T-20: કલકત્તાનો 2013થી ચાલ્યો આવતો ઓપનિંગ મેચનો વિજય રથ મુંબઇએ 2020માં અટકાવ્યો, જાણો કેવો છે રેકોર્ડ

|

Sep 24, 2020 | 8:05 AM

કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે મુંબઇ ઇન્ડિયન્સના વિરુદ્ધ, અબુધાબીમાં તેની ઓપનીંગ મેચમાં ટોસ જીતીને પહેલી ફીલ્ડીંગ પસંદ કરવાની રણનીતી અમલમાં મુકી હતી. તો મુંબઇ ઇન્ડીયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમેલી તેની ઇલેવનમાં કોઇ જ બદલાવ નહોતો કર્યો. મુંબઇ તેની ગત મેચ હારી ચુક્યુ હતુ. ટી-20 લીગમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ વર્ષ 2013 અને ત્યારબાદ […]

T-20: કલકત્તાનો 2013થી ચાલ્યો આવતો ઓપનિંગ મેચનો વિજય રથ મુંબઇએ 2020માં અટકાવ્યો, જાણો કેવો છે રેકોર્ડ

Follow us on

કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે મુંબઇ ઇન્ડિયન્સના વિરુદ્ધ, અબુધાબીમાં તેની ઓપનીંગ મેચમાં ટોસ જીતીને પહેલી ફીલ્ડીંગ પસંદ કરવાની રણનીતી અમલમાં મુકી હતી. તો મુંબઇ ઇન્ડીયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમેલી તેની ઇલેવનમાં કોઇ જ બદલાવ નહોતો કર્યો. મુંબઇ તેની ગત મેચ હારી ચુક્યુ હતુ. ટી-20 લીગમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ વર્ષ 2013 અને ત્યારબાદ ક્યારેય તેની ઓપનીંગ મેચ હાર્યુ નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોલકત્તાએ વર્ષ 2013થી 2019 સુધીના સાત વર્ષ દરમ્યાન સતત જીત મેળવી છે. પરંતુ વર્ષ 2020માં તેનો આ વિજય રથ મુંબઇએ અટકાવી દીધો છે. મુંબઇએ કોલકતાને તેની ઓપનીંગ મેચમં જ 49 રનની હાર આપી હતી. આમ વર્ષ 2013થી કોલકતા ઓપનીંગ મેચમં વિજેતા નિવડતુ હતુ પરંતુ મુંબઇએ તે પરંપરાને આઠમા વર્ષે તોડી દર્શાવી છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સનો  પાછલા સાત વર્ષનો રેકોર્ડ

વર્ષ 2013 દિલ્હી કેપિટલ્સને 06 વિકેટથી હરાવ્યું.

વર્ષ 2014 મુંબઇ ઇન્ડીયન્સને 41 રને હરાવ્યું.

વર્ષ 2015 મુંબઇ ઇન્ડિયન્સને 07 વિકેટે હરાવ્યું.

વર્ષ 2016 દિલ્હી ડેયરવિલ્સને 09 વિકેટે હરાવ્યું.

વર્ષ 2017 ગુજરાત લાયન્સને 10 વિકેટે હરાવ્યું.

વર્ષ 2018 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 04 વિકેટે હરાવ્યું.

વર્ષ 2019 સનરાઇઝર્સ હૈદરાબાદને 06 વિકેટે હરાવ્યું.

કોલકત્તા નાઇટ રાઇડર્સ સાતમાંથી છ વખત બીજી ઇનીંગ્સ દરમિયાન બેટીંગ કરતા વિજેતા બન્યુ હતુ. તો બીજી તરફ મુંબઇ ઇન્ડીયન્સ 2013થી કોઇ જ ઓપનીંગ મેચ જીતી શક્યુ નથી. આ વર્ષે 2020 ની ઓપનીંગ મેચ પણ મુંબઇ ઇન્ડીયન્સ હારી ચુક્યુ હતુ. ચેન્નાઇ સુપર કિંગ્સે 13 મી સિઝનની ઓપનીંગ મેચમાં મુંબઇને 05 વિકેટથી હરાવી દીધુ હતુ.

રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઇ ઇન્ડીયન્સે 2013માં તેનો પહેલો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે રમતા હાર મળી હતી, જ્યારે 2014 અને 2015માં કોલક્તા નાઇટ રાઇડર્સ સામે હાર સહન કરવી પડી હતી. આવી જ રીતે વર્ષ 2016 અને 2017 માં પુણે જાયન્ટસે પહેલી મેચમાં જ હરાવ્યા હતા. 2018માં ચેન્નાઇ સુપર કિંગ્સ અને 2019માં દિલ્હી કેપિટલ્સથી રમતા હારવુ પડ્યુ હતુ. વર્ષ 2020 દરમ્યાન ફરી એકવાર ટીમે ચેન્નાઇના હાથે હાર સહન કરવી પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article