T-20 MI vs RCB: મુંબઇએ વળતા જવાબમાં કિશનના 99ની મદદથી મેચ ટાઇ કરી, રોમાંચક મેચમાં અંતે સુપર ઓવરમાં છેલ્લા દડે બેંગ્લોરનો વિજય

|

Sep 29, 2020 | 12:06 AM

દુબાઇમાં રમાઇ રહેલી T-20 લીગની દશમી મેચ સોમવારે મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે યોજાઇ હતી. મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ પહેલા ટોસ જીતી બોલીંગ પસંદ કરી હતી. આ અગાઉ બંને ટીમો એક એક મેચ રમી બંનેએ એક એક મેચમાં હાર મેળવી હતી. આ મેચમાં જીત મેળવતા હવે પોઇન્ટ ટેબલમાં બે મેચ જીતીને આગળ […]

T-20 MI vs RCB: મુંબઇએ વળતા જવાબમાં કિશનના 99ની મદદથી મેચ ટાઇ કરી, રોમાંચક મેચમાં અંતે સુપર ઓવરમાં છેલ્લા દડે બેંગ્લોરનો વિજય

Follow us on

દુબાઇમાં રમાઇ રહેલી T-20 લીગની દશમી મેચ સોમવારે મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે યોજાઇ હતી. મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ પહેલા ટોસ જીતી બોલીંગ પસંદ કરી હતી. આ અગાઉ બંને ટીમો એક એક મેચ રમી બંનેએ એક એક મેચમાં હાર મેળવી હતી. આ મેચમાં જીત મેળવતા હવે પોઇન્ટ ટેબલમાં બે મેચ જીતીને આગળ સિઝનમાં આગળ વધી શક્યુ છે. પ્રથમ બેટીગ દરમ્યાન બેંગ્લોરે ત્રણ વિકેટ ગુમાવીને ત્રણ વિકેટ ગુમાવીને 201 રન કર્યા હતા. રોમાંચ થી ભરપુર બનેલી મેચ સતત બીજા દીવસે પણ ચાહકોને જકડી રાખનારી જોવા મળી હતી. જેના વળતા જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે પણ 201 રન કરતા મેચ ટાઇમાં પરીણમી હતી. પંજાબ અને દિલ્હી ની મેચ બાદ  સિઝનની બીજી મેચ ટાઇમાં પરીણમી હતી અન સુપર ઓવરમાં હાર જીત નક્કિ થઇ હતી. સુપર ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિજય થયો હતો.

 

સુપર ઓવર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સિઝનની આ બીજી સુપર ઓવર મેચના નિર્ણય માટે દર્શકોને નસીબ થઇ હતી. અગાઉ પંજાબ અને દિલ્હી વચ્ચે ટાઇ સર્જાતા સુપર ઓવર થઇ હતી. ફરી એકવર આરસીબી અને મુંબઇ વચ્ચે ની મેચમાં ટાઇ થતા સુપર ઓવર યોજાઇ હતી. જેમાં મુંબઇએ સાત રનનો ટાર્ગેટ આપ્યો હતો જે સુપર ઓવરના છેલ્લા બોલે કોહલીએ એક રન લઇને વિજય મેળવ્યો હતો. આરસીબી તરફ થી સૈનીએ સુપર ઓવરમાં બોલીંગ કરી હતી જ્યારે મુંબઇ તરફ થી જસપ્રિત બુમરાહે બોલીંગ કરી હતી.

મુંબઇનો વળતો જવાબ.

મુંબઇએ આજે સૌરભ તિવારી અનફીટ જણાતા તેના સ્થાને ઇશાન કિશનને સમાવ્યો હતો. તેણે ટીમની એકબાદ એક પડતી વિકેટ દરમ્યાનન ક્રિઝ પર ઉભા રહી અર્ધ શતક ફટકાર્યુ હતુ અને મેચને રોમાંચક બનાવી દીધી હતી. તે 58 બોલમાં 99 રને કમનસીબે સદી ચુકી આઉટ થયો હતો. તેણે જરુરીયાતના સમયે 09 છગ્ગા ફટકાર્યા હતા. પોલાર્ડે 20 બોલમાં જ પોતાનુ 35 મું અર્ધ શતક ફટકાર્યુ હતુ. પોલાર્ડ અણનમ 60 રન બનાવી ક્રીઝ પર રહ્યો હતો. મુંબઇએ વળતા જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્કોર 201 ને પહોચી વળવા માટે શરુઆત કરી હતી. શરુઆતમાં જ ઝડપ થી જ કેપ્ટન રોહિત શર્મા સહીત બંને ઓપનરો સાથે ત્રણ વિકેટ પેવેલીયન પરત ફરી હતી.14 રન ના સ્કોર પર રોહિત શર્મા પ્રથમ વિકેટ સ્વરુપ આઉટ થયો હતો. તેણે માત્ર 08 રન 08 બોલમાં કર્યા હતા અને વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો હતો. વન ડાઉન સુર્યકુમાર યાદવ શૂન્ય પર 16 રનના સ્કોરે આઉટ થયો હતો. ત્યાર બાદ ડી કોક 39 રનના સ્કોર પર 15 બોલમાં 14 રન કરી ને ચહલ ના બોલ પર કેચઆઉટ થયો હતો. આમ સાતમી ઓવર સુધીમાં ત્રણ મહત્વની વિકેટો મુંબઇએ ગુમાવી દીધી હતી. બાદમાં હાર્દીક પંડ્યા પણ 15 રન કરીને ચોથી વિકેટ સ્વરુપે આઉટ થયો હતો. જ્યારે 30 બોલમાં 90 રનની જરુર હતી એવા સમયે અંતિમ ઓવરોમાં 17 મી ઓવરમાં 27 રન અને 18મી ઓવરમાં 22 રન ફટકાર્યા હતા. 19 મી ઓવરમાં 12 રન અને અંતિમ વીસમી ઓવરમાં એક વિકેટ કિશનના સ્વરુપ ખોઇ ને 18 રન કરતા મેચ ટાઇ થઇ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બેંગ્લોરની જવાબી બોંલીંગ.

વોશિગ્ટન સુંદરે તેની ચાર ઓવરોમાં માત્ર 12 જ રન આપીને સૌથી કસર કસર યુક્ત બોલર નિવડ્યો હતો. સુંદરે રોહિત શર્માની પ્રથમ વિકેટ ઝડપવા ઉપરાંત ટીમ માટે મહત્વનુ પ્રદર્શન રન બચાવવાનુ કરી દેખાડ્યુ હતુ. ઇસુરુ ઉડાને તેની ડેબ્યુ મેચમાં જ યાદવની વિકેટ સાથે તેની પ્રથમ વિકેટ ઝડપી હતી. તેણે બે વિકેટો 45 રન આપી ઝડપી હતી. જોકે અંતિમ ઓવરોમાં બેંગ્લોર ના બોલરો મુંબઇ ને નિંયત્રીત કરવામાં નિષ્ફળ દેખાઇ રહ્યા હતા.

વિરાટની સતત નિષ્ફળતા.

ટુર્નામેન્ટમાં શરુઆત થી જ નિષ્ફળ રહેલા વિરાટ કોહલીએ આજે સોમવારે પણ દુબાઇમાં પણ નિષ્ફળ દેખાવ આગળ વધાર્યો હતો. 11 બોલમાં માત્ર 03 રન કરીને વિરાટ પેવેલીયન પરત ફર્યો હતો. વિરાટે અગાઉ પણ માત્ર 14 અને 01 રનની જ રમત દાખવી છે. આમ સળંગ ત્રીજી મેચમાં પણ તે અપેક્ષા થી વિરુદ્ધ નિષ્ફળ નિવડ્યો હતો.

ટીમ વિરાટની પ્રથમ બેટીંગ.

સતત ફ્લોપ રહેલ વિરાટ કોહલી ફરી એકવાર સોમવારે ફ્લોપ સાબિત થયો હતો, જોકે તેના ખેલાડીઓએ બાજી સંભાળી લઇને ટીમને મજબુત સ્થિતીના સ્કોરે પહોંચાડ્યુ હતુ. બંને ઓપનરોએ મજબુત લક્ષ્ય આપવાની યોજના ને લક્ષ્યમાં રાખીને અર્ધ શતક કર્યા હતા. એરોન ફીંચે ટી-20 લીગનુ 14 અર્ધ શતક લગાવ્યુ હતુ. મક્કમ શરુઆત કરી એરોન ફિંચે 35 બોલમાં 07 ચોગ્ગા અને 01 છગ્ગાની મદદ થી 52 રન કરીને કેચ આઉટ થયો હતો. પડિક્કલ અને ફીંચે ટીમને 54 બોલમાં 81 રનની ઓપનીંગ ભાગીદારી આપી હતી. પડીક્કલે 40 બોલમાં 54 રન્ કર્યા હતા. અંતિમ ઓવરોમાં ડી વીલયર્સે બેટીંગ ની મજબુત ભુમીકા નિભાવી હતી અને જેણે 55 રન કર્યા હતા. શિવમ દુબેએ અંતિમ ઓવરોમાં ઝડપ થી 10 બોલમાં 27 રન કર્યા હતા.

 

બેંગ્લોરના મજબુત સ્કોરમાં ત્રણ અર્ધ શતક.

બંને ઓપનર એરોન ફીંચ, દેવદત્ત પડીક્કલસ અને એબી ડીવીલીયર્સ એમ ત્રણ બેટ્સમેનોએ અર્ધ શતક ફટકાર્યા હતા. પહેલા એરોન ફિંચે 35 બોલમાં 07 ચોગ્ગા અને 01 છગ્ગાની મદદ થી 52 રન ફટકારી અર્ધ શતક કર્યુ હતુ. બાદમાં પડીક્કલે પણ 40 બોલમાં 54 રન્ કર્યા હતા. જ્યારે અંતિમ ઓવરો દરમ્યાન ધમાકા ભેર બેટ ફેરવતા ડીવિલીયર્સે ઝડપ થી અર્ધ શતક ફટકાર્યુ હતુ. તેણે 23 બોલમાં અર્ધ શતક ફટકાર્યુ હતુ. ડી વીલીયર્સે 24 બોલમાં 55 રન કર્યા હતા જે માટે તેણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા.

મુંબઇની બોંલીંગ

રાહુલ ચાહરે મહત્વપુર્ણ વિકેટ વિરાટ કોહલીના સ્વરુપમાં મેળવી હતી. આ ઉપરાંત અર્ધ શતક ફટકારી ચુકેલા એરોન ફીંચને ટ્રેન્ટ બોલે પોતાનો શિકાર બનાવી પેવેલીયન મોકલ્યો હતો. પ્રથમ વિકેટ 81 રને ફીંચના સ્વરુપમાં મેળવી હતી અને ઓપનીંગ જોડીને તોડવા સફળતા મળી હતી. બાદમાં વન ડાઉન આવેલા કોહલીને આરસીબીના 92 રનના સ્કોર પર માત્ર ત્રણ રને બોલ્ટે પેવેલીયન મોકલ્યો હતો. ત્રીજી વિકેટ પડીક્કલની પણ બોલ્ટે ઝડપતા મુંબઇને અંતિમ ઓવરમાં રાહત સાંપડી હતી. જોકે આમ છતાં મુંબઇ આરસીબીને 200 રનની મર્યાદામાં બાંધી રાખવામાં સફળ રહી શક્યુ નહોતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article