T20 World Cup 2021: ક્વિન્ટન ડિ કોકે માફી માંગી, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું જોખમ ટળ્યું, આગામી મેચથી ઘૂંટણિયે પડવા તૈયાર થયો

|

Oct 28, 2021 | 3:09 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા ક્રિકેટ સાઉથ આફ્રિકાએ નિર્દેશ જાહેર કર્યો હતો કે, દરેક મેચ પહેલા તમામ ખેલાડીઓએ ઘૂંટણિયે બેસવું પડશે. ક્વિન્ટન ડિ કોકે તેના ક્રિકેટ બોર્ડની આ સૂચનાનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો.

T20 World Cup 2021: ક્વિન્ટન ડિ કોકે માફી માંગી, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું જોખમ ટળ્યું, આગામી મેચથી ઘૂંટણિયે પડવા તૈયાર થયો
quinton de kock

Follow us on

T20 World Cup 2021: દક્ષિણ આફ્રિકાના ઓપનર અને વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડિ કોકે (Quinton de Kock) વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં પોતાના કૃત્ય બદલ માફી માંગી છે. તેણે કેરેબિયન ટીમ (Caribbean team) સામેની મેચમાં ઘૂંટણિયે પડવાની ના પાડી દીધી હતી. આ કારણે તેણે મેચની શરૂઆત પહેલા પ્લેઈંગ ઈલેવનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

હવે ડી કોકે પોતાના કરેલા કૃત્ય પર શરમ અનુભવે છે અને તેણે સાથી ખેલાડીઓ તેમજ ક્રિકેટ ચાહકોની માફી માંગી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા ક્રિકેટ સાઉથ આફ્રિકા (South Africa)એ નિર્દેશ જારી કર્યો હતો કે, દરેક મેચ પહેલા તમામ ખેલાડીઓએ ઘૂંટણ ટેકવવા પડશે. ક્વિન્ટન ડિ કોક (Quinton de Kock) તેના ક્રિકેટ બોર્ડની આ સૂચનાનું પાલન કરવાનો ઇનકાર કર્યો અને મેચમાંથી બહાર બેસવાનો નિર્ણય કર્યો. પરંતુ, હવે તેણે જે કર્યું તેના માટે માફી માંગી છે અને કહ્યું છે કે, જો લોકો ઘૂંટણિયે બેસી જાય, જાગૃતિ ફેલાય અને તેમનું જીવન સારું બને, તો તેઓ આમ કરવાથી ખુશ છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

 

ડિ કોકેની માફી

સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ (South Africa Cricket Board) દ્વારા જાહેર કરવામાં આવેલા પોતાના નિવેદનમાં ડિ કોક કહ્યું, હું મારી ટીમના સાથી અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ પ્રશંસકોને માફ કરવા માંગુ છું. હું તેને મુદ્દો બનાવવા માંગતો ન હતો. મારા માટે સાઉથ આફ્રિકા અને આ દેશ માટે ક્રિકેટ રમવાથી વધુ મહત્વનું કંઈ નથી. હું મારા દેશ માટે ફરીથી ક્રિકેટ (Cricket) રમવા માંગુ છું. હું વર્લ્ડ કપ જીતવા માંગુ છું. હું એક ખેલાડી તરીકે મારી જવાબદારી સમજું છું. હું એ પણ જાણું છું કે જાતિવાદ સામે ઊભા રહેવું કેવું હોય છે. મારા ઘૂંટણિયે બેસીને લોકો શિક્ષિત થશે તો મને આનાથી વધુ ખુશી નહીં થાય.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી પરનો ખતરો ટળી ગયો

આ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડી કોકે (quinton de kock)ના ઘૂંટણિયે બેસી જવાની ના પાડતા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ ખૂબ નારાજ હતું અને તે મોટી કાર્યવાહીની તૈયારીમાં હતો, જે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી (International career)ને ગ્રહણ લાગી શકતું હતુ. પરંતુ હવે ડાબા હાથના વિકેટ કીપર બેટ્સમેનની માફી બાદ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પરનો ખતરો ટળી ગયો છે. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ડિ કોક વગર પણ જીત મેળવી હતી. હવે સુપર 12 તેની આગામી મેચ ડિકોક સાથે જીતતા જોવા મળી શકે છે.

 

આ પણ વાંચો : T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ

Next Article