T-20: રબાડાએ મોર્કલનો વિક્રમ તોડ્યો, દિલ્લી તરફથી એક સિઝનમાં સૌથી વધુ વિકેટ મેળવવાની સિધ્ધિ મેળવી રબાડાએ

|

Nov 09, 2020 | 8:59 AM

દિલ્હી કેપીટલ્સ ટી-20 લીગની ટુર્નામેન્ટમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ થયુ છે. શરુઆત થી જ દિલ્હીની ટીમ બોલીંગ ને બેટીંગ સહીતના મોરચે દરેક રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાને લઇને આખરે દિલ્હી તેના સપનાના મુકામ પર આગળ વધી શક્યુ છે. બીજી ક્વોલીફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને તેણે 17 રન થી હરાવ્યુ હતુ. હૈદરાબાદના બેટ્સમેનો રન ચેઝ કરીને મેચને રોમાંચક […]

T-20: રબાડાએ મોર્કલનો વિક્રમ તોડ્યો, દિલ્લી તરફથી એક સિઝનમાં સૌથી વધુ વિકેટ મેળવવાની સિધ્ધિ મેળવી રબાડાએ

Follow us on

દિલ્હી કેપીટલ્સ ટી-20 લીગની ટુર્નામેન્ટમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ થયુ છે. શરુઆત થી જ દિલ્હીની ટીમ બોલીંગ ને બેટીંગ સહીતના મોરચે દરેક રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાને લઇને આખરે દિલ્હી તેના સપનાના મુકામ પર આગળ વધી શક્યુ છે. બીજી ક્વોલીફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને તેણે 17 રન થી હરાવ્યુ હતુ. હૈદરાબાદના બેટ્સમેનો રન ચેઝ કરીને મેચને રોમાંચક કરી રહ્યા હતા, એ દરમ્યાન જ કાગીસો રબાડાએ પોતાની બોલીંગ વડે હૈદરાબાદને ધવ્સ્ત કરી દીધુ હતુ. રબાડાએ મહત્વની મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે હવે દિલ્હીની ટીમ માટે એક જ સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ચુક્યો છે

દિલ્હી કેપીટલ્સ ના ઝડપી બોલર કાગીસો રબાડા ટી-20 લીગમાં પોતાની ટીમ માટે નિરંતર પ્રદર્શન કરી રહ્યો છે. રબાડાએ ના ફક્ત સારી બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ, પરંતુ સાથે જ રનની ગતી પર પણ નિયંત્રણ દાખવવાનુ કાર્ય પણ કરી દરશાવ્યુ હતુ. રબાડાએ આ સાથે જ ટીમના માટે ઉપયોગી વિકેટો પણ ઝડપી બતાવી હતી. સિઝન 2020 ની બીજી ક્વોલીફાયર મેચમાં તેણે હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર ને ક્લીન બોલ્ડ કરીને વિકેટ ઝડપી હતી, એ સાથે જ દિલ્હી કેપીટલ્સ તરફ થી ટી-20 લીગની સિઝનમાં સોથી વધુ વિકેટ લેવા વાળો બોલર બની ચુક્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટી-20 લીગ 2020માં ડેવિડ વોર્નરના રુપે તેણે 26 મી વિકેટ ઝડપી હતી, આમ તેણે મોર્ન મોર્કલ નો રેકોર્ડ તોડી દીધો હતો. દિલ્હી તરફ થી ટી-20 લીગની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મોર્ને મોર્કલના નામ પર હતો. મોર્કલે 2012માં કુલ 25 વિકેટ ઝડપી હતી. પરંતુ હવે રબાડાએ આ રેકોર્ડને તોડી નાંખ્યો છે. હવે રબાડા દિલ્હીની ટીમ તરફ થી કોઇ એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. તેણે ક્વોલીફાયર-02 મેચ સુધીમાં સિઝનમાં 16 મેચ રમીને 29 વિકેટ ઝડપી છે, હવે ટીમ ફાઇનલમાં પહોંચતા હજુ એક મેચ રમવાની તક મળતા રબાડા આ રેકોર્ડને સુધારી શકવાનો મોકો છે. આ પહેલા પણ ગત વર્ષ 2019 ની સિઝનમાં પણ રબાડે 25 વિકેટ ઝડપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article