T20 World Cup Opening Ceremony 2026 Start Time : ઓપનિંગ સેરેમનીમાં નોરા ફતેહી સહિત આ સ્ટાર પરફોર્મ કરશે

T20 World Cup Opening Ceremony: ટી20 વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની 7 ફેબ્રુઆરીના સાંજે 6 કલાકથી શરુ થશે. આ કાર્યક્રમમાં બોલિવુડના અનેક દિગ્ગજ કલાકારો પર્ફોમન્સ કરતા જોવા મળશે.

T20 World Cup Opening Ceremony 2026 Start Time : ઓપનિંગ સેરેમનીમાં નોરા ફતેહી સહિત આ સ્ટાર પરફોર્મ કરશે
| Updated on: Feb 06, 2026 | 4:47 PM

T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપની શરુઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. જેમાં 20 ટીમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે. ટી20 ક્રિકેટની ઓપનિંગ સેરેમનીમાં નોરા ફતેહી સહિત અનેક સ્ટાર પરફોર્મ કરશે. આ પરફોમન્સની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે,7 ફેબ્રુઆરીના રોજ ટી20 વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની યોજાશે. આ સેરેમની ભારત અને યુએસએની મેચ પહેલા થશે. આમ તો ટૂર્નામેન્ટની શરુઆત પહેલા મેચ રમાઈ જશે પરંતુ ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ સાંજે 6 કલાકે વાનખેડે સ્ટેડિયમમાં થશે.

T20 World Cup 2026ની ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ પર્ફોમન્સ કરશે?

ટી20 વર્લ્ડકપની ઓપનિંગ સેરેમનીમાં અનેક દિગ્ગજ પર્ફોમન્સ કરતા જોવા મળશે. જેમાં ફેમસ સિવામણિ પણ સામેલ છે. તેના સિવાય સિતારવાદક ઋષભ શર્મા પોતાનું જાદુ ફેલાવશે. ક્લાસિકલ સંગીત પછી ફેમસ રૈપર બાદશાહ ચાહકોને નચાવશે. આ સાથે નોરા ફતેહી પણ તેના ડાન્સથી ચાહકોને દિવાના કરશે. ત્યારબાદ અનિરુદ્ધ રવિચંદર ટી20 વર્લ્ડકપનું થીમ સોન્ગ Feel The Thrill પરફોર્મન્સ કરશે.આ સિવાય 20 ટીમોનું ગ્રાન્ડ પ્રેઝેન્ટેશન,લાઈટ એન્ડ વિઝુઅલ શો,ભારત-શ્રીલંકાની સંસ્કૃતિનું પ્રદર્શન જોવા મળશે.

 

 

ક્યાં જોઈ શકશો T20 World Cup 2026ની ઓપનિંગ સેરેમની?

T20 World Cup 2026ની ઓપનિંગ સેરેમની ટીવી અને મોબાઈલ બંન્ને પર જોઈ શકશો. ટીવી પર ઓપનિંગ સેરેમની સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકશો. લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર જોઈ શકશો.

T20 World Cup 2026માં ભારતનું શેડ્યુલ

ટી20 વર્લ્ડકપમાં ભારતની પહેલી મેચ યુએસએ વિરુદ્ધ સાંજે 7 કલાકે રમાશે. ભારતની બીજી મેચ 12 ફેબ્રુઆરીના રોજ નામીબિયા વિરુદ્ધ રમાશે. જ્યારે ત્રીજી મેચ પાકિસ્તાન સામે 15ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચ પર હાલ સંકટના વાદળો છે. કારણ કે,પાકિસ્તાનની ટીમ મેચ રમવાની ના પાડી છે. 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં મેચ રમાશે. ત્યારબાદ સુપર 8 રાઉન્ડ રમાશે. કુલ 4 ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. પહેલી સેમિફાઈનલ 4 માર્ચ અને બીજી સેમિફાઈનલ મેચ 5 માર્ચના રોજ રમાશે. તેમજ T20 World Cup 2026ની ફાઈનલ 8 માર્ચના રોજ રમાશે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો