ટી-20 લીગ: છેલ્લી ઓવરમાં KKRએ મેચની બાજી પલટી, પંજાબની 2 રનથી હાર

|

Oct 10, 2020 | 7:43 PM

કલકત્તા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે ટી-20 લીગની 24મી મેચ યોજાઈ. કલકત્તાએ પ્રથમ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા ધીમી શરુઆત કરી હતી અને 20 ઓવરમાં 164 રન કર્યા હતા. જેમાં કેપ્ટન દિનેશ કાર્તિક અને ઓપનર શુભમન ગીલે અડધી સદી ફટકારી. પંજાબ […]

ટી-20 લીગ: છેલ્લી ઓવરમાં KKRએ મેચની બાજી પલટી, પંજાબની 2 રનથી હાર

Follow us on

કલકત્તા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે ટી-20 લીગની 24મી મેચ યોજાઈ. કલકત્તાએ પ્રથમ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા ધીમી શરુઆત કરી હતી અને 20 ઓવરમાં 164 રન કર્યા હતા. જેમાં કેપ્ટન દિનેશ કાર્તિક અને ઓપનર શુભમન ગીલે અડધી સદી ફટકારી. પંજાબ વતી કેપ્ટન રાહુલે અને મંયક અગ્રવાલે પણ અડધી સદી ફટકારી. જોકે મેચ અંતમાં રોમાંચક મોડમાં મેચ આવી હતી અને પંજાબે મેચને બે રનથી ગુમાવી હતી. કૃષ્ણાએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપતા જ મેચનું પાસુ પલટાયુ હતુ અને કલકત્તાનો આખરી બોલ પર વિજય થયો હતો. છેલ્લા બોલે મેચ ટાઈ થાય એવી સ્થિતી સર્જાઈ હતી, પરંતુ બાઉન્ડરી પર પડેલો બોલ 2 ઈંચ જેટલો દુર રહી જતા મેચ સુપર ઓવરમાં જતા બચી ગઇ  હતી અને આમ 2 રને કલકત્તાનો વિજય થયો હતો. પંજાબે પાંચ વિકેટે 162 રન કર્યા હતા.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પંજાબની બેટીંગ

પંજાબે લક્ષ્યાંકને પાર પાડવા માટે મકક્મતા પુર્વકની રમત દાખવી હતી. તેની બેટીંગની યોજના પણ આજે દેખાઇ આવી હતી. કેપ્ટન કેએલ રાહુલે પણ શાનદાર ઈનીંગ દાખવી હતી. 58 બોલમાં 74 રન કરીને કૃષ્ણાના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ઓપનર મયંક અગ્રવાલે અડધી સદી ફટકારી. તેણે 39 બોલમાં 56 રન કર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને શુભમનના હાથે કેચ ઝડપાવ્યો હતો. નિકોલસ પુરને દશ બોલમાં 16 કરીને બોલ્ડ થયો હતો. મનદિપ સિંઘ શુન્ય પર આઉટ થયો હતો. આ વિકેટે થોડી ઘણી આશા પર પણ પંજાબને પાણી ફેરવાઇ ગયુ હતુ. મેક્સવેલે મેચને સુપર ઓવરમાં લઇ જવા છગ્ગાનો પ્રયાસ કર્યો હતો આખરી બોલ પર પણ નસીબે બે ઇંચ પહેલા જ બાઉન્ડરી પર ટપ્પો પડતા પંજાબની હાર થઇ હતી.

 

કલકત્તાની બોલીંગ

અંતિમ ઓવર સુધી મેચને ખેંચી લઇ જવા પ્રયાસ કરાયો હતો. જેમાં કૃષ્ણાંએ જાણે કે મેચને એકાએક જ પંજાબ પાસેથી છીનવી લીધી હતી. એક જ ઓવરમાં બે વિકેટ ઝડપતા પંજાબની ખુશીઓ પલભરમાં જ છીનવાઈ ગઈ હતી. ઓપનીંગ ભાગીદારી 115 રનની થવા છતાં પણ કલકત્તાએ મેચમાંથી આશા છોડી નહોતી. પ્રસિદ્ધ કૃષ્ણાંએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 29 રન ચાર ઓવરમાં આપ્યા હતા. કૃષ્ણાએ 19મી ઓવરમાં કેએલ રાહુલને ક્લીન બોલ્ડ કર્યો હતો. સુનીલ નરેને ત્રણ ઓવરમાં બે વિકેટ ઝડપી 28 રન આપ્યા હતા. વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા.પૈટ કમીન્સે ચાર ઓવરમાં 29 રન આપ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કલકત્તાની બેટીંગ

શુભમન ગીલે આજે તેની છઠ્ઠી ફીફટી ફટકારી હતી. શુભમન ગીલ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. શુભમન ગીલે 47 બોલમાં 57 રનની શાનદાર રમત રમીને રન આઉટ થયો હતો. ઇયાન મોર્ગને 23 બોલમાં 24 રન કર્યા હતા અને રવિ બિશ્નોઇનો શિકાર થયો હતો. કલકત્તાએ તેમની શરુઆત જ નબળી કરી હતી. તેના ઓપનર રાહુલ ત્રિપાઠી એ 10 બોલ રમીને માત્ર ચાર રન કરી શામીના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. નિતીશ રાણા પણ બે જ રન કરીને રન આઉટનો શિકાર થયો હતો. આ ઝડપ થી જ બે ખેલાડીઓની વિકેટ કલકત્તાએ ગુમાવી હતી. જોકે બાદમાં શુભમન ગીલ અને ઇયાન મોર્ગને બાજીને સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે તે બંને આઉટ થતા દિનેશ કાર્તિકે આજે કેપ્ટનશીપનો ભાર સ્વીકારતી રમત દાખવી હતી અને મધ્યમક્રમની રમત સંભાળી લીધી હતી. દિનેશ કાર્તિકે અડધી સદી ફટકારી. 58 રન કરીને મેચના અંતિમ બોલે કાર્તિક રન આઉટ થયો હતો. જોકે આંદ્રે રસેલ ફરી એકવાર ઓછા સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો અને તે અર્શદિપ સિંઘના બોલ પર આઉટ થયો હતો.

 

પંજાબની બોલીંગ

મોહમંદ શામીએ તેની 50મી વિકેટ ઝડપવા સાથે ઈનીંગ્સની પ્રથમ વિકેટની સફળતા અપાવી હતી. તેણે ત્રિપાઠીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ચાર ઓવરમાં શામીએ 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ પણ ઇયોન મોર્ગન જેવા ખેલાડીને પોતાની ફીરકીમાં ભેરવી આઉટ કર્યો હતો. તેણે ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અર્શદિપ સિંઘે રસાલની વિકેટ ઝડપી હતી, તેણે  ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા. મુજીબ ઉર રહેમાન આજે ખર્ચાળ સાબીત થયો હતો અને ચાર ઓવરમાં 44 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article