T-20 લીગ: RR સામે KKRએ 6 વિકેટે 174 રન કર્યા, જોફ્રા આર્ચરે 18 રન આપી 2 વિકેટ ઝડપી

|

Sep 30, 2020 | 9:40 PM

રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે ટી-20 લીગની મેચ યોજાઈ હતી. બુધવારે યોજાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોંલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે યોજાયેલી મેચમાં બંને ટીમોએ કોઈ જ બદલાવ અંતિમ ઇલેવનમાં કર્યો નહોતો. બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલી ટીમ કલકતાના ખેલાડીઓએ ધીમી શરુઆત કરી હતી. 20 […]

T-20 લીગ: RR સામે KKRએ 6 વિકેટે 174 રન કર્યા, જોફ્રા આર્ચરે 18 રન આપી 2 વિકેટ ઝડપી

Follow us on

રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે ટી-20 લીગની મેચ યોજાઈ હતી. બુધવારે યોજાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોંલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે યોજાયેલી મેચમાં બંને ટીમોએ કોઈ જ બદલાવ અંતિમ ઇલેવનમાં કર્યો નહોતો. બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલી ટીમ કલકતાના ખેલાડીઓએ ધીમી શરુઆત કરી હતી. 20 ઓવરના અંતે 06 વિકેટ ગુમાવીને કલકત્તા નાઇટ રાઇડર્સે 174 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

કોલકત્તાની બેટીંગ

કલકત્તાના ઓપનર શુભમન ગિલે તેની દમદાર શરુઆત  કરી હતી અને તેણે ઓપનર તરીકે 34 બોલમાં 47 રન કર્યા હતા. તેની આ પારીમાં તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે તેની સાથે ક્રિઝ પર ઓપનીંગ આવેલા સુનિલ નરેને 14 બોલમાં 15 રન કર્યા હતા. નરેનના રુપમાં કેકેઆરે પ્રથમ વિકેટ ગુમાવી હતી. 34 રન પર જ કલકત્તાની પ્રથમ વિકેટ પાંચમી ઓવરમાં આઉટ થઈ હતી. જેને ઉનડકટે ક્લીન બોલ્ડ કર્યો  હતો. ત્યારબાદ નરેનના સ્થાને આવેલ નિતિશ રાણાએ 22 રન કર્યા હતા અને તે 82 રનના ટીમ સ્કોર પર તેવટીયાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ 89 રનના સ્કોરે કલકતા હતુ, ત્યારે શુભમન ગીલની મહત્વની વિકેટ ગુમાવી હતી. દિનેશ કાર્તિક એક રન પર જ જોફ્રા આર્ચરના બોલ પર આઉટ થયો હતો. આન્દ્રે રસાલ પણ 14 બોલમાં 24 રન ત્રણ છગ્ગા ફટકારીને રાજપુતના બોલ પર ઉનડકટે કેચ ઝડપ્યો હતો. પેટ કમીન્સ છઠ્ઠી વિકેટ રુપે 12 રન કરીને 149ના સ્કોર પર પેવેલીયન પરત ફર્યો હતો. ઈઆન મોર્ગને અંતમાં સ્કોર બોર્ડને ફરતુ રાખવાના પ્રયાસ સ્વરુપ બેટીંગ કરી હતી, તેણે 23 બોલમાં 34 રન કર્યા હતા. મોર્ગને બે છગ્ગા પણ ફટકાર્યા હતા. આમ ઈનીંગ્સમાં છ વિકેટ ગુમાવીને 174 રન કર્યા હતાં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રાજસ્થાનની બોલીંગ

જોફ્રા આર્ચરે તેની 4 ઓવર દરમ્યાન માત્ર 04.50 ની ઈકોનોમી સાથે માત્ર 18 રન આપ્યા હતા અને મહત્વની બે વિકેટ પણ તેણે ઝડપી હતી. જોફ્રા આર્ચરે એક પ્રકારે કેકેઆર પર દબાણ ઉભુ કર્યુ હતુ. અંકિત રાજપુતે ચાર ઓવરમાં 39 રન આપી એક વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં સૌથી વધુ 43 રન આપ્યા હતા. ટોમ કરને તેની ચાર ઓવરમાં 37 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ઉપરાંત તેવટીયાએ પણ એક ઓવર નાંખીને છ રન આપી એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article