T-20: સનરાઇઝર્સ હૈદરાબાદને સિઝનમાં વધુ એક ઝટકો, આ સ્ટાર ખેલાડીને ઇજાને લઇને ગુમાવવો પડ્યો

|

Oct 31, 2020 | 3:12 PM

પ્લેઓફની નિર્ણાયક લડાઇ દરમ્યાન જ સનરાઇઝર્સ હૈદરાબાદને જોરનો ઝટકો લાગ્યો છે. ટુર્નામેન્ટના મહત્વના મોડ પર પહોંચેલી સ્થિતી પર જ ટીમે તેના ઓલરાઉન્ડર વિજય શંકર થી વંચિત રહેવુ પડશે. વિજય શંકર ગ્રેડ 02 ની ઇજાને લઇને ટુર્નામેન્ટ થી બહાર થઇ ગયો છે. શંકરને દિલ્હી કેપીટલ્સ સામેની મેચ રમવા દરમ્યાન ઇજા પહોંચી હતી. દિલ્હી કેપીટલ્સ સામે ની […]

T-20: સનરાઇઝર્સ હૈદરાબાદને સિઝનમાં વધુ એક ઝટકો, આ સ્ટાર ખેલાડીને ઇજાને લઇને ગુમાવવો પડ્યો

Follow us on

પ્લેઓફની નિર્ણાયક લડાઇ દરમ્યાન જ સનરાઇઝર્સ હૈદરાબાદને જોરનો ઝટકો લાગ્યો છે. ટુર્નામેન્ટના મહત્વના મોડ પર પહોંચેલી સ્થિતી પર જ ટીમે તેના ઓલરાઉન્ડર વિજય શંકર થી વંચિત રહેવુ પડશે. વિજય શંકર ગ્રેડ 02 ની ઇજાને લઇને ટુર્નામેન્ટ થી બહાર થઇ ગયો છે. શંકરને દિલ્હી કેપીટલ્સ સામેની મેચ રમવા દરમ્યાન ઇજા પહોંચી હતી.

દિલ્હી કેપીટલ્સ સામે ની મેચમાં પોતાના સ્પેલની બીજી ઓવર નાંખી રહ્યો હતો, એ દરમ્યાન વિજય શંકર ને હૈમસ્ટ્રીંગ ઇજા પહોંચી હતી. જે ઇજાને લઇને તે ઓવરનો અંતિમ એક બોલ પણ કરી શક્યો નહોતો. તે ઓવરનો બાકી એક બોલ સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે નાંખીને ઓવર પુર્ણ કરી હતી. જોકે આ દરમ્યાન હવે વિજય શંકર ઇજાને લઇને ટુર્નામેન્ટ થી બહાર થઇ ચુક્યો છે. વિજય શંકરએ ટી-20 લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સાત મેચો રમીને 97 રન બનાવ્યા હતા. જેમાં તેણે રાજસ્થાન રોયલ્સ સામે મેચ વિનિંગ અર્ધશતક લગાવતી ઇનીંગ રમી હતી. હૈદરાબાદ માટે આ દરમ્યાન તેણે ચાર વિકેટ પણ ઝડપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઇજાઓને લઇને સનરાઇઝર્સ હૈદરાબાદ ને પીડા ફક્ત વિજય શંકરના રુપમાં જ નહી પરંતુ રિદ્ધીમાન સાહાના રુપમાં પણ અનુભવી છે. તેને પણ અગાઉની મેચમાં ગ્રોઇન ઇજા પહોંચી હતી. જેના કારણે તે મેચમાં કીપીંગ પણ નહોતો કરી શક્યો. સાહાની ઇજાને લઇને હાલ તો જોકે કોઇ જ અપડેટ સામે નથી આવ્યા. પરંતુ બતાવી દઇએ કે ઇજાને લઇને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેમ્પ છોડવા વાળો વિજય શંકર સિઝનનો ત્રીજો ખેલાડી છે.

આ પહેલા મિશેલ માર્શ અને ભુવનેશ્વર કુમાર પણ ઇજાને લઇને ટીમનો સાથે ટી-20 લીગમાં છોડી ચુક્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 માંથી પાંચ મેચ જીતીને 10 પોઇન્ટ ધરાવે છે, તેનો રન રેટ પ્લસ માં છે. તેણે પ્લેઓફમાં પહોંચવુ હોય તો હવેની મેચોને જીતવી જરુરી બની ગઇ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article