ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસ રચી દેશે ટેનિસ સ્ટાર લીએન્ડર પેસ, આ મોટો રેકોર્ડ નોંધાવી શકે છે

|

Dec 13, 2020 | 8:19 AM

ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી લીઅંડર પેસ ઓલમ્પિક માં હંમેશા દેશનો મોટો ચહરો રહ્યો છે. વર્ષ 1996માં એટલાંટામાં યોજાયેલા ઓલમ્પિક રમતમાં લીઅંડર પેસે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પેસ આગામી વર્ષે યોજાનારા ઓલમ્પિકરમતમાં ભાગ લેનાર છે. તેઓનો આ આઠમા ઓલમ્પિક રમવાનો રેકોર્ડ છે, જેની તૈયારીમાં તે લાગી ચુક્યા છે. ગત વર્ષે ક્રિસમસ પર પેસે કહ્યુ હતુ […]

ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસ રચી દેશે ટેનિસ સ્ટાર લીએન્ડર પેસ, આ મોટો રેકોર્ડ નોંધાવી શકે છે

Follow us on

ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી લીઅંડર પેસ ઓલમ્પિક માં હંમેશા દેશનો મોટો ચહરો રહ્યો છે. વર્ષ 1996માં એટલાંટામાં યોજાયેલા ઓલમ્પિક રમતમાં લીઅંડર પેસે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પેસ આગામી વર્ષે યોજાનારા ઓલમ્પિકરમતમાં ભાગ લેનાર છે. તેઓનો આ આઠમા ઓલમ્પિક રમવાનો રેકોર્ડ છે, જેની તૈયારીમાં તે લાગી ચુક્યા છે.

ગત વર્ષે ક્રિસમસ પર પેસે કહ્યુ હતુ કે, 2020 તેમના માટે અંતિમ સીઝન હશે. જેમાં ટોક્યો ઓલમ્પિકનુ આયોજન પણ સામેલ હતુ. પેસ એ કહ્યુ હતુ કે, ત્યારે કોઇએ નહોતુ વિચાર્યુ કે, અમારે આવડી મોટી મહામારીનો સામનો કરવો પડશે. તેનાથી આપણે સૌએ આત્મમંથન કરવુ પડી રહ્યુ છે. જોકે આટલા લાંબા વિરામ બાદ પણ હું સારુ મહેસુસ કરી રહ્યો છુ. મારા મનમાં કોઇ શંકા નથી. હું શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તૈયાર રહીશ. મારા માટે એ સુનિશ્વિત કરવુ મહત્વપૂર્ણ છે કે ભારતનુ નામ ઇતિહાસના પુસ્તકોમાં બનેલુ રહે. એ જ કારણ છે કે હું 30 વર્ષ થી રમી રહ્યો છુ.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પેસ આગળના વર્ષે 23 જૂલાઇ થી શરુ થનારા ટોકિયો ઓલમ્પિક સુધીમાં 48 વર્ષના થઇ જશે. જોકે તે કહે છે કે ઉંમર એક સંખ્યા છે. મારા નામ પર અગાઉ 7 ઓલમ્પિક રમવાનો રેકોર્ડ અને મારી પ્રેરણાં છે કે આઠમાં ઓલંપિક સુધી લઇ જઇ શકીશ. મારો વિશ્વાસ છે કે ટેનિસમાં સર્વાધિક ઓલમ્પિક રમવાના રેકોર્ડમાં ભારતનુ નામ હંમેશા દર્જ રહે. હું ઓલમ્પિકમાં જઇ રહ્યો છુ જીતવા માટે માત્ર નંબર વધારવા માટે નહી. ટેનિસ માણસની ઉંમરને નહી પણ શક્તિ અને કૌશલને જાણે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article