ટી-20 લીગ: બેંગ્લોરના બોલરો સામે ચેન્નાઈના બેટ્સમેન નિષ્ફળ, CSKની 37 રને હાર

|

Oct 10, 2020 | 11:34 PM

વચ્ચે દુબઇમાં ટી-20 લીગની  ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ હતી. સિઝનની 25મી મેચમાં બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે વિકેટ ટકાવીને રન કરવાની યોજના ઘડી હોય એમ રમત દાખવી હતી. કોહલીએ પણ ટીમ તરફથી સર્વોચ્ચ 90 કર્યા હતા. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે 20 ઓવરની […]

ટી-20 લીગ: બેંગ્લોરના બોલરો સામે ચેન્નાઈના બેટ્સમેન નિષ્ફળ, CSKની 37 રને હાર

Follow us on

વચ્ચે દુબઇમાં ટી-20 લીગની  ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ હતી. સિઝનની 25મી મેચમાં બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે વિકેટ ટકાવીને રન કરવાની યોજના ઘડી હોય એમ રમત દાખવી હતી. કોહલીએ પણ ટીમ તરફથી સર્વોચ્ચ 90 કર્યા હતા. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે 20 ઓવરની રમતને અંતે ચાર વિકેટ ગુમાવીને 169 રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇએ જાણે કે રન કરવાની બાબતમાં બેંગ્લોરના બોલરો સામે શરણાગતી સ્વીકારી લીઘી હોય તેવી રમત દાખવી હતી. 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 132 રન કર્યા હતા. આમ 37 રને ચેન્નાઈએ હાર સ્વીકારી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

ચેન્નાઇ સુપર કિંગ્સની બેટીંગ

170 રનનું લક્ષ્યાંક ચેન્નાઈની ટીમ માટે નામુમકીન સ્કોર નહોતો છતાં પણ ચેન્નાઇ ફરી એકવાર ચેઝ કરવામાં ઉણું ઉતર્યુ હતુ. 19 રને જ ફાફ ડુપ્લેસીસની વિકેટ ગુમાવી દીધી હતી. શેન વોટ્સન પણ 25 રનની સ્કોર પર 14 રન બનાવીને વોશીંગ્ટન સુંદરના બોલ પર ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. જો કે ત્યારબાદ રાયડુ અને જગદીશને ટીમને સંભાળવા પ્રયાસ કર્યો હતો. બંનેએ ક્રીઝ પર ટકી રહીને સ્કોર બોર્ડ આગળ વધાર્યુ હતુ. જોકે 89 રનના સ્કોર પર જગદીશન 33 રન કરી આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ જાણે કે ચેન્નાઈ સ્કોરને આગળ વધારી જ ના શક્યુ. કેપ્ટન ધોની પણ માત્ર 11 રન બનાવીને આઉટ થઇ ચુક્યો હતો. 106 રન પર ધોનીને ગુમાવ્યા બાદ 107 પર સેમ કુરન, 113 પર રાયડુ, 122 રન પર બ્રાવો અને 126 પર રવિન્દ્રસિંહ જાડેજાની પણ વિકેટ ગુમાવી હતી.

બેંગ્લોરની બોલીંગ

ક્રિસ મોરીસનો સમાવેશ થતાં જ આજે તેણે તેનો જાદુ દર્શાવ્યો હતો. તેણે ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે વોશીંગ્ટન સુંદરે ત્રણ ઓવરમાં બે વિકેટ ઝડપીને માત્ર 16 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ અને ઈસુરુ ઉડાનાએ એક એક વિકેટ ઝડપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બેંગ્લોરની બેટીંગ

શરુઆતમાં નબળો દેખાવ કર્યા બાદ ફોર્મમાં આવેલા વિરાટ કોહલીએ સિઝનની બીજી અડધી સદી ફટકારી. કોહલીએ ઝડપી રમત દાખવતા ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 52 બોલમાં 90 રન કર્યા હતા. બેંગ્લોરે આજે એક યોજનાપુર્વકની રમત દાખવી હોય એમ રમત દાખવી હતી. પ્રથમ વિકેટ આરોન ફીંચની 13 રનના સ્કોર પર ગુમાવી હતી. તે દિપક ચહરના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલે 50થી વધુ રનની ભાગીદારી કરી હતી. પડીક્કલ 34 બોલમાં 33 રન કરીને આઉટ થયો હતો. ડીવીલીયર્સ ખાતુ ખોલાવ્યા વિના જ શાર્દુલનો શિકાર થતા આઉટ થયો હતો. વોશીંગ્ટન સુંદર પાંચ નંબર પર ક્રિઝ પર આવ્યો હતો, પરંતુ તે સફળ નહોતો રહ્યો અને 10 રન બનાવીને આઉટ થયો હતો. શિવમ દુબે પણ અણનમ 22 રન નોંધાવ્યા હતા.

ચેન્નાઇની બોલીંગ

શાર્દુલ ઠાકુરે બે વિકેટ ઝડપી હતી. તેણે જોકે ચાર ઓવરમાં 10 વિકેટ આપી હતી, સેમ કુરને ચાર ઓવરમાં એક વિકેટ મેળવીને એક વિકેટ ઝડપી હતી. દિપક ચહરે ત્રણ ઓવરમાં એક વિકેટ ઝડપીને માત્ર 10 રન આપ્યા હતા. કર્ણ શર્માએ ચાર ઓવરમાં 34 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article