એક વર્ષે ભારતીય મહિલા હોકી ટીમ આંતરાષ્ટ્રીય મેચ રમશે, આર્જેન્ટી સામે 17 જાન્યુઆરી થી મેચનો પ્રારંભ

|

Dec 31, 2020 | 4:02 PM

ભારતીય મહિલા હોકી ટીમ (Women’s Hockey Team) જાન્યુઆરી 2021માં આર્જેન્ટીના પ્રવાસ (Argentina Tour) કરશે. જે લગભગ એક વર્ષ બાદ મહિલા હોકી ટીમનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. હોકી ઇન્ડીયા (Hockey India) ની જાણકારી અનુસાર ભારતીય ટીમના 25 ખેલાડીઓ પ્રવાસમાં જશે. સાથે જ સાત સહયોગી સટાફ અને કોર સમુહ ત્રીજી જાન્યુઆરી દિલ્હી થી આર્જેન્ટીના માટે રવાના થશે. ભારતીય […]

એક વર્ષે ભારતીય મહિલા હોકી ટીમ આંતરાષ્ટ્રીય મેચ રમશે, આર્જેન્ટી સામે 17 જાન્યુઆરી થી મેચનો પ્રારંભ

Follow us on

ભારતીય મહિલા હોકી ટીમ (Women’s Hockey Team) જાન્યુઆરી 2021માં આર્જેન્ટીના પ્રવાસ (Argentina Tour) કરશે. જે લગભગ એક વર્ષ બાદ મહિલા હોકી ટીમનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. હોકી ઇન્ડીયા (Hockey India) ની જાણકારી અનુસાર ભારતીય ટીમના 25 ખેલાડીઓ પ્રવાસમાં જશે. સાથે જ સાત સહયોગી સટાફ અને કોર સમુહ ત્રીજી જાન્યુઆરી દિલ્હી થી આર્જેન્ટીના માટે રવાના થશે. ભારતીય ટીમ 17 જાન્યુઆરીથી આર્જેન્ટીના સામે આઠ મેચ રમશે. હોકી ઇન્ડિયા અને આર્જેન્ટીના હોકી સંઘ બંને ટીમો માટે બાયો બબલ તૈયાર કરવામાં આવ્યુ છે. બંને ટીમના ખેલાડી બાયો બબલ થી બહાર નિકળી શકશે નહી. તેમજ બહારની કોઇ પણ વ્યક્તિને મળી શકશે નહી.

ટીમ કોચ અને બસમાં બેસવા માટેની વ્યવસ્થા ખુબ જ સમજણ સાથે સાવધાનીપૂર્વક કરવામાં આવી છે. ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન રાની રામપાલ એ આ પ્રવાસને લઇને વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, ટોક્યો ઓલંપિકના માટે જુલાઇ 2021માં પહોંચવા માટે હવે માત્ર 200 દિવસ અંદાજે બાકી રહ્યા છે. આર્જેન્ટીના જેવી મજબૂત ટીમ સામે રમીને તૈયારી કરવી જરુરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાની એ કહ્યુ હતુ કે, અમારી ટીમ આ તક થી ખૂબ જ રોમાંચિત છે. આના થી અમને ખ્યાલ આવશે કે બેંગ્લોરમાં પાંચ મહિનાની રાષ્ટ્રીય શિબીર બાદ અમે કઇ સ્થિતીમાં છીએ. ભારતીય ટીમના કોચ શુઅર્ડ મરિને કહ્યુ હતુ કે, હું ખુશ છુ. એક વર્ષ બાદ અમને આંતરરાષ્ટ્રીય મેચ રમવા મળી રહી છે. આના થી અમને એ પણ અંદાજ આવશે કે, ટોકિયો ઓલંપિકની તૈયારીઓ માટે આગળનુ કદમ શુ હશે. ભારતીય મહિલા ટીમએ આખરી આંતરરાષ્ટ્રીય મેચ ગત જાન્યુઆરી માસમાં ન્યુઝીલેન્ડમાં રમી હતી. ભારતે ન્યુઝીલેન્ડ અને બ્રિટન સામેની પાંચ મેચોની સીરીઝમાં ત્રણ મેચો જીતી હતી.

Next Article