T-20 લીગ: દિલ્હી કેપીટલ્સ હૈદરાબાદને 17 રને હરાવી ફાઈનલ મેચમાં પહોંચ્યુ, રબાડાએ 4 અને સ્ટોઈનીશની 3 વિકેટ

|

Nov 08, 2020 | 11:34 PM

ટી-20 લીગની 13મી સિઝનની બીજી ક્વોલીફાયર મેચ અબુધાબીના મેદાન પર આજે રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ બેટીંગની સારી શરુઆત કરી હતી. ઓપનર શિખર ધવને ધુંઆધાર રમત રમીને 78 રન કર્યા હતા. 20 ઓવરના અંતે દિલ્હીએ 189 […]

T-20 લીગ: દિલ્હી કેપીટલ્સ હૈદરાબાદને 17 રને હરાવી ફાઈનલ મેચમાં પહોંચ્યુ, રબાડાએ 4 અને સ્ટોઈનીશની 3 વિકેટ

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનની બીજી ક્વોલીફાયર મેચ અબુધાબીના મેદાન પર આજે રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ બેટીંગની સારી શરુઆત કરી હતી. ઓપનર શિખર ધવને ધુંઆધાર રમત રમીને 78 રન કર્યા હતા. 20 ઓવરના અંતે દિલ્હીએ 189 રનનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને કર્યો હતો. જેના જવાબમાં રન ચેઝ કરવા માટે રોમાંચક લડત હૈદરાબાદે આપી હતી. વિલિયમસનની ફીફટી સાથે આઠ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 172 રન કર્યા હતા. આમ 17 રને હૈદરાબાદની હાર થઈ હતી. આ સાથે જ દિલ્હી કેપીટલ્સ ટી-20 લીગની ફાઈનલમાં પહોંચી ગયુ હતુ. હવે 10 નવેમ્બરે દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે સિઝનની ફાઈનલ મેચ રમાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

સનરાઇઝર્સ હૈદરાબાદની બેટીંગ

મેચને હૈદરાબાદના પક્ષમાં રાખતી રમત કેન વિલિયમસન ફરી એકવાર રમ્યો હતો. તેણે શાનદાર અડધીસદી સાથે 45 બોલમાં 67 રન કર્યા હતા. તેની વિકેટ સાથે જ જાણે કે હૈદરાબાદને દબાણનો અનુભવ થયો હતો. ઓપનરોએ એક મોટા સ્કોરનો પીછો મહત્વની મેચમાં કરવા છતાં પણ ઝડપથી વિકેટ ગુમાવી હતી. ફોર્મમાં રહેલા કેપ્ટન ડેવિડ વોર્નર માત્ર બે રન કરીને વિકેટ ગુમાવી બેઠા હતા. તે રબાડાના બોલ પર ક્લીન બોલ્ડ થયા હતો. બાદમાં બીજી વિકેટના રુપે પ્રિયમ ગર્ગ પણ 17 રન જોડીને સ્ટોઈનીશના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. મનિષ પાંડે 44 રનના ટીમના સ્કોર પર ત્રીજી વિકેટના રુપે પેવેલીયન પરત ફર્યો હતો. તેણે 14 બોલમાં 21 રન કર્યા હતા. જેસન હોલ્ડર 11 રને આઉટ થયો હતો. અબ્દુલ સમદ 16 બોલમાં 33 રન સાથે ઝડપી રમત અંતિમ ઓવરો દરમ્યાન રમ્યો હતો. ટીમ રસાકસી ભરી સ્થિતીમાં હતી એ દરમ્યાન જ ત્રણ વિકેટો ઝડપથી 167 અને 168 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

કાગીસો રબાડા અને માર્કસ સ્ટોઈનીશે જબરદસ્ત બોલીંગ કરી હતી. બંનેએ જીત માટેનો જાણે કે મહત્વનો રોલ ભજવ્યો હતો. બંને બોલરોએ જ સાત વિકેટ હૈદરાબાદની પેવેલીયન મોકલી હતી. કાગીસો રબાડાએ પ્રથમ વિકેટ ફોર્મમાં રહેલા વોર્નરની ઝડપીને શરુઆતમાં જ સફળતા ટીમને અપાવી હતી. રબાડાએ ચાર ઓવરોમાં 29 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જેમાં 19મી ઓવરમાં સળંગ બે વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઇનીશે ત્રણ ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પણ એક વિકેટ ઝડપી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હી કેપીટલ્સ ની બેટીંગ.

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા સારી શરુઆત કરી હતી. સિઝનના અંતિમ પડાવની મહત્વની મેચમાં આજે દિલ્હીએ તેના બેટીંગ પ્રદર્શનમાં સમજદારી પુર્વકની બેટીંગ કરી હતી. આજની મહત્વની મેચમાં પૃથ્વી શોને પડતો મુકાયો હતો. ઓપનર શિખર ધવન અને માર્કસ સ્ટોઈનીશે ઈનીંગને મજબુત શરુઆત કરાવી હતી. શિખર ધવને શાનદાર રમત રમીને અડધીસદી લગાવી હતી, ધવને 50 બોલમાં 78 રન કર્યા હતા, ધવન રીવર્સ સ્વીંગ કરવા જતા સંદિપ શર્માના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. બંનેએ કોઈપણ નુકશાન વગર પ્રથમ વિકેટ માટે 65 રન જોડ્યા હતા. સ્ટોઈનિશે 27 બોલમાં 38 રન કર્યા હતા. જોકે તે રાશિદ ખાનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર 21 રન કરીને હોલ્ડરનો શિકાર બન્યો હતો. આમ ટીમે 126 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્રીજી વિકેટ 178 રનન સ્કોર પર ધવનના રુપે ગુમાવી હતી. શિમરોન હૈયટમાયરે પણ અંતિમ ઓવરોમાં ધવન અને પંત સાથે મળીને ઝડપી રમત રમી હતી. શિમરોને 22 બોલમાં 42 રનની ઝડપી રમત રમીને ટીમને મોટા સ્કોર તરફ લઈ જવા મદદ કરી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ.

હૈદરાબાદ પાસે આમ તો બોલીંગ આક્રમણ મજબુત છે, પરંતુ આ મજબુત આક્રમણ દિલ્હીના બેટ્સમેનો અને ખાસ કરીને શિખર ધવન સામે રીતસરનું સંઘર્ષ કરતા નજરે ચઢ્યુ હતુ. શરુઆતની મજબુત ભાગીદારીને રાશિદ ખાને તોડી હતી. રાશિદે રનના મામલામાં કરકસર કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો.  કેપ્ટન ઐયરને પણ હોલ્ડરે બહાર મોકલ્યો હતો. પરંતુ બાકીની વિકેટો ઝડપવી મુશ્કેલ બની રહી હતી. શાહબાઝ નદીમની પણ આજે રનોમાં ધુલાઇ થઇ હતી. તેણે 12ની ઈકોનોમી સાથે ચાર ઓવરમાં 48 રન આપ્યા હતા. હોલ્ડરે પણ રનને લુટાવ્યા હતા, તેણે ચાર ઓવરમાં 50 રન આપ્યા હતા. સંદિપ શર્માએ પણ અંતમાં શિખર ધવનની વિકેટ ઝડપીને એક વિકેટ મેળવી હતી. તેણે 30 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article