
ટી20 વર્લ્ડકપ 2026 અનેક ભાષામાં ટેલીકાસ્ટ કરવામાં આવશે. ત્યારે કોમેન્ટેટર તરીકે અનેક મોટા નામ ટી20 વર્લ્ડકપ 2026માં જોડાશે.જેમાં સૌથી મોટું નામ સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી છે. પાકિસ્તાનનો વસીમ અકરમ અને રમીઝ રાઝા પણ કોમેન્ટેટર તરીકે જોવા મળશે. આઈસીસીએ 40 દિગ્ગજોને કોમેન્ટેટર તરીકે પોતાની સાથે જોડ્યા છે.તમને જણાવી દઈએ કે,ICCએ T20 વર્લ્ડ કપની 10મી સીઝન માટે કોમેન્ટેટર્સનું લિસ્ટ જાહેર કર્યું છે. ટી ટી20 વર્લ્ડકપ 7 ફેબ્રુઆરીના રોજ ભારત અને શ્રીલંકામાં શરુ થશે. જેમાં અનેક જાણીતા ઈન્ટરનેશનલ સ્ટાર્સ સામેલ થશે. કારણ કે, ICC.TV લાઇસન્સધારકોને વિશ્વ ફીડ સેવા પૂરી પાડશે, જે તમામ માર્કેટમાં સતત ઉચ્ચ-ગુણવત્તાવાળા કવરેજની ખાતરી કરશે.
ફેમસ કોમેન્ટેટર રવિ શાસ્ત્રી, નાસિર હુસૈન, ઈયાન સ્મિથ અને ઈયાન બિશપ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. જ્યારે ટી20 વર્લ્ડકપ જીતનાર પૂર્વ ખેલાડી એરૉન ફિંચ,દિનેશ કાર્તિક, કુમાર સંગકારા,સૈમુઅલ બદ્રી, રોબિન ઉથપ્પા ,કાર્લોસ બ્રૈથવેટ પણ કોમેન્ટ્રી પેનલમાં સામેલ થશે. આ સિવાય હાલમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતનાર કેપ્ટન ટેમ્બુ બાવુમા પણ કોમેન્ટ્રી કરતા જોવા મળશે. જ્યારે 2014ના ટી20 વર્લ્ડકપની વિજેતા એજેલો મૈથ્યુઝ પણ આ લિસ્ટમાં સામેલ છે.
જ્યારે ટીવી એટલું પ્રચલિત નહોતું, ત્યારે લોકો ફક્ત રેડિયો પર કોમેન્ટ્રી સાંભળીને મેચનો આનંદ માણતા હતા. હવે, લોકો મેચ જોતી વખતે કોમેન્ટ્રીનો આનંદ માણવાનું પસંદ કરે છે.T20 વર્લ્ડ કપમાં સિનિયર હિન્દી કોમેન્ટેટર્સ પ્રતિ મેચ લગભગ 6-10 લાખ કમાય છે, જ્યારે જુનિયર કોમેન્ટેટર્સ પ્રતિ મેચ લગભગ 35,000-40,000 કમાઈ શકે છે. કોમેન્ટેટરની ફી અનુભવના આધારે બદલાય છે, જ્યારે ટોચના હિન્દી કોમેન્ટેટર્સ IPL જેવી ટુર્નામેન્ટમાં કરોડો રુપિયા કમાય છે.T20 World Cup 2026ની ફાઈનલ 8 માર્ચના રોજ રમાશે.
તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપની શરુઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. જેમાં 20 ટીમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે.ટી20 વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની 7 ફેબ્રુઆરીના સાંજે 6 કલાકથી શરુ થશે.
Published On - 2:30 pm, Fri, 6 February 26