T-20: પ્રથમ ક્વોલીફાયર મેચ આજે દિલ્હી કેપીટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે, બંને ફાઇનલમાં પહોચવા માટે દમ લગાવશે

|

Nov 05, 2020 | 7:56 AM

 મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે આજે પ્રથમ ક્વોલીફાયર મેચમાં કાંટાની ટક્કરનો મુકાબલો થવાની સંભાવના વર્તાઇ રહી છે. આ મેચને જે પણ જીતશે તે સીધા જ 10, નવેમ્બરે રમાનારી ફાઇનલ મેચમાં સ્થાન મેળવી લેશે. જ્યારે હારવા વાળી ટીમ બીજી ક્વોલીફાયર મેચમાં રમશે, આમ તેને ફાઇનલમાં જવા માટે વધુ એક મોકો મળી રહેશે. ટી-20 માં ચાર […]

T-20: પ્રથમ ક્વોલીફાયર મેચ આજે દિલ્હી કેપીટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે, બંને ફાઇનલમાં પહોચવા માટે દમ લગાવશે

Follow us on

 મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે આજે પ્રથમ ક્વોલીફાયર મેચમાં કાંટાની ટક્કરનો મુકાબલો થવાની સંભાવના વર્તાઇ રહી છે. આ મેચને જે પણ જીતશે તે સીધા જ 10, નવેમ્બરે રમાનારી ફાઇનલ મેચમાં સ્થાન મેળવી લેશે. જ્યારે હારવા વાળી ટીમ બીજી ક્વોલીફાયર મેચમાં રમશે, આમ તેને ફાઇનલમાં જવા માટે વધુ એક મોકો મળી રહેશે.

ટી-20 માં ચાર વખતની ચેમ્પીયન મુંબઇની ટીમને લીગ ચરણમાં જ હરાવવુ આસાન નહોતુ રહ્યુ, પરંતુ મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે દશ વિકેટે હાર થી તેની લય થોડી લથડી છે. બીજી તરફ પોતાના પ્રથમ ખિતાબની કવાયતમાં લાગેલી દિલ્હી કેપીટલ્સ લગાતાર ચાર મેચ ગુમાવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને છ વિકેટે હરાવીને બીજુ સ્થાન હાંસલ કર્યુ હતુ. આ જીત થી નિશ્વિત રીતે તેનુ મનોબળ વધી ગયુ હશે. જોકે લીગ ચરણમાં મુંબઇએ દિલ્હીને તેની સામેની બંને મેચમાં હરાવી દીધુ હતુ. દિલ્હી અને મુંબઇ વચ્ચે ટી-20 લીગના ઇતીહાસમાં અત્યાર સુધીમાં 26મેચો રમાઇ છે. જેમાંથી મુંબઇએ 14 અને દિલ્હીએ 12 મેચ જીતી છે. તો વળી ટી-20 લીગની વર્તમાન સિઝનમાં બે મેચો બંને વચ્ચે રમાઇ હતી, જે બંને મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ ધરાવતી મુંબઇની ટીમે જીતી હતી, આમ દિલ્હી કેપીટલ્સ મુંબઇ સામે થોડા દબાવમાં હશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મુંબઇ ટીમ માટે સકારાત્મક પહેલુ તેના કેપ્ટન રોહિત શર્માની વાપસી છે, જે હેમસ્ટ્રિંગના કારણે ચાર મેચોમાં રમી શક્યો નહોતો. આ સ્ટાર સલામી બેટ્સમેન જોકે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં જલ્દી થી પેવેલીયન પરત ફરી ગયો હતો. ડિફેન્ડિંગ ચેમ્પીયન્સ પાસે આક્રમક બેટ્સમેન છે, અને સારા બોલર્સ છે. જોકે હૈદરાબાદ સામે તેના બેટ્સમેન ચાલી શક્યા નહોતા, તેના પછી બોલરો પણ વિકેટ ઝડપી શક્યા નહોતા. મહત્વપુર્ણ મેચ પહેલા આ તેમના માટે એક સારો સબક રહ્યો કે કોઇપણ મેચને સહજતા થી લઇ શકાય નહી.

મુંબાઇના શિર્ષ ક્રમે સારુ પ્રદર્શન કર્યુ છે. યુવા ખેલાડી ઇશાન કિશન 428 રન કરીને મુખ્ય બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. ક્વિન્ટન ડિકોકે પણ 443 રન કર્યા હતા અને પોતાનુ શાનદાર ફોર્મ જારી રાખ્યુ છે. ત્યાર બાદ સુર્યકુમાર યાદવ 410 રન સાથે તેની ભુમીકા જરદસ્ત નિભાવી છે. લાંબા શોટ્સ રમવામાં માહિર હાર્દીક પંડ્યાએ 241 રન કર્યા છે, કિરોન પોલાર્ડે પણ 259 રન કર્યા છે અને કૃણાલ પંડ્યાએ જરુરીયાતના સમયે ઝડપી રન કરની પોતાનુ કૌશલ્ય બેખુબી થી નિભાવ્યુ છે. મુંબઇએ તેના બોલર જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટને હૈદરાબાદની સામે ની મેચમાં આરામ આપ્યો હતો. બુમરાહે 23 અને બોલ્ટે 20 વિકેટ વર્તમાન સિઝનમાં ઝડપી છે. ક્વોલીફાયર મેચમાં બંનેની વાપસી થશે. આ બંનેએ મળીને શરુઆતી અને ડેથ ઓવરોમાં ઘાતક બોલીંગ કરી છે. રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યાએ દિલ્હી સામે મેદાનમાં ઉતરતી વેળા હૈદરાબાદના ડેવીડ વોર્નરે અને રિદ્ધીમાન સાહાએ કરેલી ધુલાઇને ભુલી જવી પડશે.

બીજી તરફ દિલ્હી કેપીટલ્સના મધ્યમક્રમ આશા મુજબ પ્રદર્શન કરવામાં નાકામિયાબ રહ્યા છે. વળી મુખ્ય રીતે તે એક અથવા બે ખેલાડીઓ પર જ ટીમ નિર્ભર રહી છે. અજિંક્ય રહાણે નુ ફોર્મમાં આવવુ દિલ્હી માટે સારા સંકેત છે. તેણે બેંગ્લોર સામે 60 રનની મેચ જીતાડનારી પારી રમી હતી. શિખર ધવન સિઝનમાં 525 રન કરીને શાનદાર ફોર્મમાં છે, તેણે સળંગ બે શતક પણ લગાવ્યા હતા. જોકે તેને પણ બીજા બેટ્સમેનો થી સહયોગની અપેક્ષા છે. દિલ્હીની મોટી ચિંતા પૃથ્વી શો અને રુષભ પંતની ફોર્મની છે જે તેઓ પણ નિરંતર રીતે ખરા ઉતર્યા નહોતા. વિદેશી ખેલાડીઓ શિમરોન હૈયટમાયર અને માર્કસ સ્ટોઇનિશ એ પણ મહત્વપુર્ણ મેચમાં પોતાનુ ફોર્મ દર્શાવવુ પડશે. કેપ્ટન શ્રેયસ ઐયરે પણ ઇનિંગને સંવારવાની જવાબદારી નિભાવવી પડશે. દક્ષિણી આફ્રીકી કાગિસો રબાડા અને એનરીક નોર્ત્ઝેએ દિલ્હીની બોલીંગ આગેવાની સારી રીતે નિભાવી છે. રબાડાએ સિઝનમાં 25 અને નોર્ત્ઝે 19 વિકેટ ઝડપી છે. તો અશ્વિન અને અક્ષર પટેલે પણ સ્પિન વિભાગને સારી રીતે સંભાળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article