T Natarajan: ઓસ્ટ્રેલીયાથી પહોંચતા ગામમાં કરાયુ જબરદસ્ત સ્વાગત, રથ પર લઇ જવાયો ઘરે, જુઓ વિડીયો

|

Jan 22, 2021 | 10:24 AM

ટીમ ઇન્ડીયાના (Team India) ક્રિકેટર ઓસ્ટ્રેલીયા (Australia) થી પરત ફરી ચુક્યા છે. બધા જ પોત પોતાના ઘરે પણ પહોંચી ચુક્યા છે. ઘરે પરત ફરતા જ ક્રિકેટરોના જબરદસ્ત સ્વાગત પણ થયા છે. ઝડપી બોલર ટી નટરાજન (T Natarajan) નુંં પણ જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુંં.

T Natarajan: ઓસ્ટ્રેલીયાથી પહોંચતા ગામમાં કરાયુ જબરદસ્ત સ્વાગત, રથ પર લઇ જવાયો ઘરે, જુઓ વિડીયો
T Natarajan

Follow us on

ટીમ ઇન્ડીયાના (Team India) ક્રિકેટર ઓસ્ટ્રેલીયા (Australia) થી પરત ફરી ચુક્યા છે. બધા જ પોત પોતાના ઘરે પણ પહોંચી ચુક્યા છે. ઘરે પરત ફરતા જ ક્રિકેટરોના જબરદસ્ત સ્વાગત પણ થયા છે. ઝડપી બોલર ટી નટરાજન (T Natarajan) નુંં પણ જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુંં. તેના ગામમાં તેને રથ પર બેસાડીને ઘર સુધી લઇ જવામાં આવ્યો હતો. આ દરમ્યાન સેંકડો લોકોની ભીડ પણ ટી નટરાજનને જોવા માટે ઉમટી પડી હતી. તેને ખૂબ હારતોરાં પણ કરવામાં આવ્યા હતાં. સાથે જ ઢોલ નગારા અને વાધ્યો પણ જોરશોરથી વગાડવામાં આવ્યા હતા. નટરાજનના સ્વાગતના વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે સ્વાસ્થ્ય વિભાગ (Department of Health) દ્વારા ટી નટરાજનને ઘરે જ ક્વોરન્ટાઇન (Quarantine) થવાની સલાહ આપી હતી. પરંતુ ગ્રામજનોએ તેની પરવાહ વિના જ પોતાના હિરોનુ સ્વાગતનો ભાવ પ્રદર્શિત કર્યો હતો.

નટરાજન તામિલનાડુના સાલેમ જિલ્લાના ચિન્નપ્પામ્પટ્ટી ગામનો છે. તે ખૂબ જ સાધારણ પરિવારથી નિકળીને ક્રિકેટમાં આ ઉંચાઇ પર પહોંચી શક્યો છે. આમ ગામ, જિલ્લો અને દેશનુ નામ રોશન કરવા પર તેને ખૂબ શાબાશી મળી રહી છે. તેને જોવા માટે આસપાસના ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા. આ દરમ્યાન સ્થાનિકોએ લોકગીત ગાયા હતા, ફટાકડા ફોડ્યા હતા. સાથે જ ગુલદસ્તા પણ આપ્યા હતા. તો નટરાજને પણ હાથ જોડી અને થમ્બ અપ કરીને લોકોનો આભાર વ્યક્ત કરતો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નટરાજન થોડાક મહિનાઓ પહેલા જ પિતા બન્યો છે. જ્યારે તે આઇપીએલ રમવા માટે ગયો હતો, ત્યારે જ તેની પત્નિએ પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે નટરાજન તેની પુત્રીને અત્યાર સુધી જોઇ શક્યો નહોતો. કારણ કે તે આઇપીએલ થી સીધો જ ઓસ્ટ્રેલીયા પ્રવાસે ગયો હતો. આવામાં તે લગભગ ચારેક માસ બાદ પોતાની પુત્રીને જોઇ શક્યો છે.

વિરેન્દ્ર સહેવાગે પણ તેનો વિડીયો શેર કર્યો હતો. તેણે સાથે જ લખ્યુ હતુ કે, આ ભારત છે, અહી ક્રિકેટ માત્ર રમત નથી. તે તેનાથી પણ ખૂબ ઉપરની બાબત છે. નટરાજનને તેના સાલેમ જીલ્લામાં પાતોના ગામ ચિન્નાપ્પામ્પટ્ટી ગામે પહોંચવા પર જોરદાર સ્વાગત થયુ.

 

https://www.instagram.com/p/CKTq0yVBBK3/?utm_source=ig_web_copy_link

https://twitter.com/Troll_Cinema/status/1352241560214142978?s=20

 

આ પણ વાંચો: વાપીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર યુવકને પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપ્યો

Next Article