IND vs ENG: અમદાવાદની પિચને લઇને ICC માં ફરિયાદ કરવાને મામલે, ઇંગ્લીશ કોચે કર્યો ખુલાસો

|

Feb 27, 2021 | 12:50 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે નરન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium, ) ખાતે રમાયેલી ટેસ્ટ સિરીઝ ની ત્રીજી મેચ બે જ દીવસમાં સમેટાઇ ગઇ હતી. મહેમાન ટીમ ઇંગ્લેંડ પ્રથમ ઇનીંગમાં 112 અને બીજી ઇનીંગમાં 81 રનમાં જ ઓલ આઉટ થઇ હતી.

IND vs ENG: અમદાવાદની પિચને લઇને ICC માં ફરિયાદ કરવાને મામલે, ઇંગ્લીશ કોચે કર્યો ખુલાસો
સિલ્વરવુડ એ કહ્યુ હતુ કે, અમે નિશ્વિત રુપથી કેટલીક બાબતો અંગે ચર્ચા કરી રહ્યા છીએ.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે નરન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી ટેસ્ટ સિરીઝ ની ત્રીજી મેચ બે જ દીવસમાં સમેટાઇ ગઇ હતી. મહેમાન ટીમ ઇંગ્લેંડ પ્રથમ ઇનીંગમાં 112 અને બીજી ઇનીંગમાં 81 રનમાં જ ઓલ આઉટ થઇ હતી. મેચ બાદ ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ મોટેરાની પિચની આલોચના કરી હતી. એવી ચર્ચાઓ હતી કે પિચની ફરિયાદને લઇને હવે ICC પાસે પહોંચશે. પરંતુ હવે ઇંગ્લેંડના હેડ કોચ ક્રિસ સિલ્વરવુડ (Chris Silverwood) એ આવી તમામ અટકળોનો અંત આણી દીધો છે.

કોચ સિલ્વરવુડ એ મોટેરા પિચ સંબંધમાં આઇસીસીમાં કોઇ પણ તરફથી ઓફિશીયલ ફરિયાદ નોંધાવવાની ચર્ચાનો અંત લાવી દીધો છે. તેણે કહ્યુ હતુ કે ભારત સામેને ત્રીજી ટેસ્ટ મેચમાં તેમની ટીમ બે દિવસમાં જ હારી જવાના પહેલા વિકેટ કેટલોક સમય સારી રહેવાની આશા હતી. ભારત એ આ મેચને 10 વિકેટ થી જીતી લીધી હતી. બાકીની ચાર મેચોની શ્રેણીમાં 2-1 થી ભારતે લીડ મેળવી છે. સુનિલ ગાવાસ્કર જેવા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરોએ પિચને દોષ દેવાને બદલે પોતાના સ્પિનરોને જીતનો શ્રેય આપ્યો હતો.

સિલ્વરવુડ એ એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કેપ્ટન જો રુટ (Joe Root) ની વાતો પર અસહમતી દર્શાવી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે, ભારત આ પ્રકારની મુશ્કેલ વિકેટો પર તેમની ટીમ કરતા વધારે સારી રમત રમ્યુ હતુ. રુટ એ ભારતની પ્રથમ પારીની દરમ્યાન શાનદાર બોલીગ કરીને આઠ રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેંડના કોચ એ કહ્યુ હતુ કે, અમે એવી મુશ્કેલીમાં ફસાઇ ગયા હતા કે જેનો અમારા ખેલાડીઓએ પહેલા અનુભવ નહોતો કર્યો. તેમણે એમ પણ કહ્યુ કે, અમને આશાઓ હતી કે, વિકેટ થોડા સમય માટે સારી રહેશે પરંતુ એમ ના થયુ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

એમ પૂછવામાં આવ્યુ હતુ કે ઇંગ્લેંડ આસીસી સમક્ષ ઓફિશીયલ ફરીયાદ નોંઘાવશે કે કેમ ? જેના જવાબમાં સિલ્વરવુડ એ કહ્યુ હતુ કે જુઓ અમે નિશ્વિત રુપથી કેટલીક બાબતો અંગે ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ સાથે જ અમે આ વાત થી નિરાશ હતા કે અમે હારી ગયા અને મેચના ત્રણ દિવસ બચ્યા રહ્યા. પરંતુ દુર્ભાગ્ય થી મેચ ખતમ થઇ ગઇ હતી. તેમણે કહ્યુ કે, એટલા માટે મારા વિચાર મુજબ હવે અમે આગળની મેચ તરફ વધી રહ્યા છીએ. અમારા માટે એ મહત્વ ધરાવે છે કે અમે તેની ભરપાઇ કેવી રીતે કરી શકીએ છીએ. અમે આ માટે એ સુનિશ્વિત કરી શકીએ છીએ કે અમે પડકાર આપતા શ્રેણીને ડ્રો કરાવીએ. અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચ થી શરુ થનારી છે.

એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, અમે જવાગલ શ્રીનાથ (Javagal Srinath) સાથે વાત કરી છે, પરંતુ તે પિચને લઇને વાત નહોતી. મને લાગે છે કે, જો રુટ અને હું આ અંગે વાતચિત કરીશુ અને જોઇશુ કે કેમ રહે છે. અમારે સ્વિકાર કરવો પડશે કે અમારે આ પિચો પર વધારે બહેતર થવુ પડશે. એવી બાબતો છે જેમાં અમારે સુધાર કરવો પડશે. તમે પ્રથમ ઇનીંગને જુઓ, અમારી પાસે વધારે બનાવવા માટે અને પિચનો વધારે સારી રિતે ઉપયોગ કરવાનો મોકો હતો.

Published On - 12:43 pm, Sat, 27 February 21

Next Article