Tokyo Olympics 2020 : વડાપ્રધાન મોદી સાથેની વાતચીત બાદ ખેલાડીઓમાં વધ્યો ઉત્સાહ, જાણો વિવિધ ખેલાડીઓની પ્રતિક્રિયા

|

Jul 13, 2021 | 11:23 PM

Olympics 2020 : ટોક્યો ઓલમ્પિક્સ 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે. આ પહેલા આજે 13 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાત કરી હતી અને તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

Tokyo Olympics 2020 : વડાપ્રધાન મોદી સાથેની વાતચીત બાદ ખેલાડીઓમાં  વધ્યો  ઉત્સાહ, જાણો વિવિધ ખેલાડીઓની પ્રતિક્રિયા
Tokyo Olympics 2020: After a conversation with Prime Minister Modi, the players thanked him

Follow us on

Tokyo Olympics 2020 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ 13 જુલાઈને મંગળવારે 23 જુલાઇથી શરૂ થનાર ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને ખેલાડીઓ સાથે તેમની મુસાફરી, સંઘર્ષો વિશે વાત કરી હતી અને ઓલમ્પિક રમતોત્સવ માટે શુભેચ્છાઓ પણ આપી હતી. મોદીએ ખેલાડીઓને કહ્યું કે તેઓને અપેક્ષાઓના ભાર હેઠળ દબાવવું જ જોઈએ અને પોતાનું 100 ટકા યોગદાન આપવું જોઈએ.

આ વાતચીતમાં નવા ખેલ મંત્રી અનુરાગ ઠાકુર, રમત ગમત રાજ્યમંત્રી નિસિથ પ્રમાણીક, ભૂતપૂર્વ ખેલ પ્રધાન કિરેન રિજિજુ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ નરિન્દર બત્રા ઉપરાંત ઘણા ખેલાડીઓના માતા-પિતા પણ હાજર રહ્યા હતા.આ વાતચીત પછી ખેલાડીઓએ તેમના પ્રેરણાદાયી શબ્દો વડાપ્રધાનનો આભાર માન્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

દુતી ચંદ, સિંધુ, મનપ્રીતે કહ્યું – આભાર
દોડની મહિલા 100 મીટર અને 200 મીટર ઇવેન્ટમાં ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલ દુતી ચંદે ટ્વિટ કર્યું હતું કે, હું વડાપ્રધાનની આભારી છું કે જેમણે ઓલમ્પિક્સ (Olympics 2020)માં ભાગ લેવા જતા એથ્લેટ્સને તેમના આશીર્વાદ અને શુભેચ્છાઓ આપ્યા. તમારું પ્રોત્સાહન ચોક્કસપણે અમને વધુ સારું કરવા અને અમારુ 100 ટકા યોગદાન આપવાની પ્રેરણા આપશે.”

ભારતીય બોક્સર આશિષ કુમારે ટ્વીટ કર્યું, “નરેન્દ્ર મોદી, અનુરાગ ઠાકુર, કિરેન રિજિજુ અને અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરવાનો અદભૂત અનુભવ હતો.”

ભારતીય પુરૂષોની હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહે કહ્યું, “ટોક્યો ઓલમ્પિક્સ પહેલા વડાપ્રધાન મોદી સાથે વાત કરવી ખૂબ જ સારી લાગી. તેઓ હંમેશાં અમને વધુ સારું કરવા પ્રેરણા આપે છે અને તેમના પ્રેરણાદાયી શબ્દો અમારા જીવનની સૌથી મોટી ટૂર્નામેન્ટોમાં અમને આગળ ધપાવશે.”

ટોક્યો ઓલમ્પિક (Olympics 2020) રમતોમાં ભારતના સૌથી મોટા ચંદ્રકની આશાસ્પદ પીવી સિંધુએ કહ્યું હતું કે, ‘ભારતના ખેલાડીઓની અન્ય ટુકડીઓ સાથે પીએમ મોદી સાથે વાત કરવાનું ખૂબ જ સન્માનની વાત છે. તેમના સતત સમર્થન માટે હું તેમનો અને સમગ્ર દેશનો આભાર માનું છું. અમને આશા છે કે અમે તમને ઓલમ્પિકમાં ગર્વ લેવાની તક આપીશું.”

ભારતના દિગ્ગજ શૂટર સંજીવ રાજપૂતે ટ્વીટ કર્યું હતું કે, “અમારી સાથે વાત કરવા અને પ્રેરણાદાયી શબ્દો બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર. અમે ટોક્યોમાં અમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશું.”

Published On - 11:19 pm, Tue, 13 July 21

Next Article