સોફ્ટબૉલ રમત સાથે Tokyo Olympicsની થઇ શરુઆત, જાપાને મેળવી જીત

|

Jul 21, 2021 | 11:49 AM

Tokyo Olympic 2020 : જાપાનની રાજધાનીમાં થઇ રહેલી 32મી ઓલિમ્પિક રમતની શરુઆત બુધવાર 21 જુલાઇની સવારે મહિલાઓની સોફ્ટબૉલ (Softball)ઇવેન્ટથી થઇ.

સોફ્ટબૉલ રમત સાથે Tokyo Olympicsની થઇ શરુઆત, જાપાને મેળવી જીત
Tokyo Olympics sports start with softball Game

Follow us on

Tokyo Olympic 2020: કોરોના વાયરસ મહામારીના કારણે એક વર્ષનો વિલંબ અને સતત રદ્દ કરવાના દબાવ વચ્ચે ટોક્યો ઑલિમ્પિક 2020નો આગાઝ થઇ ગયો છે. જાપાનની (Japan) રાજધાનીમાં થઇ રહેલી 32મી ઓલિમ્પિક રમતની શરુઆત બુધવાર 21 જુલાઇની સવારે મહિલાઓની સોફ્ટબૉલ (Softball)ઇવેન્ટથી થઇ જ્યાં પહેલો મુકાબલો મેજબાન જાપાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થયો.

આ સાથે જ 2008ના બીજિંગ ઓલિમ્પિક બાદ પહેલીવાર આ રમત ઓલિમ્પિકમાં પાછી આવી. 2008માં જાપાને આ રમતમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યુ હતુ અને ફરી એકવાર દબદબો બતાવાના પ્રયાસમાં રમતની શરુઆત થઇ.

ફુકુશિમમાં સોફ્ટબૉલ ઇવેન્ટની શરુઆત

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આમ તો ઓલિમ્પિકની વિધિવત શરુઆત 23 જુલાઇએ થવાની છે પણ એ જાણીને થોડુ આશ્ચર્ય લાગશે પણ દરેક ઓલિમ્પિકમાં કેટલીક રમતોની શરુઆત ઉદ્ઘાટન પહેલા જ થઇ જાય છે. 23 જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક  2020નું ઉદ્ધાટન છે પરંતુ તે પહેલા ફુકુશિમામાં સોફ્ટબૉલ ઇવેન્ટ શરુ થઇ ગઇ . એ સિવાય ફુટબૉલ અને બેસબૉલ મેચની શરુઆત આજે જ થઇ જશે. બેસબૉલને પણ આ વખતે રમતમાં સામેલ કરવામાં આવ્યુ છે.

જાપાને મેળવી જીત

ઓલિમ્પિક રમતના મુખ્ય આયોજન સ્થળ ટોક્યોથી લગભગ 250 કિલોમીટર દૂર ફુકુશિમા શહેરમાં 32માં ઓલિમ્પિકની શરુઆત થઇ. આ શરુઆત અનેક રીતે ખાસ છે. આ શહેર 10 વર્ષ પહેલા આવેલી સુનામીમાં ખરાબ રીતે બર્બાદ થઇ ગયુ હતુ અને હવે મહામારીથી પ્રભાવિત ઓલિમ્પિક રમતની શરુઆત પણ આ શહેરથી થઇ. જેણે પાછા આવવાનો સંદેશ પણ આપ્યો. વાયરસના સંક્રમણના ડરથી દર્શકો વગર શરુ થયેલી રમતમાં મેજબાન જાપાને ઑસ્ટ્રેલિયાને 8-1થી હરાવીને જીત સાથે શરુઆત કરી.

11,000થી વધારે એથ્લીટ લઇ રહ્યા છે ભાગ 

23 જુલાઇએ ટોક્યોના મુખ્ય ઓલિમ્પિક સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ થશે. જ્યા તમામ દેશોના દળ પરેડ કરશે અને રમતની વિધિવત શરુઆત થશે. 8 ઑગષ્ટ સુધી ચાલનારી આ રમતમાં દરેક વખતે 205 દેશોના 11,000થી વધારે એથ્લીટ ભાગ લઇ રહ્યા છે. કોરોના સંક્રમણના ખતરાને કારણે શહેરમાં ઇમરજન્સી લગાવાઇ છે. જે સમગ્ર ખેલ દરમિયાન ચાલુ રહેશે અને દર્શકો વગર ઓલિમ્પિક રમાશે.

Published On - 11:26 am, Wed, 21 July 21

Next Article