T20 World CupT20 કોરોના વાયરસનો ડર, ફેન્સ અલગ અંદાજમાં મેચ જોતા જોવા મળ્યા, વીડિયો જુઓ

|

Oct 24, 2021 | 11:53 AM

અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમ(Sheikh Zayed Stadium)માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દરમિયાન (Social Distancing)નું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું.

T20 World CupT20 કોરોના વાયરસનો ડર, ફેન્સ અલગ અંદાજમાં મેચ જોતા જોવા મળ્યા, વીડિયો જુઓ
T20 World CupT20

Follow us on

T20 World Cup : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) નો સુપર -12 તબક્કો શરૂ થઈ ગયો છે, પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (Australia vs South Africa) વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો.

મેચનો આનંદ માણ્યો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અબુધાબી (Abu Dhabi)માં શેખ ઝાયેદ સ્ટેડિયમ (Sheikh Zayed Stadium)સુપર -12 ની પ્રથમ મેચ જોવા માટે, ઘણા ચાહકો સ્ટેન્ડની નિયમિત બેઠકો પર બેઠા હતા, અને ઘણા દર્શકો માટે ખાસ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

 

સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યું

કોરોના વાઈરસ રોગચાળા(Coronavirus Pandemic)ની અસર ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી, તેની કાળજી લેતા સ્ટેડિયમના મેનેજમેન્ટે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) નું ખાસ ધ્યાન રાખ્યું છે.બોક્સની વ્યવસ્થા કરી છે.

કાંગારૂની જીત

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા(Australia) ના કેપ્ટન એરોન ફિન્ચે (Aaron Finch) ટોસ જીતીને દક્ષિણ આફ્રિકા(South Africa) ને પહેલા બેટિંગ માટે બોલાવ્યો હતો. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને માત્ર 118 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારૂઓએ 2 બોલ બાકી રહેતા 121 રન બનાવ્યા હતા અને મેચ 5 વિકેટે જીતી લીધી હતી.

ટુર્નામેન્ટની સૌથી વધુ હાઇ વોલ્ટેજ મેચ ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માં આજે રમાશે. દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો સામ-સામે હશે. માત્ર આ બે દેશો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મેચ પર ટકી રહેશે.

અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)ની પિચ પર 5 વખત ટકરાયા છે અને દરેક વખતે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનીને ધુળ ચટાવી છે. એટલે કે, ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને જીતવાની દ્રષ્ટિએ ભારતીય ટીમનો અનુભવ 100 ટકા સાચો છે. આ વખતે તેમનો ઈરાદો ભારતના વિજય રથને રોકવાનો અને પાકિસ્તાનને પ્રથમ જીત જોવાનો છે.

ભારતે તેની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા (Team India)એ પ્રથમ વોર્મ-અપ મેચમાં ઈંગ્લેન્ડને અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનની ટીમે એક મેચ જીતી હતી અને એક મેચ હારી હતી. પાકિસ્તાને વિન્ડીઝ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ તેને હરાવ્યું હતું. બંને પાડોશી દેશો વચ્ચેના તણાવને કારણે બંને ટીમો એકબીજા સાથે દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. બંને ટીમો વચ્ચે છેલ્લી મુકાબલો ઈંગ્લેન્ડમાં 2019 ODI વર્લ્ડ કપ (World Cup) મેચ દરમિયાન થયો હતો.

આ પણ વાંચો : IND vs PAK, T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોમાં ટક્કર ! ટીવી તોડવાના મુદ્દે વિવાદ થયો, જુઓ VIDEO

Next Article