T-20 લીગ: મુંબઈએ દિલ્હીને 9 વિકેટે આસાનીથી પરાસ્ત કર્યુ, ઈશાન કિશનનું શાનદાર અડધીસદી

|

Oct 31, 2020 | 6:48 PM

આજે ટી-20 લીગની બે મેચો યોજાનારી છે. જેમાં પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડીયમ ખાતે શરુ થઇ. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે ટી-20 લીગની 51મી મેચ રમાઈ છે. જેમાં મુંબઇએ ટોસ જીતીને દિલ્હીને બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. જેમાં દિલ્હીના બેટ્સમેનો આજે એક બાદ એક નિષ્ફળ નિવડ્યા હતા. દિલ્હીએ 20 ઓવરમાં […]

T-20 લીગ: મુંબઈએ દિલ્હીને 9 વિકેટે આસાનીથી પરાસ્ત કર્યુ, ઈશાન કિશનનું શાનદાર અડધીસદી

Follow us on

આજે ટી-20 લીગની બે મેચો યોજાનારી છે. જેમાં પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડીયમ ખાતે શરુ થઇ. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે ટી-20 લીગની 51મી મેચ રમાઈ છે. જેમાં મુંબઇએ ટોસ જીતીને દિલ્હીને બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. જેમાં દિલ્હીના બેટ્સમેનો આજે એક બાદ એક નિષ્ફળ નિવડ્યા હતા. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 110 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમે 14.2 ઓવરમાં જ 111 રન કરીને નવ વિકેટે આસાન જીત મેળવી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

મુંબઈ ઈન્ડિયન્સની બેટીંગ

બોલરોએ બેટ્સમેનોનું કામ મુંબઈની ટીમ માટે આસાન કરી દીધુ હતુ. બોલરોએ હરીફ દિલ્હીની ટીમના બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા નહીં દઈ એક આસાન સ્કોર પર નિયંત્રીત કરી દીધુ હતુ. જવાબમાં આસાન લક્ષ્યનો પીછો કરતા મુંબઈએ લક્ષ્યાંકને આસાનીથી પાર પાડી લીધુ હતુ. મુંબઈના ઓપનરોએ 68 રનની ભાગીદારી રમત દાખવી હતી. જેમાં ઈશાન કિશને અડધીસદી ફટકારી હતી. જ્યારે ક્વિન્ટન ડીકોક 26 રન કરીને નોર્ત્ઝેના બોલ પર પર ક્લીન બોલ્ડ થયો હતો. ઈશાન કિશન 47 બોલમાં 72 રન કરીને અને સુર્યકુમાર યાદવ 12 રન કરીને અણનમ રહ્યા હતા.

દિલ્હી કેપીટલની બોલીંગ

બેટીંગમાં નિષ્ફળ રહેલુ દિલ્હી બોલીંગમાં પણ કોઈ જ સકારત્મકતાથી ભરેલુ જણાતુ નહોતુ. શરુઆતની ઓવરમાં વિકેટ ઝડપીને મેચમાં વળતી લડત આપવાથી પણ જાણે કે દિલ્હી આજે નબળુ પુરવાર થઈ રહ્યુ હતુ. દિલ્હી વતીથી નોર્ત્ઝેએ ડીકોકને ક્લીન બોલ્ડ કરીને વિકેટ ઝડપી હતી. જોકે તેણે પણ રન ઈકોનોમીની દષ્ટિએ વધુ ગુમાવ્યા હતા. આર અશ્વીને રન બચાવીને બોલીંગ કરવામાં સફળ નિવડ્યો હતો. તેણે ચાર ઓવરમાં 18 રન આપ્યા હતા. કાગીસો રબાડાએ ત્રણ ઓવરમાં 27 રન આપ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

દિલ્હીની બેટીંગ

મુંબઈએ ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટીંગ કરવાનો દાવ ખેલ્યો હતો અને જેમાં દિલ્હીની ટીમ જાણે મુંબઈની જાળમાં ફસાઈ ગઈ હતી. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીના બેટ્સમેનો નિષ્ફળ નિવડ્યા હતા. બેટ્સમેનોએ જાણે કે પેવેલીયન અને મેદાન વચ્ચે સમયાંતરે આવનજાવન કરવા જેવી સ્થિતી સર્જતા દિલ્હી ટીમ શરુઆતથી જ મેચને ગુમાવી રહ્યાના સંકેતો સામે આવી રહ્યા હતા. ઓપનર શિખર ધવન શુન્ય રને તેની વિકેટ ગુમાવી હતી. બાદમાં પૃથ્વી શો 10 રને, કેપ્ટન શ્રેયસ ઐયર 25 રન કરીને વિકેટ ગુમાવી હતી. આમ 50 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. માર્કસ સ્ટોઈનીશ બે રન, ઋષભ પંત 21 રન કરીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે 5 રન કર્યા હતા.શિમરોન હૈયટમેરે 11 રન કર્યા હતા. આર અશ્વીને 12 રન કરીને વિકેટ ગુમાવી હતી. મધ્યમક્રમ 28 રનના અંતરમાં જ 5 વિકેટ ગુમાવી બેઠો હતો. આમ નવ  વિકેટ દિલ્હીએ ગુમાવી દીધી હતી.

મુંબઇની બોલીંગ

બોલ્ટ અને જસ્પ્રીત બુમરાહે આજે શાનદાર બોલીંગ કરી હતી. તેમની ધારદાર બોલીંગ સામે જાણે કે દિલ્હી કેપિટલ્સ પરાસ્ત થઈ ગયુ હતુ. બંને બોલરોએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત નાથન કુલ્ટર અને રાહુલ ચહરે એક એક વિકેટ ઝડપી હતી. એક પ્રકારે મુંબઈના બોલરોના આક્રમણને લઈને જાણે કે મુંબઈના બેટ્સમેનો માટે આસાન માર્ગ કરી દીધો હતો. સાથે જ દિલ્હી માટે પ્લેઓફની હજુ પણ દુર રાખી દીધુ હતુ. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article