T-20 લીગઃ 18 વર્ષના કાશ્મિરી બેટ્સમેન અબ્દુલ સમદે ખેંચ્યુ સૌનુ ધ્યાન, ઇરફાન પઠાણે કહ્યુ હજુ તેની આ ક્ષમતા થી અજાણ છે સૌ કોઈ

|

Oct 01, 2020 | 8:18 AM

ટી-20 લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેની પ્રથમ જીત મંગળવારે મેળવી હતી. દિલ્હી કેપીટલ્સ સામે અબુધાબીમાં માત્ર હૈદરાબાદ માટે જ બધુ સારુ નિવડ્યુ હતુ એવુ નથી. પરંતુ યુવા ક્રિકેટરે પણ સૌનુ ધ્યાન આ મેચ દરમ્યાન ખેંચ્યુ હતુ. તે સનરાઇઝર્સ હૈદરાબાદે તેની આ મેચ માટે 18 વર્ષનો ઓલરાઉન્ડર અબ્દુલ સમદ ને ટીમમાં સ્થાન આપ્યુ હતુ. આ સાથે જ […]

T-20 લીગઃ 18 વર્ષના કાશ્મિરી બેટ્સમેન અબ્દુલ સમદે ખેંચ્યુ સૌનુ ધ્યાન, ઇરફાન પઠાણે કહ્યુ હજુ તેની આ ક્ષમતા થી અજાણ છે સૌ કોઈ

Follow us on

ટી-20 લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેની પ્રથમ જીત મંગળવારે મેળવી હતી. દિલ્હી કેપીટલ્સ સામે અબુધાબીમાં માત્ર હૈદરાબાદ માટે જ બધુ સારુ નિવડ્યુ હતુ એવુ નથી. પરંતુ યુવા ક્રિકેટરે પણ સૌનુ ધ્યાન આ મેચ દરમ્યાન ખેંચ્યુ હતુ. તે સનરાઇઝર્સ હૈદરાબાદે તેની આ મેચ માટે 18 વર્ષનો ઓલરાઉન્ડર અબ્દુલ સમદ ને ટીમમાં સ્થાન આપ્યુ હતુ. આ સાથે જ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં રમનારો ત્રીજો કાશ્મીરી ખેલાડી બની ગયો હતો. હૈદરાબાદની બેટીંગ ઇનીંગ્સ દરમ્યાન અંતિમ ઓવરો દરમ્યાન, ક્રિઝ પર આવેલા સમદને માત્ર સાત જ બોલ રમવા મળ્યા હતા. જે દરમ્યાન તેણે એક ચોગ્ગો અને ડીપ મિડ વિકેટની ઉપરથી એક લાંબો છગ્ગો પણ ફટકાર્યો હતો. ભલે સમદે મોટી રમત દાખવી નહોતી પરંતુ, આમ છતાં પણ સૌનુ ધ્યાન તેની પર ગયુ હતુ.

સૌથી ખાસ વાત તો એ હતી એ જ્યારે બેટીંગ માટે આવ્યો હતો, ત્યારે ભારતીય ક્રીકેટ ટીમના પુર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. જોકે ખાસ વાત પણ એ છે કે, ઇરફાન પઠાણે જ  જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમ થી આ યુવા ખેલાડીને શોધ્યો હતો. સમદના માટે કહેતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, સમદને અત્યારે એક બેટ્સમેન તરીકે જાણે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે તે એક સારી લેગ સ્પિન બોલીંગ પણ કરે છે. આશા છે કે આગળના બે ત્રણ વર્ષમાં તે એક સારો ઓલરાઉન્ડર ખેલાડી તરીકે દુનિયા સામે આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઇરફાન પઠાણ થોડાક સમય પહેલા જમ્મુ કાશ્મિર ક્રિકેટ ટીમના મેંન્ટર તરીકે ની ભુમીકા નિભાવી રહ્યા હતા. લગભગ બે વર્ષ પહેલા જ જમ્મુ કાશ્મીરની ટીમની પસંદગી થઇ રહી હતી, એ વેળા ટ્રાયલ દરમ્યાન તેમણે યુવાન બેટ્સમેન સમદને પણ જોયો હતો. ઇરફાન સમદની બેટીંગ થી ખુબ જ પ્રભાવીત થયો હતો, તેણે લિસ્ટ એ ક્રિકેટ માં સ્થાન આપવાના માર્ગને મોકળો કર્યો હતો. આ પછી પાછલા વર્ષે સમદને વીસ લાખ રુપિયામાં હૈદરાબાદે બેઝ પ્રાઇઝ થી ખરીદ કર્યો હતો. અને તેને આખરે 29 સપ્ટેમ્બરે તેને એ મોકો મળી ગયો. 18 વર્ષના આ યુવાન બેટ્સમેને અત્યાર સુધીમા 10 ફસ્ટક્લાસ મેચમાં 39 ની સરેરાશ સાથે 592 રન બનાવ્યા છે. જેમાં બે શતક પણ સામેલ છે. સમદ થી પહેલા કાશ્મિર થી પરવેઝ રસુલ પુણે વોરીયર્સ અને રાસિખ સલામ મુંબઇ ઇન્ડિયન્સ દ્રારા આઇપીએલમાં રમી ચુક્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article