T-20 લીગઃ પંજાબ સામે ફોર ફટકારતા જ 5000 રનની કલબમાં સામેલ થયો રોહિત શર્મા, વિરાટ અને રૈના પછી ત્રીજો ખેલાડી

|

Oct 01, 2020 | 8:46 PM

T-20 લીગમાં આજે ગુરુવારે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીમય પર મુંબઈ ઈન્ડીયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમો વિજય માર્ગ પર ટીમને લઈ જવા માટે પ્રયાસ સાથે મેદાનમાં ઉતરી છે. આ મેચ દરમ્યાન કેટલાક ખેલાડીઓ પોતાની કારકીર્દીના વિશેષ મુકામને પણ સર કરવાની નજીક રહ્યા છે. જેમાં આજની મેચમાં મુંબઈ […]

T-20 લીગઃ પંજાબ સામે ફોર ફટકારતા જ 5000 રનની કલબમાં સામેલ થયો રોહિત શર્મા, વિરાટ અને રૈના પછી ત્રીજો ખેલાડી

Follow us on

T-20 લીગમાં આજે ગુરુવારે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીમય પર મુંબઈ ઈન્ડીયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમો વિજય માર્ગ પર ટીમને લઈ જવા માટે પ્રયાસ સાથે મેદાનમાં ઉતરી છે. આ મેચ દરમ્યાન કેટલાક ખેલાડીઓ પોતાની કારકીર્દીના વિશેષ મુકામને પણ સર કરવાની નજીક રહ્યા છે. જેમાં આજની મેચમાં મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટી-20 લીગમાં વ્યક્તિગત 5 હજાર રન પુરા કરી લીધા છે. જો કે આ ઉપલબ્ધી માટે ગત મેચમાં જ રાહ જોવાઈ રહી હતી અને જેમાં રોહિત શર્મા નિષ્ફળ રહ્યો હતો. જો કે આજની મેચમાં ચોગ્ગો ફટકારતા જ રોહિત શર્માએ તેના કેરીયરની એક સિધ્ધી હાંસલ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે રમાયેલી મુંબઈની મેચમાં ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનોની નિષ્ફળતાની માફક જ રોહિત શર્મા પણ બેટીંગમાં નાકામીયાબ રહ્યા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેને લઈને મુંબઈએ પણ સુપર ઓવરમાં હાર સ્વીકારવી પડી હતી. આરસીબી સામેની મેચમાં જ આ મુકામને હાંસલ કરવાનો મોકો હતો અને ચાહકોને પણ તેનો ઈંતઝાર હતો. પરંતુ માત્ર બે રન માટે તે આ મોકો ચુકી ગયો હતો. વિરાટ, રૈના બાદ હવે રોહિત પણ 5000ની ક્લબમાં T-20 લીગના ઈતિહાસમાં સૌથી વધુ સફળ બેટ્સમેનોમાંથી એક રોહિત શર્મા છે અને હવે તેણે આ વિશેષ ઉપલબ્ધી પંજાબ સામેની મેચ દરમ્યાન મેળવી લીધી છે. ટી-20 લીગમાં 5000 રન બનાવવાવાળા ખેલાડીઓમાં રોહિત શર્મા માત્ર ત્રીજો ખેલાડી છે. અત્યાર સુધીમાં માત્ર કોહલી અને રૈના બંને જ 5000 રનના આંકડાને પાર કરી શક્યા હતા. વિરાટ કોહલીએ 5,430 રન કર્યા છે. જ્યારે સુરેશ રૈનાએ 5,368 રન કર્યા છે. જે બંને ક્રમશઃ સૌથી વધુ રનના મામલામાં પ્રથમ અને દ્રિતીય સ્થાન પર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોહિત શર્મા માટે ટુર્નામેન્ટની શરુઆતથી જ ખુબ ઉતાર ચઢાવવાળી રહી છે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેણે ફક્ત 12 રન કરીને આઉટ થયો હતો. પરંતુ બીજી મેચમાં તેણે જોરદાર વાપસી કરી હતી અને કલકત્તા નાઈટ રાઇડર્સ સામે રમવા દરમ્યાન રોહિતે શાનદાર 80 રન કર્યા હતા. જ્યારે આરસીબી સામે માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈ અને બેંગ્લોર સામે મુંબઈને હાર મળી હતી, જ્યારે કલકત્તા સામે ટીમે જીત મેળવી હતી. જો કે આ પરથી એક વાત પણ એટલી જ સ્પષ્ટ છે કે, રોહિતનું રમતમાં ચાલી જવુ એ ના માત્ર તેના પોતાના વ્યક્તિગત માટે સારુ છે. પરંતુ ટીમની સફળતા માટે પણ ખુબ જ જરુરી હોવાનું લાગી રહ્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article