T-20: ઓપનીંગ કરવા ઉતરેલા વિરાટ કોહલી એલિમિનેટર મેચમાં ફ્લોપ, લોકોએ ટ્વિટર પર કાઢ્યો બળાપો

|

Nov 07, 2020 | 10:58 AM

T-20 લીગની ફ્રેંચાઇઝી ટીમ રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલીએ એલિમિનેટર મેચમાં એક એવો દાવ રમ્યો કે તે બેકાર ગયો. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દેવદત્ત પડિકકલની સાથે વિરાટ કોહલી ઓપનીંગ બેટ્સમેન તરીકે રમતની શરુઆત કરવા માટે મેદાનમાં આવી પહોંચ્યો હતો. જેમાં તેણે સાત બોલનો સામનો કરીને આઉટ થઇ ગયો હતો. Web Stories View more શું ફોન […]

T-20: ઓપનીંગ કરવા ઉતરેલા વિરાટ કોહલી એલિમિનેટર મેચમાં ફ્લોપ, લોકોએ ટ્વિટર પર કાઢ્યો બળાપો

Follow us on

T-20 લીગની ફ્રેંચાઇઝી ટીમ રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલીએ એલિમિનેટર મેચમાં એક એવો દાવ રમ્યો કે તે બેકાર ગયો. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દેવદત્ત પડિકકલની સાથે વિરાટ કોહલી ઓપનીંગ બેટ્સમેન તરીકે રમતની શરુઆત કરવા માટે મેદાનમાં આવી પહોંચ્યો હતો. જેમાં તેણે સાત બોલનો સામનો કરીને આઉટ થઇ ગયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હૈદરાબાદ સામે ની આ મહત્વની મેચમાં બેંગ્લોરે પારીની શરુઆત કરવા વાળા અનુભવી ખેલાડી આરોન ફીંચને પ્લેયીંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો. કોહલીએ ફીંચના હોવા છતાં પણ ઇનીંગની શરુઆત કરવા માટે ફેંસલો કર્યો અને પોતે જ ઓપનર તરીકે આવી પહોચ્યો, પરંતુ આ નિર્ણય તેનો યોગ્ય ના રહ્યો. કેપ્ટન વિરાટ કોહલીના આ નિર્ણય ને લઇને ટ્વીટર પર લોકો નારાજ થઇ ચુક્યા હતા અને તેમને ટ્રોલ કરી દીધો છે. કોહલીના નામ થી થેંક્યુ વિરાટ અને થેંક્યુ કોહલી નુ હેશ ટેગ ચલાવીને લોકોએ તેને ટ્રેન્ડ કરી દીધો છે.

લોકો એ પણ આ અંગે કોહલીને ટ્રેન્ડ કરવા સાથે જુદા જુદા પ્રકારની તસ્વીરો પણ પોસ્ટ કરવી શરુ કરી હતી. સોશિયલ મિડીયા પર જાણે કે કોહલી સામે રીતસર નો રોષનો ઉભરો ઠલવાવા લાગ્યો હતો. બેંગ્લોરની ટીમના ચાહકો પણ કોહલા આ નિર્ણય અને તેની નિષ્ફળતા ના પરિણામને લઇને રોષે ભરાયા હતા. કેટલાક સોશિયલ મિડીયા યુઝરે તો વિરાટના નામ લખીને  લોકોને બતાવ્યુ કે આને ટ્રેન્ડ કરવાનો છે. તો કોઇ એ નોક આઉટ મેચમાં નિરાશાજનક પ્રદર્શનને લઇને વિરાટની મજાક પણ ઉડાવી હતી. તો એક યુઝરે તો વિરાટની ઉદાશીનતા ભરી તસ્વીર ને પોસ્ટ કરીને દિવસની સૌથી વધુ ઉદાસ તસ્વીર તરીકે ગણાવી હતી.

https://twitter.com/PrasannaGangak1/status/1324746081918361600?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article