારી

|

Jul 20, 2021 | 7:41 AM

ભારતની મહિલા તીરંદાજ દીપિકા કુમારી પાસેથી સમગ્ર દેશને આશા છે કે તેઓ 23 જુલાઇથી ટોક્યોમાં શરુ થઇ રહેલી ઓલિમ્પિક રમત-2020માં મેડલ પોતાના નામે કરશે

Tokyo Olympics 2020: પહેલાની બે ઓલિમ્પિકમાં બહુ પાછળ રહી ગઇ હતી હવે મહેનત કરીને આવી છુ :દીપિકા કુમારી
Deepika Kumari

Follow us on

Tokyo Olympics 2020: ભારતની મહિલા તીરંદાજ દીપિકા કુમારી (Deepika Kumari) પાસેથી સમગ્ર દેશને આશા છે કે તેઓ 23 જુલાઇથી ટોક્યો(Tokyo)માં શરુ થઇ રહેલી ઓલિમ્પિક રમત-2020માં મેડલ પોતાના નામે કરશે અને આ તીરંદાજ(Archery)ને પણ પોતોના પર ભરસો છે.દીપિકાએ કહ્યુ કે તેઓ ઓલિમ્પિક પદક (Olympic Medal)જીતવા માટે સક્ષમ છે. દીપિકા ત્રીજી વાર ઓલિમ્પિક રમતમાં ભાગ લઇ રહી છે. તેમણે લંડન ઓલિમ્પિક -2012 ત્યારબાદ રિયો ઓલિમ્પિક -2016માં ભાગ લીધો હતો. જો કે આ બંને ઓલિમ્પિકમાં તે એટલુ સારુ નહોતુ કરી શક્યા પરંતુ આ વખતે તેમને ભરોસો છે કે તેઓ પહેલા બે ઓલિમ્પિક કરતા સારુ કરશે.

દીપિકાએ વિશ્વ તીરંદાજીને કહ્યુ, “હું પોતાને સાબિત કરવા ઇચ્છુ છુ કે હું જીતી શકુ છું આ મારા માટે ,તીરંદાજી ટીમ માટે અને મારા દેશ માટે મહત્વપૂર્ણ છે. ભારતે ઓલિમ્પિકમાં તીરંદાજીમાં ક્યારે પણ મેડલ જીત્યો નથી હું જીતવા ઇચ્છુ છુ”.

લંડનથી અત્યાર સુધી અનેક બદલાવ 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

લંડન ઓલિમ્પિક પહેલા પણ દુનિયાની નંબર વન તીરંદાજ બનેલી દીપિકા એક વાર ફરી શીર્ષ રેકિંગ પર પહોંચી છે. તેમણે કહ્યુ, લંડનથી લઇ અત્યાર સુધી ઘણુ બધુ બદલાઇ ગયુ મે માનસિક રીતે ઘણ મહેનત કરી છે. જેનાથી સકારાત્મક પરિણામ મળી રહ્યા છે. ગઇ બે ઓલિમ્પિકમાં હુ બહુ પાછળ રહી ગઇ હતી અને હવે તેના પર મહેનત કરીને આવી છું.

હું સતત સારા પ્રદર્શનના પ્રયાસમાં છું દીપિકા ઓલિમ્પિકમાં ભારતની એક માત્ર મહિલા તીરંદાજ છે. તેમના વર્ગની સ્પર્ધા 27 જુલાઇએ શરુ થશે.  જ્યારે મિશ્રિત યુગલ સ્પર્ધા પહેલા જ દિવસે શુક્રવારે થશે.

પેરિસમાં જીત્યા ગોલ્ડ મેડલ 

દીપિકા પાસેથી હમેશા ટોક્યોમાં મેડલની આશા હતી પરંતુ એ આશા ત્યારે વધી ગઇ જ્યારે તાજેતરમાં જ પેરિસમાં આયોજિત વિશ્વ કપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. અહીંથી દીપિકા પર આશાઓને ભાર વધી ગયો છે.

દીપિકા કુમારી, અંકિતા ભક્ત અને કોમલિકા બારીએ મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દીપિકા ફરી પોતોના પતિ અને સાથી તીરંદાજ અતનુ દાસ સાથે મિક્સડ ઇવેન્ટમાં ઉતરી અને આ જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો. દિવસના અંતે દીપિકાએ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ દેશને નામ કર્યો હતો.

Published On - 7:37 am, Tue, 20 July 21

Next Article