
BCCI Announces Prize Money For Team India: ટી20 વર્લ્ડકપ 2026માં ભારતની સતત બીજી અને ખિતાબી જીત પછી બીસીસીઆઈએ ટીમને એક મોટું સમ્માન આપ્યું છે. બોર્ડે ટીમ ઈન્ડિયા માટે પ્રાઈઝમનીની જાહેરાત કરી છે. ટીમે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 96 રનથી હરાવ્યું હતુ. આખા ટૂર્નામેન્ટમાં ટીમે વિસ્ફોટક બેટિંગ ,મજબુત બોલિગ અને શાનદાર ફીલ્ડિંગ કરી હતી. જેમાં સંજુ સેમસન,જસપ્રીત બુમરાહ તેમજ અન્ય ખેલાડીઓએ મહત્વની ભુમિકા નિભાવી હતી. જેને લઈ હવે ટીમને મોટી પ્રાઈઝમની મળશે.
બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને 131 કરોડ રુપિયાની પ્રાઈઝમની આપવાની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ,સપોર્ સ્ટાફ અને અન્ય સભ્યો વચ્ચે વેચવામાં આવશે. જે અત્યારસુધીની મોટી પ્રાઈઝમની છે. બીસીસીઆઈએ ગત્ત વખતે 2024માં 125 કરોડની પ્રાઈઝમનીની જાહેરાત કરી હતી પરંતુ આ વખતે આ પ્રાઈઝમની 6 કરોડ રુપિયા વધારી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ આ 2 ટૂર્નામેન્ટ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી 2025 પણ જીતી હતી. ત્યારે પણ બીસીસીઆઈએ 58 કરોડ રુપિયા આપ્યા હતા.
News
BCCI announces a cash reward of INR 131 crore for #TeamIndia following their triumphant campaign in the ICC Men’s T20 World Cup 2026.
Details | #T20WorldCup | #MenInBlue https://t.co/eagTz1eOUb
— BCCI (@BCCI) March 10, 2026
તમને જણાવી દઈએ કે, આ પ્રાઈઝમની આઈસીસી પાસેથી મળનારી પ્રાઈઝમનીથી અલગ છે. આઈસીસીએ કુલ પ્રાઈઝ પુલમાં ચેમ્પિયન ટીમને 3 મિલિયન ડોલર (અંદાજે 27.5 કરોડ) રનર અપને 1.6 કરોડ રુપિય આપ્યા છે. પરંતુ બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓને બોનસ તરીકે આપવામાં આવ્યા છે. જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટું ટીમ બોનસમાંથી એક છે. આ પ્રાઈઝમની આવનાર સમયમાં પણ ખેલાડીઓને મોટી ટૂર્નામેન્ટ જીતવા માટે મોટિવેટ કરશે.
ટી20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ માત્ર 1 મેચ હારી હતી. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં સતત 4 મેચ જીતી સુપર-8માં સ્થાન બનાવ્યું હતુ પરંતુ સુપર-8ની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમે ફરી જીત મેળવી ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. ત્યારબાદ ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં પહોંચી હતી.
Published On - 1:01 pm, Tue, 10 March 26