T-20 લીગઃ પોલાર્ડ-પંડ્યાની ધમાકેદાર બેટિંગ, મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યા 191 રન

|

Oct 01, 2020 | 9:47 PM

T-20 લીગની 13મી સિઝનની 13મી મેચ આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. અબુધાબીમાં શેખ ઝાયદ સ્ટેડીયમમાં રમાઈ રહેલી આ મેચમાં બંને ટીમો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી દેવા તત્પર છે. પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા ફીલ્ડીગ કરવાનું પસંદ કર્યુ હતુ. જો કે મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ […]

T-20 લીગઃ પોલાર્ડ-પંડ્યાની ધમાકેદાર બેટિંગ, મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યા 191 રન

Follow us on

T-20 લીગની 13મી સિઝનની 13મી મેચ આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. અબુધાબીમાં શેખ ઝાયદ સ્ટેડીયમમાં રમાઈ રહેલી આ મેચમાં બંને ટીમો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી દેવા તત્પર છે. પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા ફીલ્ડીગ કરવાનું પસંદ કર્યુ હતુ. જો કે મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ પણ ટોસ દરમ્યાન પોતે પહેલા બેટીંગ ઈચ્છી રહ્યા હતા. ટીમ પંજાબે આજે મુરુગન અશ્વિનના સ્થાને કૃષ્ણપ્પા ગૌતમને અંતિમ ઈલેવનમાં સામેલ કર્યો હતો. ટીમ મુંબઇએ પહેલા બેટીંગ કરતા જ કેપ્ટન ઇનીંગ રમતા રોહિત શર્માએ 70 રન કર્યા હતા. પોલાર્ડ અને હાર્દીકની જોડીએ અંતિમ ત્રણ ઓવરમાં ધુંઆધાર બેટીંગ કરતા 20 ઓવરમાં ટીમે 191 રનનો સ્કોર માત્ર ચાર વિકેટે કર્યો હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોહિત શર્મા ક્લબ 5000માં સામેલ

આજે રોહિત શર્માએ મેચમાં પોતાના 5000 રનને પણ પુરા કર્યા હતા. શરુઆતમાં જ જ્યારે એક ચોગ્ગો ફટકાર્યો હતો, ત્યારે જ તેણે આ સિધ્ધી હાંસલ કરી લીધી હતી. 5000 રનની ક્લબમાં સામેલ થવા માટે તેને માત્ર 02 રન ની જરુર હતી. જે તેણે બાઉન્ડરી સાથે મેળવી લેતા આ સિધ્ધી હાંસલ કરનારો ત્રીજો ખેલાડી ટી-20 લીગમાં બની ચુક્યો છે. સૌથી ટોપ પર વિરાટ કોહલી અને બીજા નંબરે સુરેશ રૈના બાદ, હવે આ લક્ષ્યાંક ને પાર કરનાર ત્રીજો ખેલાડી રોહિત બન્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુંબઇની બેટીંગ્સ ઇનીંગ

ટીમ મુંબઇના ઓપનર અને કેપ્ટન રોહિત શર્માએ આજે શાનદાર પારી રમી હતી. શરુઆતથી જ સુંદર રમત રમી રહેલા રોહિત શર્માએ ક્રિઝ પર ટકી રહેવા સાથે જ સારી રમત દાખવી હતી. શર્માએ 45 બોલમાં 70 રન કર્યા હતા. પ્રથમ ઓવરમા જ ટીમ મુંબઇ તેના મહત્વના ઓપનર ખેલાડી ક્વિંટન ડીકોકની વિકેટ ગુમાવી હતી. પાંચ બોલ રમીને ડીકોક કોટ્રેલના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. આમ શુન્યમાં એક વિકેટ ગુમાવવા સાથે મેડન ઓવર પણ ગઈ હતી. સુર્યકુમાર યાદવના સ્વરુપ રન આઉટ બીજી વિકેટ પણ માત્ર21 રનના સ્કોર પર ગુમાવી હતી. ઈશાન કિશને આજે ધીમી રમત દાખવી હતી અને તે સેટ થતા સાથે જ કૃષ્ણપ્પાના બોલ પર કેચ આઉટ થયો હતો. આમ ટીમે 83 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. 124 રન પર રોહિત શર્મા આઉટ થયા બાદ અંત સુધી કિરન પોલાર્ડ અને હાર્દીક પંડ્યાએ અણનમ રહીને ટીમના સ્કોરબોર્ડને એક દમ ઝડપથી ફેરવ્યુ હતુ. 17મી ઓવરના અંતે 129 રન હતા. જે 20મી ઓવરના અંતે 191 રન પર સ્કોર પહોંચાડી દીધો હતો. બંનેએ અંતિમ ઓવરોમાં ચોગ્ગા અને છગ્ગા સાથે ઝડપથી સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ.  પોલાર્ડે 20 બોલમાં જ 47 રન કર્યા હતા. જ્યારે હાર્દીકે 11 બોલમાં 30 રન કર્યા હતા.

પંજાબની બોલીંગ

શેલ્ડન કોટ્રેલ આજે સફળ બોલર નિવડ્યો હતો. તેણે પ્રથમ ઓવરથી જ મુંબઇને પોતાના નિયંત્રણ હેઠળ રાખ્યુ હતુ. ઇનીંગ્સ અને તેની પ્રથમ ઓવરના પાંચમા બોલે જ ઓપનર ડીકોકની વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઓવર મેડન નાંખીને મુંબઈને શરુઆતથી રનની બાબતમાં ભીંસમાં રાખ્યુ હતુ. જો કે પંજાબના બોલરો રન પર નિયંત્રણ રાખવા સામે વિકેટ ઝડપવા માટે ખાસ દમદાર પુરવાર થયા નહોતો. કોટ્રેલ ઉપરાંત શામી અને કૃષ્ણપ્પાએ એક એક વિકેટ મેળવી હતી. જેમ્સ નિશામે ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા. જે પંજાબ તરફથી મોંઘો બોલર સાબિત થયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article