T-20 લીગ: દિલ્હીના ઓપનર પૃથ્વી શોની શાનદાર અડધી સદી, ચેન્નાઈને જીતવા માટે 176 રનનો લક્ષ્યાંક

|

Sep 25, 2020 | 9:46 PM

ભારતીય ટી-20 ક્રિકેટ લીગની સાતમી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ પર રમાઇ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ બંને વચ્ચે આ મેચ રમાઈ રહી છે. મેચમાં પ્રથમ ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને ફીલ્ડીંગ પંસદ કરી હતી. દિલ્હીએ બેટીંગ કરવાની શરુઆત કરતા ઓપનર પૃથ્વી શો અને શિખર ધવને સારી શરુઆત રમતની દાખવી હતી. બંનેની […]

T-20 લીગ: દિલ્હીના ઓપનર પૃથ્વી શોની શાનદાર અડધી સદી, ચેન્નાઈને જીતવા માટે 176 રનનો લક્ષ્યાંક

Follow us on

ભારતીય ટી-20 ક્રિકેટ લીગની સાતમી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ પર રમાઇ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ બંને વચ્ચે આ મેચ રમાઈ રહી છે. મેચમાં પ્રથમ ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને ફીલ્ડીંગ પંસદ કરી હતી. દિલ્હીએ બેટીંગ કરવાની શરુઆત કરતા ઓપનર પૃથ્વી શો અને શિખર ધવને સારી શરુઆત રમતની દાખવી હતી. બંનેની ઓપનીગ જોડીએ 50 રનની ભાગીદારી સુધી જાળવી રાખવા સફળ થયા હતા. દિલ્હીએ પ્રથમ વિકેટ 94 રને ગુમાવી હતી. આમ ત્રણ વિકેટે દિલ્હીએ 175 રનનો સ્કોર ખડક્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પૃથ્વી શોની શાનદાર અડધી સદી

પૃથ્વી શોએ આજે ઓપનીંગ બેટીંગની સારી શરુઆત કરી હતી, પ્રથમ ઓવરમાં જ તેણે ઉપરા ઉપરી બે ચોગ્ગા ફટકારીને સ્કોર બોર્ડની શરુઆત કરી હતી. યુવાન ખેલાડી પૃથ્વી શોથી પહેલાથી જ આશા રાખવામાં આવી રહી હતી, તે પ્રમાણે જ તેણે આજે રમત દાખવી હતી. તેણે 43 બોલમાં 09 ચોગ્ગા અને 01 છગ્ગાની મદદ થી 64 રન બનાવ્યા હતા. ચેન્નાઈને લડાયક લક્ષ્ય આપવા માટે પૃથ્વીની પારી દિલ્હી માટે ઉપયોગી રમત હતી.

 

દિલ્હીની બેટીંગ લાઇન

ઓપનર પૃથ્વી શોએ 43 બોલમાં 64 રન અને શિખર ધવને 27 બોલમાં 35 રન કર્યા હતાં. બંનેએ સારી શરુઆત કરવાને લઈને દિલ્હીને એક સારો સ્કોર તરફ લઇ જવા માટે સફળ પ્રયાસ સાથે શરુઆત કરી હતી. બંનેએ પાવર પ્લેની 6 ઓવર દરમ્યાન 36 રન બનાવ્યા હતા. જ્યારે 10 ઓવરોને અંતે સ્કોર બોર્ડ 88 રને પહોંચાડ્યુ હતુ. પૃથ્વી શોએ શરુઆત થી જ સારી રમત દાખવી હતી. તેણે દિલ્હીના રનનું ખાતુ બે ચોગ્ગા લગાવી ખોલ્યુ હતુ. તેણે 64 રનની પારીમાં 09 ચોગ્ગા અને 01 છગ્ગો લગાવ્યો હતો. જો કે પ્રથમ વિકેટ 94 રનના સ્કોર પર ધવનની વિકેટ પીયુષ ચાવલાના બોલ પર એલબીડબલ્યુ આઉટ થતાં ગુમાવી હતી. ત્યારબાદ આવેલા રુષભ પંતે 25 બોલમાં 37 રન અણનમ બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઐયરે 22 બોલમાં 26 રનની પારી રમી હતી.

 

ચેન્નાઇની બોલીંગ લાઇન

ચેન્નાઇ સુપર કિંગ્સના બોલરોને દિલ્હીની વિકેટ મેળવવા માટે જાણે કે પરસેવો વહાવવો પડ્યો હતો. પરંતુ તેમ છતાં પણ વિકેટ પડવી મુશ્કેલ બનવા લાગી હતી. શરુઆતમાં જ ઓપનીંગ આવેલી જોડી 94 રન સુધી ક્રીઝ પર ટકી હતી. આજે પણ ખર્ચાળ રહેલા પિયુષ ચાવલા  પ્રથમ બે વિકેટ ઝડપી લેવામાં સફળ રહ્યો હતો. પ્રથમ સફળતા શિખર ધવનના રુપમાં અપાવી હતી, ત્યારબાદ બીજી વિકેટ પૃથ્વી શોના સ્વરુપમાં ટીમને અપાવતા બંને ધુંઆધાર ઓપનરને પેવેલીયન તરફ મોકલામાં સફળ નિવડ્યો હતો. ઓપનોરનો વિકેટ પડતા જાણે કે સ્કોર બોર્ડ પણ સહેજ ધીમુ પડ્યુ હતુ. સેમ કુરને અંતિમ ઓવરમાં કેપ્ટન શ્રેયસ ઐયરને કિપરના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:40 pm, Fri, 25 September 20

Next Article