36નો આંકડો ! રવિ શાસ્ત્રીએ બતાવ્યો ટીમ ઈન્ડિયા અને પોતાના માટે આ આંકડાથી શુ છે નિસ્બત

|

Mar 11, 2021 | 1:02 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ એક ટ્વીટ કરીને બતાવ્યુ હતુ કે, તેમનો અને ટીમ ઇન્ડીયાને 36 આંકડા સાથે શુ છે ખાસ સંબંધ. શાસ્ત્રીને તેના કેરિયરમાં પણ 36 નંબરની ખાસ ભૂમિકા રહી છે.

36નો આંકડો ! રવિ શાસ્ત્રીએ બતાવ્યો ટીમ ઈન્ડિયા અને પોતાના માટે આ આંકડાથી શુ છે નિસ્બત
Ravi Shastri

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ એક ટ્વીટ કરીને બતાવ્યુ હતુ કે, તેમનો અને ટીમ ઇન્ડીયાને 36 આંકડા સાથે શુ છે ખાસ સંબંધ. શાસ્ત્રીને તેના કેરિયરમાં પણ 36 નંબરની ખાસ ભૂમિકા રહી છે. રવિ શાસ્ત્રીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ઘણાં બધા 36, મારા 6 છગ્ગા, એડીલેડ (Adelaide Test) માં ટીમના 36 રન, વન ડેમાં ભારત તરફથી રમનારો 36 મો ખેલાડી. સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar) 36 અને યુવરાજ સિંહ (Yuvraj Singh) ના 6 છગ્ગા. બીજુ પણ ઘણુ બધુ. રવિ શાસ્ત્રીએ યુવરાજને પણ પોતાની ટ્વીટમાં ટેગ કર્યો હતો.

રવિ શાસ્ત્રીએ વર્ષ 1984-85માં રણજી સિઝનમાં મુંબઇ અને વડોદરા વચ્ચે રમાયેલી રણજી મેચમાં 6 બોલમાં 6 છગ્ગા લગાવ્યા હતા. વડોદરાના સ્પિનર તિલકરાજ ની ઓવરમાં શાસ્ત્રીએ તે કારનારુ કરી દેખાડ્યુ હતુ. શાસ્ત્રી ને તે પરાક્રમ કર્યાને 36 વર્ષ થઇ ચુક્યા છે. આ છ છગ્ગાઓનો પણ યોગ 36 જ થાય છે. ભારતના પૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રી તે સમયે કોમેન્ટરી બોક્સમાં હતા, જ્યારે યુવરાજ સિંહ એ વર્ષ 2007 ના T20 વિશ્વકપમાં ઇંગ્લેંડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વર્ષ 1975 ના વિશ્વકપમાં સુનિલ ગાવાસ્કર એ ઇંગ્લેંડ સામે નોટઆઉટ 36 રન બનાવ્યા હતા. તેમની એ રમતને ખરાબ કારણે યાદ કરવામાં આવે છે. તે સમયે કોઇને પણ સમજણ નહોતી પડી રહી કે, આખરે ગાવાસ્કરે 36 રન બનાવવા માટે 174 બોલની રમત કેમ રમી. તેમણે ખૂબ ડોટ બોલ રમ્યા હતા. ખાસ કરીને ગાવાસ્કર એ આ રમત ત્યારે રમી હતી, જ્યારે ભારતે 60 ઓવરમાં 335 રન નુ ટાર્ગેટ હાંસલ કરવાનુ હતુ. આ ઉપરાંત પણ ગાવાસ્કરની કેપ્ટનશીપમાં ભારત એ 1985માં બેંઝન એન્ડ હેઝેઝ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. જે વખતે ગાવાસ્કરની ઉંમર 36 વર્ષની હતી.

ગત વર્ષ ડિસેમ્બર માં એડિલેડ ટેસ્ટની બીજી ઇનીંગમાં ભારતીય ટીમ માત્ર 36 રનના સ્કોર પર જ સમેટાઇ ગઇ હતી. ભારત આ ટેસ્ટ ને 8 વિકેટ થી હારી ગયુ હતુ. જોકે ત્યાર બાદ એજ શ્રેણીમાં 2-1 થી વિજય મેળવીને બોર્ડર ગાવાસ્કર ટ્રોફી મેળવી હતી. હાલમાં જ ભારત અને ઇંગ્લેંડને ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં 3-1 થી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન બનાવ્યુ છે.

Next Article