Tokyo Olympics 2020: ઓલમ્પિકમાં હાર બાદ પણ ભવાની દેવીએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિક્માં ફેન્સીંગ હરીફાઈ જીતનારી પ્રથમ ભારતીય

|

Jul 26, 2021 | 12:27 PM

ઓલમ્પિકની શરૂઆતની મેચમાં ભવાની દેવીએ આક્રમક શરૂઆત કરી હતી. પરંતુ બીજી મેચમાં ફ્રાન્સની મેનન બ્રુનેટ સામે 15-7થી તેમણે હારનો સામનો કરવો પડ્યો છે.

Tokyo Olympics 2020: ઓલમ્પિકમાં હાર બાદ પણ ભવાની દેવીએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિક્માં ફેન્સીંગ હરીફાઈ જીતનારી પ્રથમ ભારતીય
bhavani devi(File Photo)

Follow us on

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની ભવાની દેવીની(Bhvani Devi) સફર માત્ર 32 રાઉન્ડમાં પૂરી થઈ છે. તેની બીજી મેચમાં તે ફ્રાન્સની મેનન બ્રુનેટ(Manon Brunet) સામે હારી ગઈ. તલવારબાજીમાં ફ્રાન્સની મેનન બ્રુનેટે ભારતની ભવાની દેવીને 15-7થી હરાવી હતી. આ અગાઉ, ટોક્યો ઓલિમ્પિક્સના મંચ પર ભવાની દેવીએ ધમાકેદાર શરૂઆત કરી હતી. અને ઓલિમ્પિકમાં પ્રવેશ કરતી વખતે તેણે પ્રથમ મેચ 15-3ના અંતરાથી સરળતાથી મેચ જીતી લીધી હતી. પરંતુ, હવે બીજી મેચમાં (Second Match)તેમણે હારનો સામનો કરવો પડ્યો છે.

ભવાની દેવી પહેલી ભારતીય મહિલા છે જેણે ઓલિમ્પિક મંચ પર ફેન્સિંગમાં (Fencing)ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ટ્યુનિશિયાની નાદિયા બેન અઝીઝ (Nadiya ban Aziz) સામે 6 મિનિટ 14 સેકન્ડમાં જ પ્રથમ મેચ સરળતાથી જીતી હતી. પરંતુ, બીજી મેચમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. ભવાનીની હાર સાથે ફેન્સીંગમાં ભારતની ચંદ્રકની આશાઓ પણ સમાપ્ત થઈ ગઈ છે.

બીજી મેચમાં હાર મળતા ભારતની ચંદ્રકની આશાઓ પણ સમાપ્ત

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ફ્રાન્સનો મનોન બ્રુનેટ જે રિયો ઓલિમ્પિક્સનો સેમિફાઇનલ(Semi Final) ખેલાડી હતો. મનોન બ્રુનેના ઓલિમ્પિક્સમાં રમવાના અનુભવ સામે ભવાની દેવીની તલાવાર ટકી શકી નહિ.આથી,ધમાકેદાર શરૂઆત બાદ પણ તેણે હારનો સામનો કરવો પડ્યો છે.ઉલ્લેખનીય છે કે, પહેલા મેચમાં ભારતીય તલવારબાજ ભવાની દેવીએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને સહેલાઈથી પ્રથમ મેચમાં (First Match) વિજય હાંસલ કર્યો હતો.

ભવાની પહેલી ઓલિમ્પિકમાંથી મેળવશે શીખ

ભવાની દેવીએ ધમાકેદાર શરૂઆત બાદ પણ હાર મેળવતા ભારતની ચંદ્રકની (Medal) આશા પણ તૂટી ગઈ છે. પરંતુ,ભવાની દેવીએ પહેલા ઓલિમ્પિક મેચમાં રમવું અને બીજી મેચમાં પહોંચવું એ પણ મોટી બાબત છે. ભવાની દેવી આ હારમાંથી ચોક્કસપણે શીખ મેળવી ભવિષ્યમાં સફળતાના શિખર સર કરશે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Live: વર્લ્ડના નંબર ત્રણ ખેલાડી સામે હાર્યા ભારતના તલવાર બાજ ભવાની દેવી, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ભારતના ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Highlights: ઓસ્ટ્રેલિયા એ ભારતીય પુરુષ હોકી ટીમને 7-1 થી હરાવ્યુ, માના પટેલ સેમિફાઇનલમાં સ્થાન ના બનાવી શકી

Published On - 9:47 am, Mon, 26 July 21

Next Article