T20 World Cup 2024: ભારત ટી20 વર્લ્ડ કપ 2024 ટીમ: ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં ઓપનર કોણ છે, મિડલ ઓર્ડરમાં કયા બેટ્સમેન હશે અને ફાસ્ટ બોલિંગ અને સ્પિનની જવાબદારી કોને સોંપવામાં આવી છે. BCCIએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ અનેક ખેલાડીઓ સાથે ચર્ચા બાદ આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
T20 વર્લ્ડ કપ 2024 માં રોહિત શર્મા કેપ્ટન રહેશે જ્યારે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે T20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં રિષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલનો ટીમમાં સમાવેશ કરાયો નથી.
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
સ્ટેન્ડ બાય: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન
India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced
Let’s get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
— BCCI (@BCCI) April 30, 2024
બેટ્સમેન (5):
કેપ્ટન રોહિત શર્માની સાથે, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ યુનિટનો મહત્વપૂર્ણ હિસ્સો હશે. શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. યશસ્વી ઓપનિંગ કરે તેવી શક્યતા છે, જ્યારે શિવમ દુબે ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.
વિકેટકીપર (2):
વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી છે. પંતે IPL 2024 દ્વારા પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે.
ઓલરાઉન્ડર (3):
ઓલરાઉન્ડરોની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટનની જવાબદારી પણ સંભાળશે. તમને જણાવી દઈએ કે IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ તેમના સારા પ્રદર્શનનુ ફળ મળ્યુ છે.
સ્પિનર્સ (2):
કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો નિષ્ણાત સ્પિન બોલર તરીકે વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લેગ સ્પિનર ચહલ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાવાનો હોવાથી ધીમી પીચો પર કુલદીપ અને ચહલની ભૂમિકા ઘણી મહત્વની સાબિત થઈ શકે.
ફાસ્ટ બોલર (3):
જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ યુનિટમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે જ મોહમ્મદ સિરાજને ત્રીજા સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્તમાન IPL સિઝનમાં સિરાજ ચોક્કસપણે મોંઘો સાબિત થયો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
T20 વર્લ્ડ કપ ગ્રુપ:
ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ સી- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ ડી- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળT20 વર્લ્ડ કપની તમામ 55 મેચોનું શેડ્યૂલ:
1. શનિવાર, જૂન 1 – યુએસએ vs કેનેડા, ડલ્લાસ
2. રવિવાર, 2 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs પાપુઆ ન્યુ ગિની, ગુયાના
3. રવિવાર, જૂન 2 – નામિબિયા vs ઓમાન, બાર્બાડોસ
4. સોમવાર, 3 જૂન – શ્રીલંકા vs દક્ષિણ આફ્રિકા, ન્યૂયોર્ક
5. સોમવાર, 3 જૂન – અફઘાનિસ્તાન vs યુગાન્ડા, ગયાના
6. મંગળવાર, જૂન 4 – ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ, બાર્બાડોસ
7. મંગળવાર, 4 જૂન – નેધરલેન્ડ vs નેપાળ, ડલ્લાસ
8. બુધવાર, 5 જૂન – ઈન્ડિયા Vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક
9. બુધવાર, 5 જૂન – પાપુઆ ન્યુ ગિની vs યુગાન્ડા, ગયાના
10. બુધવાર, 5 જૂન – ઓસ્ટ્રેલિયા vs ઓમાન, બાર્બાડોસ
11. ગુરુવાર, 6 જૂન – યુએસએ vs પાકિસ્તાન, ડલ્લાસ12. ગુરુવાર, 6 જૂન – નામિબિયા vs સ્કોટલેન્ડ, બાર્બાડોસ
13. શુક્રવાર, જૂન 7 – કેનેડા vs આયર્લેન્ડ, ન્યૂ યોર્ક
14. શુક્રવાર, 7 જૂન – ન્યુઝીલેન્ડ vs અફઘાનિસ્તાન, ગયાના
15. શુક્રવાર, 7 જૂન – શ્રીલંકા vs બાંગ્લાદેશ, ડલ્લાસ
16. શનિવાર, 8 જૂન – નેધરલેન્ડ vs દક્ષિણ આફ્રિકા, ન્યુ યોર્ક
17. શનિવાર, 8 જૂન – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, બાર્બાડોસ
18. શનિવાર, 8 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs યુગાન્ડા, ગયાના
19. રવિવાર, 9 જૂન – ભારત વિ પાકિસ્તાન, ન્યૂયોર્ક
20. રવિવાર, 9 જૂન – ઓમાન vs સ્કોટલેન્ડ, એન્ટિગુઆ
21. સોમવાર, 10 જૂન – દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ, ન્યૂ યોર્ક
22. મંગળવાર, જૂન 11 – પાકિસ્તાન vs કેનેડા, ન્યૂયોર્ક23. મંગળવાર, જૂન 11 – શ્રીલંકા vs નેપાળ, ફ્લોરિડા
24. મંગળવાર, જૂન 11 – ઓસ્ટ્રેલિયા vs નામિબિયા, એન્ટિગુઆ
25. બુધવાર, 12 જૂન – યુએસએ vs ભારત, ન્યુ યોર્ક
26. બુધવાર, 12 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ
27. ગુરુવાર, 13 જૂન – ઈંગ્લેન્ડ vs ઓમાન, એન્ટિગુઆ
28. ગુરુવાર, 13 જૂન – બાંગ્લાદેશ vs નેધરલેન્ડ, સેન્ટ વિન્સેન્ટ
29. ગુરુવાર, 13 જૂન – અફઘાનિસ્તાન vs પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
30. શુક્રવાર, જૂન 14 – યુએસએ vs આયર્લેન્ડ, ફ્લોરિડા
31. શુક્રવાર, 14 જૂન – દક્ષિણ આફ્રિકા vs નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
32. શુક્રવાર, જૂન 14 – ન્યુઝીલેન્ડ vs યુગાન્ડા, ત્રિનિદાદ
33. શનિવાર, 15 જૂન – ભારત વિ કેનેડા, ફ્લોરિડા34. શનિવાર, 15 જૂન – નામિબિયા vs ઈંગ્લેન્ડ, એન્ટિગુઆ
35. શનિવાર, 15 જૂન – ઓસ્ટ્રેલિયા vs સ્કોટલેન્ડ, સેન્ટ લુસિયા
36. રવિવાર, 16 જૂન – પાકિસ્તાન vs આયર્લેન્ડ, ફ્લોરિડા
37. રવિવાર, જૂન 16 – બાંગ્લાદેશ vs નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
38. રવિવાર, 16 જૂન – શ્રીલંકા vs નેધરલેન્ડ, સેન્ટ લુસિયા
39. સોમવાર, 17 જૂન – ન્યુઝીલેન્ડ vs પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
40. સોમવાર, જૂન 17 – વેસ્ટ ઈન્ડિઝ vs અફઘાનિસ્તાન, સેન્ટ લુસિયા
41. બુધવાર, જૂન 19 – A2 vs D1, એન્ટિગુઆ
42. બુધવાર, જૂન 19 – B1 vs C2, સેન્ટ લુસિયા
43. ગુરુવાર, જૂન 20 – C1 vs A1, બાર્બાડોસ
44. ગુરુવાર, જૂન 20 – B2 vs D2, એન્ટિગુઆ45. શુક્રવાર, જૂન 21 – B1 vs D1, સેન્ટ લુસિયા
46. શુક્રવાર, જૂન 21 – A2 vs C2, બાર્બાડોસ
47. શનિવાર, જૂન 22 – A1 vs D2, એન્ટિગુઆ
48. શનિવાર, જૂન 22 – C1 vs B2, સેન્ટ વિન્સેન્ટ
49. રવિવાર, જૂન 23 – A2 vs B1, બાર્બાડોસ
50. રવિવાર, જૂન 23 – C2 vs D1, એન્ટિગુઆ
51. સોમવાર, 24 જૂન – B2 vs A1, સેન્ટ લુસિયા
52. સોમવાર, જૂન 24 – C1 vs D2, સેન્ટ વિન્સેન્ટ
53. બુધવાર, જૂન 26 – સેમી 1, ગયાના
54. ગુરુવાર, જૂન 27 – સેમી 2, ત્રિનિદાદ
55. શનિવાર, જૂન 29 – ફાઇનલ, બાર્બાડોસ
આ પણ વાંચો: T20 World Cup 2024 : IPL વચ્ચે T20 વર્લ્ડ કપ માટે રવાના થશે ટીમ ઈન્ડિયા, આ તારીખે ટીમ રવાના થશે!
Published On - 3:52 pm, Tue, 30 April 24