T-20 લીગ: બેંગ્લોરના ધુરંધરો મહત્વની મેચમાં જ પાણીમાં બેઠા, હૈદરાબાદ સામે 7 વિકેટે 131 રનનો સ્કોર

|

Nov 06, 2020 | 9:23 PM

ટી-20 લીગની 13મી સિઝનની એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. અબુધાબીના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદની આ મહત્વની મેચમાં જ તેનો સફળ બેટ્સમેન રિદ્ધીમાન સહા ઈજાને લઇને બહાર થયો હતો, જેના સ્થાને શ્રીવત્સ ગોસ્વામીને સ્થાન […]

T-20 લીગ: બેંગ્લોરના ધુરંધરો મહત્વની મેચમાં જ પાણીમાં બેઠા, હૈદરાબાદ સામે 7 વિકેટે 131 રનનો સ્કોર

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનની એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. અબુધાબીના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદની આ મહત્વની મેચમાં જ તેનો સફળ બેટ્સમેન રિદ્ધીમાન સહા ઈજાને લઇને બહાર થયો હતો, જેના સ્થાને શ્રીવત્સ ગોસ્વામીને સ્થાન મળ્યુ હતુ. આમ આરસીબીની ટીમે બેટીંગ કરતા તેના ધુરંધર બેટ્સમેનો આજે મહત્વની મેચમાં જ નિષ્ફળ નિવડ્યા હતા. ડીવિલીયર્સે ફીફીટી ફટકારી ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. બેંગ્લોરે ધીમી શરુઆત સાથે 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

ટોસ હારીને ક્રિઝ પર બેટીંગ કરવા માટે આવેલી ટીમ બેંગ્લોરના ધુરંધરો જ અસફળ રહ્યા હતાં. આજે અત્યંત મહત્વની આ મેચમાં પ્રથમ વિકેટ કેપ્ટન વિરાટ કોહલીના સ્વરુપમાં ગુમાવી હતી. કોહલી છ રન બનાવીને જેસન હોલ્ડરના બોલ પર શ્રીવત્સ ગોસ્વામીના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી સિઝનમાં પહેલીવાર ઓપનરની ભૂમીકામાં મેદાન પર આવ્યો હતો અને તે નિષ્ફળ રહ્યો હતો. બીજી વિકેટ પણ જેસન હોલ્ડરે દેવદત્ત પડિક્કલના સ્વરુપમાં ઝડપી લેતા બેંગ્લોર પર મુશ્કેલી ઘેરાઈ ગઈ હતી. આરોન ફીંચ પણ 30 બોલમાં 32 રન કરીને ત્રીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. બાદમાં મધ્યક્રમમાં ધુંઆધાર બેટ્સમેન ગણાતા એબી ડિવિલીયર્સે બાજી હાથમાં લેતા અડધીસદી લગાવી ટીમના સ્કોરને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જોકે ડિવિલીયર્સે 43 બોલમાં 56 કર્યા હતા, જે નટરાજનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. આ દરમ્યાન જોકે બીજા છેડે મોઈન અલી શુન્ય અને શિવન દુબે આઠ રન પર આઉટ થતા ટીમે 99 રના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. વોશિંગ્ટન સુંદર 5 રન પર આઉટ થયો હતો. નવદિપ સૈની 9 રન અને મહમંદ સિરાજ 10 રન કરીને અણનમ રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સનઇરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ

સનરાઈઝર્સ હૈદરાબાદે તેના બોલરો પરનો ભરોસો ખરો ઉતરતો રહ્યો છે. તેના બોલરોએ આજે પણ કમાલ કરતી શરુઆત કરી હતી. કોહલી અને પડીક્કલ જેવી મહત્વની વિકેટોને ઝડપથી પેવેલીયન મોકલવામાં સફળ રહ્યા હતા. આમ રનને લઈને બેંગ્લોર પર હૈદરાબાદના બોલરોએ દબાણ સર્જી દીધુ હતુ, જેસન હોલ્ડરે બેંગ્લોરને ભીંસમાં લેતી બોલીંગ કરીને ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નટરાજને પણ બે મહત્વની વિકેટ ઝડપી હતી. શાહબાઝ નવાઝે ચાર ઓવરમાં 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article