T-20: શુ ધોની હાંસલ કરી લેશે આ ત્રણ માઇલસ્ટોન, કયા રેકોર્ડઝથી કેટલો દુર છે ધોની, જાણો

|

Sep 22, 2020 | 4:09 PM

ટી-20 ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે શારજાહમાં યોજાશે. આજે મંગળવારે યોજાનારા આ મુકાબલામાં ચેન્નાઇ તેની બીજી મેચ રમશે, જ્યારે રાજસ્થાન સિઝનની તેની પહેલી મેચ રમશે. ચેન્નાઇએ સિઝનની ઓપનિંગ અને તેમની પ્રથમ મેચમાં જ મુંબઇ ઇન્ડીયન્સ ને હરાવ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ જાહેર કર્યા બાદ મહેન્દ્રસિંહ ધોની તેની પહેલી પ્રતિસ્પર્ધી મેચ […]

T-20: શુ ધોની હાંસલ કરી લેશે આ ત્રણ માઇલસ્ટોન, કયા રેકોર્ડઝથી કેટલો દુર છે ધોની, જાણો

Follow us on

ટી-20 ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે શારજાહમાં યોજાશે. આજે મંગળવારે યોજાનારા આ મુકાબલામાં ચેન્નાઇ તેની બીજી મેચ રમશે, જ્યારે રાજસ્થાન સિઝનની તેની પહેલી મેચ રમશે. ચેન્નાઇએ સિઝનની ઓપનિંગ અને તેમની પ્રથમ મેચમાં જ મુંબઇ ઇન્ડીયન્સ ને હરાવ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ જાહેર કર્યા બાદ મહેન્દ્રસિંહ ધોની તેની પહેલી પ્રતિસ્પર્ધી મેચ રમવા મેદાનમાં દેખાયો હતો. ધોનીએ તેની પહેલી મેચમાં જ બે મોટા રેકોર્ડ તેના નામે કર્યા હતા. જ્યારે હજુ આજની મેચ પહેલાથી જ તેના માટે ત્રણ મોટા માઇલ સ્ટોન તેની સામે છે, જે તે હાંસલ કરી શકે છે કે કેમે તેની પર ચાહકોની નજર છે.

ધોનીની કપ્તાની હેઠળ સીએસકે એ ત્રણ ટાઇટલ જીત્યા છે, તેને દુનિયા શ્રેષ્ઠ કેપ્ટનોમાંનો એક ગણવામાં આ રહ્યો છે. સ્ટીવ સ્મિથ ની કેપ્ટની હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ સામે ધોની મેદાનમાં ઉતરશે ત્યારે તે છગ્ગા લગાવવાની બાબતમાં એક રેકોર્ડ નોંધાવી શકવાની તક છે. ધોની એ અત્યાર સુધી ટી-20 લીગ માં 295 છગ્ગા લગાવ્યા છે, તે 300 ના આંકડા થી 05 છગ્ગા દુર છે. ધોની ઉપરાંત અન્ય બે ભારતીય ખેલાડીઓ ટી-20 લીગમાં 300 નો આંક છગ્ગા લગાવવામાં વટાવ્યો છે.  રોહિત શર્મા 361 અને સુરેશ રૈના 311 છગ્ગા લગાવી ચુક્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ધોની 100 ટી-20 લીગ મેચ કેચ ફીલ્ડર અને વિકેટકીપર તરીકે ઝડપી ચુક્યો છે. પરંતુ જો તે આ મેચમાં વધુ ત્રણ કેચ ઝડપી લેશે તો તે સુરેશ રૈના કરતા કેચ ઝડપવાની બાબતમાં આગળ નિકળી જશે. રૈના 102 કેચ ઝડપી ચુક્યો છે. જોકે ધોની હજુ આ મામલામાં દિનેશ કાર્તિકના કરતા હજુ પાછળ રહી જશે. વિકેટકીપર તરીકે ધોનીએ 96 કેચ ઝડપ્યા છે, જો ચાર કેચ ઝડપે તો તે 100 કેચ ઝડપનારો કિપર બની શકે છે. જોકે 100 કેચ ઝડપનાર કિપર તરીકે તે બીજો ખેલાડી હશે, તેના પહેલા દિનેશ કાર્તિકે 101 કેચ ઝડપ્યા છે. ધોનીએ ટી-20 લીગની 191 મેચોમાં 42.21 ની સરેરાશ થી 4432 રન બનાવ્યા છે, આમ 4500 ના આંકડા થી 68 રન દુર છે.

Next Article