Breaking News : ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી સીરિઝમાંથી બહાર થયો

IND vs NZ : ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 11 જાન્યુઆરીથી 5 મેચની ટી20 સીરિઝ રમવાની છે. આ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી શરુઆતની 3 મેચમાંથી બહાર થયો છે.

Breaking News : ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી સીરિઝમાંથી બહાર થયો
| Updated on: Jan 09, 2026 | 9:56 AM

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચની વનડે મેચની વનડે સીરિઝ રમાશે. ત્યારબાદ બંન્ને ટીમ આમને-સામને ટી20 સીરઝ રમશે. આ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક સ્ટાર ખેલાડી સીરિઝની શરુઆતની 3 મેચમાંથી બહાર થયો છે. પરંતુ હજુ સુધી બીસીસીઆઈએ આ ખેલાડીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. છેલ્લી 2 મેચમાં આ ખેલાડીની એન્ટ્રી થઈ શકે છે. પરંતુ આનો નિર્ણય ઈજામાંથી બહાર આવ્યા બાદ લેવાશે.

 

 

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

ભારતીય ટીમના યુવા બેટ્સમેન તિલક વર્માને લઈ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તિલક વર્માની સર્જરી કરાવ્યા બાદ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી પાંચ મેચની ઘરેલું ટી20 સીરિઝની શરુઆતની 3 મેચમાંથી બહાર છે. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ કરી જણાવ્યું કે, તિલક વર્માની સર્જરી સફળ રહી છે. ગુરુવારના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. તેની રિકવરી ચાલું છે. શુક્રવારે હૈદરાબાદ માટે રવાના થશે. ડોક્ટરના જણાવ્યા મુજબ સ્વાસ્થ થયા બાદ કસરત કરાવવામાં આવશે. ત્યાર બાદ ધીમે ધીમે તેને સ્કિલ આધારિત પ્રેક્ટિસ કરશે.

3 ટી20 ઈન્ટરનેશલ મેચ

ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે, તિલક પહેલી 3 ટી20 ઈન્ટરનેશલ મેચમાં રમી શકશે નહી. સીરિઝની છેલ્લી 2 મેચમાં તે રમતો જોવા મળી શકે છે. આ વાત તેની રિકવરી પર નિર્ભર રહેશે. જો ટ્રેનિંગ અને સ્કિલ સેશનમાં યોગ્ય જોવા મળે છે. તો મેદાન પર એન્ટ્રી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ સીરિઝ 21 જાન્યુઆરીથી નાગપુરમાં શરુ થઈ રહી છે.તિલક વર્માની ગરેહાજરીમાં મિડિલ ઓર્ડર માટે ટીમ અન્ય વિકલ્પ વિશે વિચારી શકે છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી ટી20 ટીમમાં તિલક વર્મા નંબર 3 અને 4 પર રમતી જોવા મળ્યો છે. તેમજ તેનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતુ.

એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો રહ્યો 22 વર્ષનો ખેલાડી, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

 

Published On - 9:35 am, Fri, 9 January 26