ટી-20 લીગ: જાણો RCBને સુપર ઓવરમાં મળેલી જીતને લઈને શું બોલી અનુષ્કા શર્મા

|

Sep 29, 2020 | 5:25 PM

અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં પ્રેગનન્ટ છે અને તે પોતાની પ્રેગનન્સીને એન્જોય કરી રહી છે તો વળી બીજી તરફ વિરોટ કોહલી પણ ટી-20 લીગમાં વ્યસ્ત છે. સોમવારે રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડીયન્સ સામેની મેચ બેહદ રોમાંચક બની રહી હતી. જેમાં આખરે આરસીબીએ અંતમાં સુપર ઓવરથી જીત મેળવી હતી. આરસીબીએ સુપર ઓવર દરમ્યાન વિજેતા બનવાને લઈને હવે […]

ટી-20 લીગ: જાણો RCBને સુપર ઓવરમાં મળેલી જીતને લઈને શું બોલી અનુષ્કા શર્મા

Follow us on

અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં પ્રેગનન્ટ છે અને તે પોતાની પ્રેગનન્સીને એન્જોય કરી રહી છે તો વળી બીજી તરફ વિરોટ કોહલી પણ ટી-20 લીગમાં વ્યસ્ત છે. સોમવારે રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડીયન્સ સામેની મેચ બેહદ રોમાંચક બની રહી હતી. જેમાં આખરે આરસીબીએ અંતમાં સુપર ઓવરથી જીત મેળવી હતી. આરસીબીએ સુપર ઓવર દરમ્યાન વિજેતા બનવાને લઈને હવે અનુષ્કા શર્માએ પણ પ્રતિક્રિયા આપી છે. આ જીતને લઈને અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેયર કરી છે અને લખ્યુ છે કે, એક પ્રેગનન્ટ લેડી માટે ખુબ વધારે પડતી રોમાંચક મેચ, શું ટીમ છે આ. સોશિયલ મીડિયા પર અનુષ્કાની આ પોષ્ટ ખુબ જ વાઈરલ થવા લાગી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંને જણાં ખુબ જ જલ્દીથી પાપા અને મમ્મી બનવાના છે. બંનેએ થોડાક સમય પહેલા જ પોતે જ આ સમાચારને પોતના ચાહકો માટે શેર કર્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં તેઓએ બતાવ્યુ હતુ કે આગામી 2021ના જાન્યુઆરી મહીના દરમ્યાન પોતાના બાળકનું સ્વાગત કરશે. આ દરમ્યાન અનુષ્કા પોતાની પ્રેગનન્સીને લઈને ખુબ જ એન્જોય કરી રહી છે. થોડાક સમય પહેલા જ તેણે પોતાના બેબી બંપને ફ્લોન્ટ કરતો એક સ્ટાઈલીસ્ટ ફોટો પણ પોષ્ટ કર્યો હતો. આ તસ્વીરમાં તે સ્ટાઈલીસ્ટ મોનોકિની નજર આવી રહી હતી. જો કે અનુષ્કા શર્મા પોતાના પ્રેગનન્સી કાળ દરમ્યાન પણ પોતાના ફેશન સ્ટેટમેન્ટનો પુરો ખ્યાલ રાખી રહી છે અને એટલે જ સારા ફોટા તે અવાર નવાર શેર કરતી રહે છે. આ બ્લેક કલરની મોનોકિનીમાં પણ અનુષ્કા ખુબ સુંદર લાગી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમાં તેનુ સ્માઈલ તેની ખુબસુરતી પર જાણે ચાર ચાંદ લગાવી રહી છે. આના પહેલા પણ બેબી બંપને ફ્લોન્ટ કરતા અનુષ્કાએ એક તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં શેર કરતા તેણે લખ્યુ હતુ કે, જીવન રચવાના અનુભવથી વધારે વાસ્તવિક અને વિનમ્ર કંઈ જ નથી. આ જ્યારે આપના નિયંત્રણમાં નથી તો હકીકતમાં તમારા નિયંત્રણમાં શું છે તો વિરાટ કોહલીએ આ તસ્વીર પર પણ પોતાની પ્રતિક્રિયા દર્શાવી હતી કે, મારી પુરી દુનિયા એક ફ્રેમમાં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article