NZ vs AUS, T20 World Cup FINAL, LIVE Streaming: ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ ક્યારે, ક્યાં, કેવી રીતે જોવી ?

|

Nov 14, 2021 | 1:52 PM

ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને અને ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને ટીમો હજુ સુધી ચેમ્પિયન બની શકી નથી.

NZ vs AUS, T20 World Cup FINAL, LIVE Streaming: ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ ક્યારે, ક્યાં, કેવી રીતે જોવી ?
Australia Cricket Team

Follow us on

T20 World Cup FINAL: 17 ઓક્ટોબરથી શરૂ થયેલો T20 વર્લ્ડ કપ આખરે તેના અંતિમ મુકામ પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે રમાનારી ફાઇનલ મેચ સાથે વિશ્વને પાંચ વર્ષ બાદ નવો ટી20 ચેમ્પિયન મળશે. 

ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરની ક્રિકેટમાં રેકોર્ડ પાંચ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે પરંતુ રસપ્રદ વાત એ છે કે, તેઓ હજુ સુધી T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી શક્યા નથી. બીજી તરફ, ન્યૂઝીલેન્ડ હંમેશા ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) સ્પર્ધાઓમાં સતત પ્રદર્શન કરનાર રહ્યું છે અને હવે એવું લાગે છે કે, તેઓ કેન વિલિયમસનના સક્ષમ નેતૃત્વ હેઠળ આગળ વધવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. આ તેમની પ્રથમ T20 વર્લ્ડ કપની ફાઈનલ હશે અને જો તેઓ જીતે છે તો તે દેશ માટે એક મોટી સિદ્ધિ હશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલ માટે તૈયાર છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓસ્ટ્રેલિયા આ વર્ષે રમાયેલી તમામ શ્રેણી ગુમાવીને આ વૈશ્વિક સ્પર્ધામાં પહોંચ્યું છે. આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી. આ સ્થિતિમાં કોઈ તેને ખિતાબના દાવેદાર તરીકે માનતું ન હતું. ફાઈનલની પૂર્વ સંધ્યાએ ફિન્ચને કહ્યું, તે અણધાર્યું નથી. અમે આ ટૂર્નામેન્ટ જીતવાનો પ્રયાસ કરવાની સ્પષ્ટ યોજના સાથે અહીં આવ્યા છીએ. અમે હંમેશા અનુભવ્યું છે કે આ કરવા માટે અમારી પાસે પ્રતિભા અને ખેલાડીઓનું એક સરસ મિશ્રણ છે.

T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ ક્યારે રમાશે?

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ 14 નવેમ્બર (રવિવાર)ના રોજ રમાશે.

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ ક્યાં રમાશે?

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ દુબઇના દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ ક્યારે શરૂ થશે?

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ન્યુઝીલેન્ડ વિ ઓસ્ટ્રેલિયા ફાઈનલ લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે.

 

આ પણ વાંચો : T20 world cup 2021ની ફાઈનલ મેચમાં ભારતીય અમ્પાયર મેનન ટીવી અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે

Next Article