ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલીયામાં રોકાવા ઇચ્છી રહ્યો છે હાર્દીક પંડ્યા? જાણો તેનો જવાબ

|

Dec 07, 2020 | 11:23 AM

હાર્દીક પંડ્યા ઓસ્ટ્રેલીયાની સામે ભારતની ટીમ માટે સામેલ નથી. પરંતુ વન ડે અને ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારા ઓલરાઉન્ડરે ટેસ્ટ મેચને લઇને પણ ઇચ્છા અંગે જણાવ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે ટીમ મેનેજમેન્ટ ઇચ્છતુ હોય તો મને રોકાવા માટે કોઇ વાંધો નથી. પીઠની સર્જરી બાદ મેદાન પર પરત આવનારા પંડ્યાએ હજુ સુધી નિયમીત બોલીંગ શરુ […]

ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલીયામાં રોકાવા ઇચ્છી રહ્યો છે હાર્દીક પંડ્યા? જાણો તેનો જવાબ

Follow us on

હાર્દીક પંડ્યા ઓસ્ટ્રેલીયાની સામે ભારતની ટીમ માટે સામેલ નથી. પરંતુ વન ડે અને ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારા ઓલરાઉન્ડરે ટેસ્ટ મેચને લઇને પણ ઇચ્છા અંગે જણાવ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે ટીમ મેનેજમેન્ટ ઇચ્છતુ હોય તો મને રોકાવા માટે કોઇ વાંધો નથી. પીઠની સર્જરી બાદ મેદાન પર પરત આવનારા પંડ્યાએ હજુ સુધી નિયમીત બોલીંગ શરુ કરી નથી.

તેને એ પુછવામા આવ્યુ હતુ કે, શુ તે 17 ડિસેમ્બર થી શરુ થનારી ચાર ટેસ્ટ મેચ ની સીરીઝ માટે ઓસ્ટ્રેલીયામાં રોકાવા ઇચ્છે છે. જેના જવાબમાં પંડ્યાએ કહ્યુ હતુ કે, આ એક અલગ પ્રકારની મેચ છે. મને લાગે છે કે મારે હોવુ જોઇએ, મારો મતલબ છે કે મને કોઇ પરેશાની નથી. જોકે અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ પર છે. એટલા માટે હાં, મને નથી લાગતુ કે આના માટે વધારે કંઇ હું કહી શકુ. પંડ્યા પ્રવાસ અગાઉ આઇપીએલ વિજેતા મુંબઇ ઇન્ડિયન ટીમનો હિસ્સો હતો, જેમાં તેણે દમદાર પ્રદર્શન કર્યુ હતુ. પંડ્યાએ વન ડે અને ટી20માં પણ શાનદાર રમત દાખવી હતી. તેની રમત ને લઇને ટીમ ઇન્ડીયા ટી20 સીરીઝ જીતવા સફળ રહી શકી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ અંગે હાર્દીક પંડ્યા કહ્યુ હતુ કે લોકડાઉન દરમ્યાન પણ તેણે જરુરીયાતના સમયે મેચ ફીનીશ કરવાની મહારત હાંસલ કરવા પર કાર્ય કરતો હતો. તે જરુરી નથી કે હું વધારે રન બનાવુ કે પછી ઓછા રન. હું કેટલીક વાર એવી સ્થિતીયોમાં થી ગુજર્યો છુ, જેમાં મારી ભૂલો થી શિખ્યો છુ. હું આત્મવિશ્વાસ સાથે રમુ છુ, જેના થી ખુદને પ્રેરિત કરુ છુ. સાથએ અતિ આત્મવિશ્વાસી નથી બનતો. હું હંમેશા એ સમયને યાદ રાખુ છુ, જ્યારે મોટા સ્કોરનો પીછો કર્યો હતો જેના થી મદદ મળે છે. પંડ્યાએ ભારતને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટી20 ની બીજી મેચમાં પણ ફીનીશર ની રીતે રમતો નજરે ચઢ્યો હતો. આ મેચમાં પંડ્યાએ ડેબ્યુ બોલર ડેનિયલ સેમ્સના બોલ પર બે છગ્ગા લગાવીને, ભારતને બે બોલ બાકી રાખીને જીત અપાવી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article