T-20 લીગઃ બેંગ્લોર સામે દિલ્હીએ ચાર વિકેટ ગુમાવી 196 ફટકાર્યા, સ્ટોઈનીશની અડધી સદી

|

Oct 05, 2020 | 9:37 PM

ટી-20 લીગની 13મી સિઝનની 19મી મેચ રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. બેંગ્લોરે પ્રથમ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનીંગ જોડીની સારી રમતને લઈને સારા સ્કોર સુધી દિલ્હી પહોંચી શક્યુ હતુ. સ્ટોઇનિશે પણ મધ્યમક્રમમાં અડધી સદી ફટકારી હતી. આમ દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે ચાર વિકેટ […]

T-20 લીગઃ બેંગ્લોર સામે દિલ્હીએ ચાર વિકેટ ગુમાવી 196 ફટકાર્યા, સ્ટોઈનીશની અડધી સદી

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનની 19મી મેચ રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. બેંગ્લોરે પ્રથમ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનીંગ જોડીની સારી રમતને લઈને સારા સ્કોર સુધી દિલ્હી પહોંચી શક્યુ હતુ. સ્ટોઇનિશે પણ મધ્યમક્રમમાં અડધી સદી ફટકારી હતી. આમ દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને 196 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દિલ્હી બેટીંગ

સ્ટોઈનીશે આજે અડધી સદી ફટકારી હતી. મિડલ ઓર્ડરમાં આવેલા સ્ટોઈનીશે ઝડપી રમત રમી હતી. માત્ર 26 બોલમાં જ તેણે 53 રન ફટકાર્યા હતા. સ્ટોઈનીશ અંત સુધી અણનમ રહ્યો હતો. દિલ્હી કેપીટલ્સના ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ આજે શાનદાર શરુઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટની 68 રનની ભાગીદારી રમત રમાઈ હતી. પૃથ્વી શોએ 23 બોલ પર 42 રન બનાવ્યા હતા, જે મોહંમદ સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. શિખર ધવન પણ ત્યારબાદ 32 રન બનાવીને ઈસુરુ ઉડાનાના બોલ પર મોઈન અલીના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરનો આજે દમ જોવા મળ્યો નહોતો. તે ફક્ત 11 રન કરીને મોઈનની બોલીંગમાં પડીક્કલના હાથે કેચ થયો હતો. જો કે બાદમાં રુષભ પંત અને સ્ટોઈનીસે પારી સંભાળી હતી. જોકે રુષભ પંતને સિરાજે ક્લીન બોલ્ડ કરી દીધો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બેંગ્લોરની બોલીંગ

મોહંમદ સિરાજે ચાર ઓવરમાં 34 રન આપવા સાથે બે વિકેટ ઝડપી હતી. મોઈન અલીએ પણ બે ઓવર કરીને 21 રન આપી એક વિકેટ ઝડપી હતી. તેમજ ઈસુરુ ઉડાનાએ ચાર ઓવરમાં 40 રન ગુમાવીને એક વિકેટ ઝડપી હતી. નવદિપ સૈની આજની મેચમાં બેંગ્લોર માટે વધુ ખર્ચાળ સાબિત થયો હતો. 16ની ઇકોનોમી સાથે ત્રણ ઓવરમાં 48 રન આપ્યા હતા. જો કે તેણે એક પણ વિકેટ ઝડપી નહોતી. જ્યારે વોશીંગ્ટન સુંદર સૌથી કરકસર ધરાવતો બોલર રહ્યો હતો. તેણે ભલે વિકેટ નહોતી ઝડપી નહોતી પરંતુ ચાર ઓવરમાં 20 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article