T-20: વિરાટ કોહલી કે ડેવિડ વોર્નર, આજે એલિમિનેટર મેચમાં કોનુ પત્તુ થશે સાફ, જાણો કોનો છે કેવો દમ

|

Nov 06, 2020 | 7:27 AM

T-20 લીગની એલિમિનેટર મેચ આજે બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. એલિમિનેટર મેચમાં જે ટીમ હારશે તે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. જ્યારે જે ટીમ જીત મેળવશે તે ટીમને વધુ એક મેચ ફાઇનલ પહેલા રમવી પડશે. ટુર્નામેન્ટમાં ધીમી શરુઆત બાદ બીજા ચરણમાં દમદાર પ્રદર્શન કરીને સનરાઇઝર્સ હૈદરાબાદએ પોઇન્ટ ટેબલમાં બેંગ્લોર થી ઉપર ત્રીજા સ્થાન પર […]

T-20: વિરાટ કોહલી કે ડેવિડ વોર્નર, આજે એલિમિનેટર મેચમાં કોનુ પત્તુ થશે સાફ, જાણો કોનો છે કેવો દમ

Follow us on

T-20 લીગની એલિમિનેટર મેચ આજે બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. એલિમિનેટર મેચમાં જે ટીમ હારશે તે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. જ્યારે જે ટીમ જીત મેળવશે તે ટીમને વધુ એક મેચ ફાઇનલ પહેલા રમવી પડશે.

ટુર્નામેન્ટમાં ધીમી શરુઆત બાદ બીજા ચરણમાં દમદાર પ્રદર્શન કરીને સનરાઇઝર્સ હૈદરાબાદએ પોઇન્ટ ટેબલમાં બેંગ્લોર થી ઉપર ત્રીજા સ્થાન પર રહીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. ટુર્નામેન્ટના લીગ તબક્કામાં જ આખરી મેચો દરમ્યાન બંને ટીમોનુ પ્રદર્શન એક બીજા થી વિપરીત રહ્યા હતા. બેંગ્લોરે લગાતાર ચાર મેચ હારીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચ્યુ હતુ, જ્યારે હૈદરાબાદ જીતની હૈટ્રીક લગાવીને પહોંચવામાં સફળ રહ્યુ હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સનરાઇઝર્સ હૈદરાબાદે આખરી ત્રણ મેચમાં દિલ્હી કેપીટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ટોપર મુંબઇ ઇન્ડિયન્સને હરાવી દીધુ હતુ. જેનો શ્રેય ટીમના કેપ્ટન ડેવિડ વોર્નર અને રિદ્ધીમાન સાહાની ઓપનર જોડીને મળવા પાત્ર છે. બંને એ દિલ્હી સામે 107 અને મુંબઇ સામે 151 રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નર અને સાહાનુ પ્રદર્શન એટલુ ઉણદા રહ્યુ છે કે, મનિષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ અને જેસન હોલ્ડર જેવા બેટ્સમેનોએ તો કંઇજ કરવુ જ નહોતુ પડ્યુ. બોલીંગમાં સનરાઇઝર્સ હૈદરાબાદની પાસે સંદિપ શર્મા, હોલ્ડર, શાહબાઝ નદીમ, ટી નટરાજન અને રાશિદ ખાન જેવા ફોર્મમાં ચાલી રહેલા બોલર્સ છે.

તો બીજી તરફ ટીમ બેંગ્લોર એટલે કે વિરાટ કોહલીની ટીમે તેમના પ્રદર્શનમાં ખુબ સુધારો લાવવો જરુરી છે. લગાતાર ચાર મેચ હારનારી ટીમનો આત્મવિશ્વાસ પણ ડગી ચુક્યો હશે. જોકે કેપ્ટન કોહલીનુ ફોકસ આમ તો પાછળના પ્રદર્શન ને ભુલીને આગળની ત્રણ મેચ સાથે ટાઇટર પર હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article