ટી-20 વિશ્વ કપને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, ICCએ લીધો આ મહત્વનો નિર્ણય

|

Sep 23, 2020 | 2:58 PM

ક્રિકેટ રસીકો માટે કોરોના વાઈરસની વચ્ચે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20 વિશ્વ કપને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ICC બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ આઈપીએલના આયોજનનો રસ્તો પણ ખુલી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ICCએ નિવેદનમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ […]

ટી-20 વિશ્વ કપને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, ICCએ લીધો આ મહત્વનો નિર્ણય

Follow us on

ક્રિકેટ રસીકો માટે કોરોના વાઈરસની વચ્ચે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20 વિશ્વ કપને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ICC બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ આઈપીએલના આયોજનનો રસ્તો પણ ખુલી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ICCએ નિવેદનમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ કપ 2020ને કોવિડ 19 મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ટી-20 વિશ્વ કપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી થવાનું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓસ્ટ્રેલિયાએ મે મહિનામાં જ ICCને સૂચિત કરી દીધું હતું કે હાલની પરિસ્થિતીઓમાં ટૂર્નામેન્ટની મેજબાની કરવી લગભગ અસંભવ છે અને 16 આંતરરાષ્ટ્રીય ટીમો માટે વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ થશે. ત્યારે હવે ICC Men’s T20 World Cup 2021 ઓક્ટોબર-નવેમ્બર 2021માં આયોજિત કરવામાં આવશે અને 14 નવેમ્બર 2021એ ફાઈનલ રમાશે. ICC Men’s T20 World Cup 2023 ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર 2023માં આયોજિત કરવામાં આવશે અને 26 નવેમ્બર 2023એ ફાઈનલ મેચ રમાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:09 pm, Mon, 20 July 20

Next Article