T20 World Cup 2021: ટીમ ઈન્ડિયાને નામિબિયા-સ્કોટલેન્ડ જેટલા પૈસા મળ્યા, વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ કરોડોની કમાણી કરી

|

Nov 15, 2021 | 7:39 PM

T20 વર્લ્ડ કપ 2021ની ઈનામી રકમની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ઈનામી રકમ (Pakistan's prize money)નો અડધો ભાગ પણ મેળવી શકી નથી. આટલું જ નહીં ટીમ ઈન્ડિયા (Team India)ને નામિબિયા-સ્કોટલેન્ડ જેટલા પૈસા મળ્યા.

T20 World Cup 2021: ટીમ ઈન્ડિયાને નામિબિયા-સ્કોટલેન્ડ જેટલા પૈસા મળ્યા, વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ કરોડોની કમાણી કરી
Indian Cricket Team

Follow us on

T20 World Cup 2021: વિશ્વનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCI કે જેની પાસે અપાર સંપત્તિ છે. જેનો ખેલાડી વિશ્વનો સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાંથી એક છે, તેને T20 વર્લ્ડ કપ 2021માં ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.

 

T20 વર્લ્ડ કપ 2021ની ઈનામી રકમની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ઈનામી રકમ (Pakistan’s prize money)નો અડધો ભાગ પણ મેળવી શકી નથી. આટલું જ નહીં ટીમ ઈન્ડિયા (Team India)ને નામિબિયા-સ્કોટલેન્ડ જેટલા પૈસા મળ્યા.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

પ્રથમ વખત T20 વર્લ્ડ કપ (T20 World Cup) જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને 13.1 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાને ટૂર્નામેન્ટ જીતવા માટે રૂ. 11.9 કરોડ અને સુપર 12ની 5માંથી 4 મેચ જીતવા માટે બાકીના રૂ. 1.2 કરોડ મળ્યા હતા. એ જ રીતે રનરઅપ ન્યુઝીલેન્ડની ટીમને 7.15 કરોડ રૂપિયા મળ્યા. ન્યુઝીલેન્ડને સુપર-12માં 4 જીત માટે 1.2 રૂપિયા વધારાના મળ્યા

 

સેમીફાઈનલમાં પહોંચનાર ઈંગ્લેન્ડને પાકિસ્તાન કરતા ઓછા પૈસા મળ્યા છે. વાસ્તવમાં, પાકિસ્તાને સુપર-12ની તમામ મેચો જીતી લીધી હતી, જેના કારણે બાબર આઝમની ટીમને કુલ 4.5 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ સુપર-12માં એક મેચ હારી ગયું હતું, જેના કારણે મોર્ગનની સેનાને 4.2 કરોડ રૂપિયા મળ્યા હતા.

 

ટીમ ઈન્ડિયાની ઈનામી રકમની વાત કરીએ તો તે માત્ર 1.42 કરોડ રૂપિયા જ કમાઈ શકી છે. સુપર-12માં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને ત્રણ લીગ મેચ જીતવા માટે 52 લાખ અને 90 લાખ મળ્યા. તમને જણાવી દઈએ કે નામીબિયા અને સ્કોટલેન્ડને પણ 1.42 કરોડ રૂપિયા મળ્યા કારણ કે આ ટીમો વર્લ્ડ કપ ક્વોલિફાયર રમી હતી અને તેમની કુલ ઈનામી રકમ ટીમ ઈન્ડિયાની બરાબર હતી.

 

જાણો કઈ ટીમે કેટલી કમાણી કરી?

 

ઓસ્ટ્રેલિયા – 13.1 કરોડ, ન્યુઝીલેન્ડ – 7.15 કરોડ, પાકિસ્તાન – 4.5 કરોડ, ઈંગ્લેન્ડ – 4.2 કરોડ, શ્રીલંકા – 2.02 કરોડ, દક્ષિણ આફ્રિકા – 1.72 કરોડ, ભારત – 1.42 કરોડ, નામિબિયા – 1.42 કરોડ કરોડ, સ્કોટલેન્ડ – 1.42 કરોડ, બાંગ્લાદેશ – 1.12 કરોડ, અફઘાનિસ્તાન – 1.12 કરોડ, વેસ્ટ ઈન્ડિઝ – 82 લાખ, ઓમાન – 60 લાખ, આયર્લેન્ડ – 60 લાખ, પાપુઆ ન્યુ ગિની – 30 લાખ, નેધરલેન્ડ – 30 લાખ.

 

ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ શ્રીલંકાના વાનિંદુ હસંરગાએ લીધી. તેણે 16 વિકેટ લીધી હતી. બીજા નંબરે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો એડમ ઝામ્પા રહ્યો. તેણે 7 મેચમાં 13 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડના બોલ્ટે પણ 13 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશના શાકિબ અલ હસને અને જોશ હેઝલહુડે 11-11 વિકેટ લીધી હતી.

 

આ પણ વાંચો : Delhi-NCR Air Pollution: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, આક્ષેપબાજીમાં પડ્યા વગર કામ કરો, તમે પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરો છો તેનું ઑડિટ કરવાની ફરજ પાડશો નહીં

 

આ પણ વાંચો : જરૂરી નથી કે દરેક વખતે પારિવારિક વિવાદોમાં પતિનો જ વાંક હોય’ દિલ્હીની નીચલી અદાલતના નિર્ણય સામે સેશન્સ કોર્ટેનુ અવલોકન

Next Article