T-20: આજે મુંબઈ ઇન્ડીયન્સ સિઝનમાં વાપસી માટે લડશે, કલક્તા નાઇટ રાઇડર્સ જીતથી શરુઆત કરવા મેદાનમાં ઉતરશે

|

Sep 23, 2020 | 7:39 AM

ટી-20ના પહેલા જ મુકાબલામાં હાર સહન કરી ચુકેલી મુંબઇ ઇન્ડીયન્સની ટીમ બુધવારે કોલકતા નાઇટ રાઇડર્સ સામે બીજ મેચ માટે મેદાનમાં ઉતરશે. કોલકતા તેની પ્રથમ મેચ રમવાને લઇને ઉત્સુક છે અને આ માટે તેણે ભરપુર તૈયારીઓ પણ મૈકુલમ ના સાનિધ્યમાં કરી લીધી છે. મુંબઇ એ તેની પ્રથમ મેચ સીએસકે સામે ગુમાવ્યા બાદ તે સિઝનમાં વાપસી કરવાના […]

T-20: આજે મુંબઈ ઇન્ડીયન્સ સિઝનમાં વાપસી માટે લડશે, કલક્તા નાઇટ રાઇડર્સ જીતથી શરુઆત કરવા મેદાનમાં ઉતરશે

Follow us on

ટી-20ના પહેલા જ મુકાબલામાં હાર સહન કરી ચુકેલી મુંબઇ ઇન્ડીયન્સની ટીમ બુધવારે કોલકતા નાઇટ રાઇડર્સ સામે બીજ મેચ માટે મેદાનમાં ઉતરશે. કોલકતા તેની પ્રથમ મેચ રમવાને લઇને ઉત્સુક છે અને આ માટે તેણે ભરપુર તૈયારીઓ પણ મૈકુલમ ના સાનિધ્યમાં કરી લીધી છે. મુંબઇ એ તેની પ્રથમ મેચ સીએસકે સામે ગુમાવ્યા બાદ તે સિઝનમાં વાપસી કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. સિઝનની ઓપનીંગ મેચમાં જ મુંબઇએ પાંચ વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચાર ચાર વખત ટાઇટલ વિજેતા રહી ચુકેલા મુંબઇ ઇન્ડીયન્સે જોકે તેની પ્રથમ મેચમાં અનેક ક્ષતિઓ કરી હતી અને જેને લઇને તેને હારનુ પરીણામ ભોગવવુ પડ્યુ હતુ. સ્ટાર બેટ્સમેન અને ટીમના કેપ્ટન રોહિત શર્મા આ વખતે તેની અગાઉની મેચની ભુલોનુ પુનરાવર્તન ના થાય એવો પ્રયાસ જરુર કરશે. રોહિત ખુદ પણ તેની સારી રમતને દાખવી શક્યો નહોતોસ પરંતુ તેને કલકતા સામે દમદાર પાર રમવી આવશ્યક થઇ પડશે. મુંબઇ માટે જરુરી છે કે કલકત્તાની મેચમાં તેના કેપ્ટન પણ જવાબદારી બોજ પોતાની પર ઉઠાવે અને લાંબો સમય ક્રીઝ પર રહે.

મુંબઇ પાસે જસપ્રિત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ જેવા ખતરનાક બોલર્સ છે. બંને વિશ્વસ્તરીય બોલરો છે, તેઓએ કલકતા ને પાવર પ્લે અને ડેથ ઓવરો દરમ્યાનમાં રોકી રાખવાની ફરજ નિભાવવી પડશે. હાર્દિક પંડ્યા ઓલરાઉંડર છે પરંતુ ચેન્નાઇ સામે કોઇ ઓવર નહોતી નાંખી અને તે એક બેટ્સમેનના રુપમાં ટીમમાં રહ્યો હતો. એક બેટ્સમેનના રુપમાં ટીમમાં રમવા દરમ્યાન હાર્દીકે તેની વિકેટની કિંમત સમજવી પડશે, તેમજ લાંબો સમય ક્રિઝ પર ઉભા રહેવા માટે પણ પ્રયાસ કરવો પડશે. ટીમમાં પોલાર્ડના સ્વરુપ સ્ફોટક સભ્ય પણ મોજુદ છે, પરંતુ તેણે તેની ક્ષમતા મુજબ કલકતા સામે વર્તનવુ જરુરી છે. ડેથ ઓવરોમાં તેણે અંત સુધી મોરચો સંભાળીને ટકી રહી મુંબઇને મોટા સ્કોર સુધી પહોંચાડવાનો રોલ નિભાવવો પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બે વખત ચેંમ્પીયન રહી ચુકેલી કલકતા પણ સહેજ પણ ઉણી ઉતરતી ટીમ નથી. જોકે તેણે ટી-20 લીગનુ ટાઇટલ વર્ષ 2014માં જીત્યુ હતુ. ટાઇટલ મેળવનારી તે ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર હતા. ટીમના હાલના કેપ્ટન અને વિકેટકીપર દિનેશ કાર્તિક પર ટીમને ખિતાબ સુધીની સફર ખેડાવવાની ભારે ભરખમ જવાબદારી છે. બોલીવુડમાં અભીનય બાદશાહ શાહરુખ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સે એ જ કરીશ્મા દેખાડવો પડશે જે કરીશ્મા તેણે, શાહરુખ ની કૈરેબિયાઇ પ્રિમિયર લીગની ટીમ ત્રિનબાગો નાઇટ રાઇડર્સે કરી દેખાડ્યો હતો. ત્રિનબાગો ટીમે ચોથી વાર આ ખિતાબ ને જીતી લીધો હતો.

કલકત્તાની ટીમ માં સુનીલ નરેન, ઇયાન મોર્ગન, આંદ્રે રસાલ, પૈટ કમિન્સ, કુલદીપ યાદવ અને યુવા ખેલાડી શુભમન ગીલ જેવા સારા ખેલાડીઓ સામેલ છે. જે કલકત્તાને વિજય સુધી પહોંચાડી શકે છે.  કેપ્ટન કાર્તિક પણ આશા રાખશે કે નરેન ઓપનીંગમાં એવીજ દમદાર બેટીંગ કરે કે, જેવી તેણે પાછળની સિઝનમાં કરી હતી. ગીલ, મોર્ગન, કાર્તિક અને રસેલ ટીમને સારો અને મજબુત સ્કોર અપાવી શકે છે. કલક્તાએ આ વખતે પૈટ કમિંન્સને આ સિઝન માટે 15.50 કરોડ રુપીયાના ભારે બજેટ થી ખરીદ્યો છે. જેના થી તે ટીમમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર કમિંન્સે તેની ભારે કિંમતને ટીમની પહેલી મેચ થી વસૂલતો દેખાવ કરવો પડશે. 27 વર્ષીય કમિંન્સ એ 82 ટી-20 મેચોમાં 97 વિકેટ મેળવી છે. આ પ્રકારના ફોર્મેટમાં તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 16 રન પર ચાર વિકેટ રહી છે.

મુંબઇ અને કલકત્તા વચ્ચે નો મુકાબલો નિશ્વિત રુપે દીલચસ્પ મુકાબલો યોજાશે, કારણ કે, મુંબઇ ની ટીમ સિઝનમાં વાપસી માટે ની લડાઇ લડવા જાનની બાજી લગાવતી લડત અપનાવતી જોવા મળશે. જ્યારે કલકત્તા સિઝનની તેની પ્રથમ મેચને જીતી લેવા માટે કમરકસી લેશે.

કોલકતા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક કેપ્ટન, ઇયોન મોર્ગન, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, શુભમન ગીલ, સિદ્ધેશ લાડ, અલી ખાન, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફરગ્યુશન, પૈટ કમિન્સ , પ્રસિદ્ધ કૃષ્ણા, સંદિપ વોરીયર, શિવમ માવી, વરુણ ચક્રવર્તી, આંદ્રે રસાલ, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, સુનિલ નરેન, નિખિલ નાઇક અને ટોમ બેટન.

મુંબઇ ઇન્ડીયન્સઃ રોહિત શર્મા કેપ્ટન, આદિત્ય તારે, અનમોલપ્રિત સિંહ, અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દીક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટિંસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લેનાધન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બલવંત રાય, ક્વિન્ટન ડિકોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, સેરફેન રદરફોર્ડ, સુર્કુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

Next Article