Test Record: જે ત્રણ ખેલાડીઓ કે જેમણે ઓછી ઉંમરમાં જ 100 ટેસ્ટ મેચ રમી હોય, જાણો

|

Feb 08, 2021 | 7:10 AM

ક્રિકેટ રમનારા દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે કે તે પોતાના દેશ માટે ટેસ્ટ ફોર્મેટ (Test format) રમી શકે. ટેસ્ટ ને ક્રિકેટનું સૌથી મુશ્કેલ અને વાસ્તવિક ફોર્મેટ માનવામાં આવે છે. ઘણા ખેલાડીઓ આ ફોર્મેટમાં ડેબ્યૂ કરે છે, પરંતુ લાંબા સમય સુધી આ ફોર્મેટ રમવાનું તેમના માટે સહેલું નથી.

Test Record: જે ત્રણ ખેલાડીઓ કે જેમણે ઓછી ઉંમરમાં જ 100 ટેસ્ટ મેચ રમી હોય, જાણો
ક્રિકેટર માટે 100 ટેસ્ટ મેચ રમવી એ એક મોટી સિદ્ધિ ગણાય છે.

Follow us on

ક્રિકેટ રમનારા દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે કે તે પોતાના દેશ માટે ટેસ્ટ ફોર્મેટ (Test format) રમી શકે. ટેસ્ટ ને ક્રિકેટનું સૌથી મુશ્કેલ અને વાસ્તવિક ફોર્મેટ માનવામાં આવે છે. ઘણા ખેલાડીઓ આ ફોર્મેટમાં ડેબ્યૂ કરે છે, પરંતુ લાંબા સમય સુધી આ ફોર્મેટ રમવાનું તેમના માટે સહેલું નથી. આ ફોર્મેટમાં લાંબા સમય સુધી રમવા માટે, તમારુ પ્રદર્શન જ નહી પરંતુ તેની સાથે સારી તંદુરસ્તી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક બેટ્સન તરીકે તમારે કલાકો સુધી બેટીંગ કરવી પડે છે અને એક બોલર તરીકે પણ તમારે લાંબા સ્પેલ નાંખવા પડે છે.

ક્રિકેટર માટે 100 ટેસ્ટ મેચ રમવી એ એક મોટી સિદ્ધિ ગણાય છે. જ્યારે કોઈ ખેલાડી આ લક્ષ્ય પ્રાપ્ત કરે છે, ત્યારે તે સફળ ખેલાડીઓની યાદીમાં સામેલ થાય છે. એક ખેલાડી માત્ર ત્યારે જ 100 ટેસ્ટ રમી શકે છે, જ્યારે તે સતત સારું પ્રદર્શન કરવામાં સક્ષમ હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં તમે લાંબા સમય સુધી સારા પ્રદર્શનના આધારે જ ટકી શકો છો. એવા 3 ખેલાડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે સૌથી નાની વયે 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ હાંસલ કરી. જે યાદીમાં ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Jo Root), માસ્ટર બ્લાસ્ટર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને ઇંગ્લેંડના એલેસ્ટેયર કુક (Alastair Cook) નો સમાવેશ થાય છે.

1. જો રુટ, કેપ્ટન ઇંગ્લેંડ
ચેન્નાઈ ટેસ્ટ સાથે જો રુટ 30 વર્ષ 37 દીવસની ઉંમરે તેની કારકિર્દીની 100 ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આમ કરનારો તે ઇંગ્લેન્ડનો 15 મો ખેલાડી છે, જ્યારે તે આ સિદ્ધિ હાંસલ કરનારો ત્રીજો સૌથી યુવા ખેલાડી છે. રુટની આ વિશેષ સિદ્ધિ પર તેના સાથી બેન સ્ટોક્સે ટીમ વતી ખાસ કેપ ભેટ કરી હતી. રુટે ભારત સામે તેની કારકિર્દીની 100મી અને 50મી ટેસ્ટ મેચ રમી હતી. હાલમાં તે ભારત અને ઇંગ્લેંડ (India vs England) સામેની ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) મેચ રમી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2. સચિન તેંડુલકર, ભારત
16 વર્ષ અને 205 દીવસની ઉંમરે જ ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરનારા દિગ્ગજ તેંડુલકર આગળ જતા ક્રિકેટનો ભગવાન તરીકે ઓળખાવા લાગ્યો હતો. તેંડુલકરે તેના સોનેરી કેરિયરમાં અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. તેમાની જ એક ઉપલબ્ધિ છે, સૌથી ઓછી ઉંમરમાં 100મી ટેસ્ટ મેચ રમવી. તેંડુલકર એ વર્ષ 2002માં ઇંગ્લેંડની સામે ઓવલમાં આ ઉલબ્ધી હાંસલ કરી હતી. તેંડુલકરનો આ રેકોર્ડ બાદમં ઇંગ્લેંડના એક બેટ્સમેન દ્વારા તોડી દેવાયો હતો. જોકે એક ભારતીય ખેલાડી તે રેકોર્ડ કાયમ છે.

3. એલેસ્ટેયર કુક, ઇંગ્લેંડ
ઇંગ્લેંડના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન ગણાતા એલેસ્ટેર કુક ટેસ્ટ ક્રિકેટમાં માહિર ખેલાડી માનવમાં આવે છે. કુક એ પોતાની નિરંતરતાથી સૌને આશ્વર્યમાં નાંખી દીધા હતા. એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે, ટેસ્ટમાં સચિનના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી પાડશે. પરંતુ તેણે એ પહેલા જ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. કુક 100 ટેસ્ટ રમવા વાળો સૌથી ઓછી ઉંમરનો ખેલાડી છે. તેણે આ ઉપલબ્ધી 28 વર્ષ, 353 દિવસની ઉંમરમાં જ હાંસલ કરી હતી.

Published On - 7:02 am, Mon, 8 February 21

Next Article