T-20 લીગઃ CSK સામે 5 વિકેટ ગુમાવીને SRHએ 165 રનનો લક્ષ્યાંક રાખ્યો, પ્રિયમ ગર્ગે પ્રથમ અડધી સદી ફટકારી

|

Oct 02, 2020 | 9:38 PM

આજે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઈ. આ મેચ રમવા સાથે મહેન્દ્રસિંહ ધોની ટી-20 લીગની સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદના બેટ્સમેનો પર શરૂઆતમાં ચેન્નાઈ હાવી થવામાં સફળ રહ્યું હોય એમ ચેન્નાઈના બોલરોએ […]

T-20 લીગઃ CSK સામે 5 વિકેટ ગુમાવીને SRHએ 165 રનનો લક્ષ્યાંક રાખ્યો, પ્રિયમ ગર્ગે પ્રથમ અડધી સદી ફટકારી

Follow us on

આજે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઈ. આ મેચ રમવા સાથે મહેન્દ્રસિંહ ધોની ટી-20 લીગની સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદના બેટ્સમેનો પર શરૂઆતમાં ચેન્નાઈ હાવી થવામાં સફળ રહ્યું હોય એમ ચેન્નાઈના બોલરોએ શરૂઆતમાં જ બે વિકેટ ઝડપી લઈ દબાણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. ઓપનર જોની બેયરીસ્ટોને દિપક ચાહરે શૂન્ય રનમાં જ બોલ્ડ કરી દેતા હૈદરાબાદની છાવણીમાં સોંપો પડી ગયો હતો. ત્યારબાદ આવેલ મનિષ પાંડે સેટ થતાં જ ઠાકુરે તેની વિકેટ ઝડપી લીધી હતી. જોકે બાદમાં ડેવિડ વોર્નરે બાજી સંભાળવા પ્રયાસ કર્યો હતો. 20 ઓવરના અંતે સનરાઇઝર્સ હૈદરાબાદે 164 રન કર્યા હતા. આ માટે તેણે પાંચ વિકેટ ગુમાવી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SRHની બેટિંગ

ટી-20 લીગમાં પ્રિયમ ગર્ગે આજે તેની પ્રથમ અડધીસદી લગાવી હતી અને તે અંતિમ ઓવર સુધી મેચમાં રહ્યો હતો. જો કે આ સિવાય હૈદરાબાદના બેટ્સમેનો આજે ખાસ કંઈ ચાલ્યા નહોતા. જોની બેયરસ્ટોની વિકેટ શૂન્ય પર ગુમાવી હતી તો કેન વિલિયમસન પણ માત્ર 09 રન જ બનાવી શક્યા હતા. મનિષ પાંડેએ 29 અને ડેવિડ વોર્નરે 28 રન જ બનાવ્યા હતા. અભિષેક શર્માએ 32 રન બનાવી ગર્ગને સાથ પુરો પાડ્યો હતો. અબ્દુલ સમદ અને પ્રિયમ ગર્ગ બંને અણનમ રહ્યા હતા. આમ 164 રન બનાવી ટીમે પાંચ વિકેટ ગુમાવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચૈન્નાઈની બોલીંગ

ચૈન્નાઇ સુપર કિંગ્સમના બોલરોએ આજે પ્રભાવી બોલીંગ કરી હતી. શરુઆતમાં રન બચાવવાની યોજના સાથે બોલીંગ કરી હોય એમ બોલીંગ આક્રમણ કર્યુ હતુ. જોકે દિપક ચાહરે બીયરસ્ટોને ક્લીન બોલ્ડ કરતા ચૈન્નાઇનો ઉત્સાહ વધ્યો હતો. ચાહરે તેની ચાર ઓવરમાં 31 રન આપી ને બે વિકેટ ઝડપી હતી. જ્યારે બ્રેવોએ ચાર ઓવરમાં 28 રન આપ્યા હતા. શાર્દુલ ઠાકર અને પિયુષ ચાવલાએ એક એક વિકેટ ઝડપી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article