T-20: KXIP સામેની મેચમાં વિરાટ કોહલીને 12 લાખનો દંડ ફટાકારાયો, જાણો શું હતું કારણ

|

Sep 25, 2020 | 12:27 PM

T-20 લીગમાં ગુરુવારનો દિવસ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે નિરાશાજનક દીવસ રહ્યો હતો. પહેલા વિરાટ કોહલીએ પંજાબ સામે એક મોટી હારને સહન કરવી પડી હતી. તેના પછી કોહલીને હવે ધીમી ઓવર રેટને લઇને દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં ટોસના સિવાય આરસીબીના પક્ષમાં બીજુ કંઇ જ આવ્યુ નથી. ટોસ જીતીને આરસીબી કેપ્ટન કોહલીએ પહેલા બોંલીંગ કરવાનુ […]

T-20: KXIP સામેની મેચમાં વિરાટ કોહલીને 12 લાખનો દંડ ફટાકારાયો, જાણો શું હતું કારણ

Follow us on

T-20 લીગમાં ગુરુવારનો દિવસ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે નિરાશાજનક દીવસ રહ્યો હતો. પહેલા વિરાટ કોહલીએ પંજાબ સામે એક મોટી હારને સહન કરવી પડી હતી. તેના પછી કોહલીને હવે ધીમી ઓવર રેટને લઇને દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં ટોસના સિવાય આરસીબીના પક્ષમાં બીજુ કંઇ જ આવ્યુ નથી. ટોસ જીતીને આરસીબી કેપ્ટન કોહલીએ પહેલા બોંલીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પરંતુ તેમના બોલર કોઇ જ તાલ મેલમાં જણાયા નહોતા. કોહલી પણ પોતાના પ્રદર્શન થી પણ નારાજ જણાયો છે.

આરસીબી એ KXIP ની સામે મેચ દરમ્યાન ધીમા ઓવર રેટથી બોલીંગ કરવાને લઇને દંડના ભોગ બનવુ પડ્યુ છે. મેચ દરમ્યાન ધીમા રેટથી ઓરસીબીએ બોલીંગ કરી હતી, જેને લઇને હવે 12 લાખ રુપીયાનો દંડ કેપ્ટન વિરાટ કોહલી પર લગાવાયો છે. લીગના અધીકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. લીગ દરમ્યાન સિઝનમાં ઓવર રેટ ધીમો હોવાનો આ પ્રથમ મામલો છે. વિરાટ માટે આ મેચ ખુબ જ નિરાશાજનક રહી છે. વિશ્વના શ્રેષ્ઠતમ ફીલ્ડરોમાં સ્થાન ધરાવતા વિરાટ કોહલીએ પંજાબના કેપ્ટન કેએલ રાહુલના બે આસાન કેચ પણ છોડી દીધા હતા. જે અંતમાં મોંઘા સાબિત થયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આરસીબીના બોલર્સ દ્રારા બે વાર કેએલ રાહુલને આઉટ કરવા માટે મોકા ઝડપ્યા હતા પરંતુ પરંતુ તે બંને મોકા નિષ્ફળ રહ્યા હતા. જે વખતે કોહલીએ રાહુલના કેચ છોડ્યા હતા એ વખતે રાહુલ શતક થી એકદમ નજદીક હતો. બે વાર જીવત દાન મળતા જ રાહુલે તેનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો. રાહુલે શતક લગાવવા સાથે ટીમને પણ 200 રન ને પાર પહોંચાડી દીધી હતી. જેની સામે આરસીબી 17 મી ઓવરમાં 109 રને જ ધરાશયી થઇ હતી

મેચના અંતે વિરાટ કોહલીએ પણ કહ્યુ હતુ કે મારે જવાબદારી નિભાવવાની હતી, બે કેચ છોડવા ના કારણે અમે નુકશાન વેઠ્યુ છે, જો અમે 180 સુધી માં અમે પંજાબને રોકી લીધુ હોત તો અમારે દબાણની સ્થિતી ના સર્જાઇ હોત.

Next Article