ભારત અને ઓસ્ટ્રેલિયા-એ વચ્ચેની અભ્યાસ મેચ ડ્રો, બેન અને જેક વિલ્ડરમથે સદી ફટકારી

|

Dec 13, 2020 | 9:20 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે રમાયેલી અભ્યાસ મેચ ડ્રોમાં પરીણમી હતી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ત્રિ-દિવસીય ડે-નાઈટ મેચને જીતવા ઓસ્ટ્રેલિયાને 437 રન જરુર હતા. પરંતુ 4 વિકેટ ગુમાવીને 307 રન બનાવ્યા બાદ બંને ટીમો મેચને ડ્રોમાં લઈ જવા સહમત થયા હતા. ઓસ્ટ્રેલિયા-એના બેન મેક્ડરમટ અને જેક વિલ્ડરમથે સદી ફટકારીને હારથી બચાવી લીધુ હતુ. […]

ભારત અને ઓસ્ટ્રેલિયા-એ વચ્ચેની અભ્યાસ મેચ ડ્રો, બેન અને જેક વિલ્ડરમથે સદી ફટકારી

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે રમાયેલી અભ્યાસ મેચ ડ્રોમાં પરીણમી હતી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ત્રિ-દિવસીય ડે-નાઈટ મેચને જીતવા ઓસ્ટ્રેલિયાને 437 રન જરુર હતા. પરંતુ 4 વિકેટ ગુમાવીને 307 રન બનાવ્યા બાદ બંને ટીમો મેચને ડ્રોમાં લઈ જવા સહમત થયા હતા. ઓસ્ટ્રેલિયા-એના બેન મેક્ડરમટ અને જેક વિલ્ડરમથે સદી ફટકારીને હારથી બચાવી લીધુ હતુ.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટેસ્ટ સીરીઝ પહેલા રમાયેલી બંને અભ્યાસ મેચ ડ્રો રહી હતી. બંને મેચમાં પ્રથમ ત્રણેય ઈનીંગમાં ભારતીય ટીમની બેટીંગ વિખરાયેલી રહી હતી. જો કે અંતિમ પારીમાં બેટ્સમેનોએ સારુ પ્રદર્શન કર્યુ હતુ. બોલીંગમાં પણ ટીમનું પ્રદર્શન સારુ રહ્યુ હતુ. જો કે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની વિકેટ મેળવવામાં સફળ રહ્યા નહોતા. જેને લઈને મેચ ડ્રો તરફ આગળ વધી હતી. ભારતે 389 રન બનાવીને ઈનીંગને ડીકલેર કરી દીધી હતી.

અંતિમ દિવસની શરુઆત સારી રહી હતી. શામીએ બંને ઓપનરોને પોતાના શિકાર બનાવી ઝડપથી પેવેલીયન મોકલ્યા હતા. જ્યારે મહંમદ સિરાજે પણ એક વિકેટ ઝડપી હતી. આમ 25 રન પર જ ત્રણ વિકેટ ઓસ્ટ્રેલીયાએ ગુમાવી હતી. વિહારીએ કેરીની વિકેટ ઝડપી હતી. ટેસ્ટને ધ્યાનમાં રાખીને શામી અને બુમરાહને બોલીંગ વધુ નહોતી અને જેનો ફાયદો હરીફ ટીમે ઉઠાવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: અમદાવાદ: મેયરની ટર્મ પુરી થતાં મહત્વની બેઠક, CM, ગૃહ રાજ્યપ્રધાન, ધારાસભ્યો હાજર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article