T-20: રાજસ્થાનની હારનો સીલસીલો યથાવત, દિલ્હીના 161 સામે 148 કરી રાજસ્થાનની 13 રને હાર

|

Jan 15, 2021 | 3:40 PM

ટી-20 લીગની 13 મી સિઝનની 30 મેચ દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે દુબઇમાં રમાઇ. મેચમાં દિલ્હી કેપીટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરના અંતે દિલ્હી કેપીટલ્સે 7 વિકેટ ગુમાવીને 161 રનનો સ્કોર કર્યો. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 8 વિકેટ ગુમાવીને 148 રન કર્યા અને 13 રને હાર થઇ Web Stories […]

T-20: રાજસ્થાનની હારનો સીલસીલો યથાવત, દિલ્હીના 161 સામે 148 કરી રાજસ્થાનની 13 રને હાર

Follow us on

ટી-20 લીગની 13 મી સિઝનની 30 મેચ દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે દુબઇમાં રમાઇ. મેચમાં દિલ્હી કેપીટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરના અંતે દિલ્હી કેપીટલ્સે 7 વિકેટ ગુમાવીને 161 રનનો સ્કોર કર્યો. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 8 વિકેટ ગુમાવીને 148 રન કર્યા અને 13 રને હાર થઇ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજસ્થાન રોયલ્સની બેટીંગ.

બેન સ્ટોક્સ અને જોસ બટલરે રાજસ્થાનની બેટીંગની શરુઆત સારી કરી. બટલરે માત્ર નવ બોલમાં જ એક છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 22 રન કર્યા. બેન સ્ટોકસે 35 બોલમાં 41 રન કર્યા. 37ના સ્કોર પર રાજસ્થાને પ્રથમ વિકેટ ગુમાવી. બીજી વિકેટ 20 રન પર કેપ્ટન સ્મિથે ગુમાવી.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ.

એનરીચ નોર્ત્ઝે એ બે વિકેટ ઝડપી. તેણે ચાર ઓવરમાં 33 રન આપ્યા. તુષાર દેશપાંડેએ બે વિકેટ મેળવી. અશ્વિને ચાર ઓવરમાં 17 રન આપીને કરકસર ભરી બોલીંગ કરી. તેણે એક જ વિકેટ મેળવી. અક્ષર પટેલે ચાર ઓવરમાં 32 રન આપી એક વિકેટ ઝડપી. જ્યારે કાગીસો રબાડાએ એક વિકેટ ઝડપીને 28 રન ચાર ઓવરમાં આપ્યા.

દિલ્હી કેપીટલ્સની બેટીંગ.

પ્રથમ બોલે જ ક્લીન બોલ્ડ થતા પૃથ્વી શો એ દિલ્હીની પ્રથમ વિકેટ ગુમાવી. અજીંક્ય રહાણે માત્ર બે જ રન કરીને પેવેલીયન પરત ફર્યો. કેપ્ટન શ્રેયસ ઐયર અને શિખર ધવને દિલ્હીની પારીને સંભાળી.શિખર ધવને ઝડપી રમત રમી 33 બોલમાં 57 રન કર્યા. જ્યારે શ્રેયસે 43 બોલમાં 53 રન કર્યા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ.

આજે બોલીંગની બાબતમાં રાજસ્થાનમાં દમ જોવા મળ્યો. જોફ્રા આર્ચરે ઇનીંગ્સના પ્રથમ બોલે જ પૃથ્વીને ક્લીન બોલ્ડ કર્યો. જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી. તેણે ચાર ઓવરમાં 19 રન આપ્યા . જયદેવ ઉનડકટે ત્રણ ઓવરમાં 32 રન આપ્યા અને બે વિકેટ ઝડપી. શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી. કાર્તિક ત્યાગીએ પણ એક વિકેટ ઝડપી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 11:57 pm, Wed, 14 October 20

Next Article